પ્રાઇવેટ ભાગ દરરોજ સાફ કરવો જોઇએ?

article dr. paras shah

ડૉ. પારસ શાહ

Sep 19, 2018, 04:13 PM IST

સમસ્યા: મને ઇન્દ્રિયની લંબાઇનો પ્રોબ્લેમ છે. પરંતુ બધા કરતા જુદો છે. મારી ઇન્દ્રિયની લંબાઇ વધારે છે. મને કોઇ એવો ઉપાય બતાવો જેથી ઇન્દ્રિયની લંબાઇ ઓછી થઇ શકે. આના માટે કોઇ દવા અથવા ઓપરેશન શક્ય છે? મારી ઉંમર ચાલીસ વર્ષની છે.


ઉકેલ: સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટીક રબર જેવા છે. જેથી લંબાઇ અને જાડાઇ વધારે કે ઓછી હોવાથી આનંદમાં કોઇ જ ફેર પડતો નથી. બધા જ પ્રકારની ઇન્દ્રિય આરામથી પ્રવેશ થઇ શકે છે. લંબાઇ ઓછી હોય તો વધી શકે જરૂર પરંતુ કમનસીબે વધુ લંબાઇ ઓપરેશન કે દવા દ્વારા ટૂંકી થઇ શકતી નથી. જો આપના સાથીને તકલીફ પડતી હોય તો ફોરપ્લેમાં સમય વધારી શકો છો. અથવા કોઇ પણ ક્રિમ કે તેલનો પ્રયોગ પ્રવેશ પહેલા કરવાથી તેમને તકલીફ નહી થાય.

***


સમસ્યા: મારી ઉંમર 34 વર્ષની છે. સેક્સલાઈફમાં કોઈ જ પ્રકારની સમસ્યા નથી. હું ને મારી પત્ની બંનેને સંતોષ મળે છે. મારી સમસ્યા એ છે કે મારુ વીર્ય એકદમ પાતળું અને પાણી જેવું આવે છે. તો હું પિતા બનવા સક્ષમ ગણાવું કે નહીં? મારે લગ્ન કર્યાને એક વર્ષ થયું છે, પણ બાળક રહેતું નથી. આનો ઝડપી ઉપાય જણાવશો. ક્યારે સેક્સ માણવાથી બાળક રહે તેનો ચોક્કસ સમયગાળો જણાવશો.


ઉકેલ: એકવારના સ્ખલનમાં 69% સેમાઇકલ વેસિકલ, 30%પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ અને
માત્ર એક ટકો વીર્ય હોય છે. આ એક ટકો વિર્યની અંદર લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે.
જે નરી આંખે દેખાતા નથી. આ શુક્રાણુ યોનિમાર્ગની દિવાલ સાથે ચોટી જાય છે. અને ધીરે ધીરે ગતિ કરતા ગર્ભાશયમાં પહોંચી જાય છે. જો આ વખતે સ્ત્રીના અંડાશયમાંથી સ્ત્રી બીજ ત્યાં આવેલ હોય અને આ બન્નેનું મિલન થાય તો ગર્ભ રહેતો હોય છે. આના માટે વિર્ય પાતળું, ઘાટું, સફેદ કે પીળું હોવાથી કોઇ જ ફરક પડતો નથી. ગર્ભ રહેવા માટે પુરુષના શુક્રાણુની સંખ્યા અને તેની હલન-ચલન શક્તિ અગત્યની છે. સ્ત્રી બીજ માસિકના બારમાંથી અઢારમાં દિવસની વચ્ચે છુટ્ટુ પડતું હોય છે. માટે આ દિવસોમાં તમારે નિયમિત સંબંધ રાખવો જોઇએ. સૌ પ્રથમ તો આપના વીર્યનો રિપોર્ટ કરાવો. એના માટે ઓછામાં ઓછું ત્રણ દિવસ અને વધારેમાં વધારે પાંચ દિવસ સુધી સંબંધ રાખેલ ન હોવો જોઇએ. જો આપના રિપોર્ટ નોર્મલ આવે તો પત્નિના રિપોર્ટ કરાવવા જરૂરી છે. પરંતુ જો કોઇ કારણસર આપના શુક્રાણુ સંખ્યામાં ઓછા હોય અથવા કોઇ તકલીફ હોય તો ચિંતા કરવા જેવું નથી. નવી આવેલ દવાઓથી શુક્રાણુની સંખ્યા અને હલન-ચલન શક્તિ ચોક્કસ વધી શકે છે. મિત્રો મને આ વિભાગમાં રોજના ખૂબ જ પત્રો આવે છે. એટલે ઝડપથી ઉત્તર આપવો શક્ય નથી. આપ ચોક્કસ પિતા બની શકો છો.

***


સમસ્યા: આપે એક પત્રનો થોડા સમય પહેલા જવાબ આપેલ. એમાં મારી નજરે જોવા જાવ તો પુરુષ સ્ત્રી પાસે સ્વચ્છતાનો આગ્રહ રાખે પણ પોતાના જનનાંગો સ્વચ્છ ન રાખે, શેવિંગ ન કરે તો સ્ત્રીનું મન મરી ન જાય? સ્ત્રીને પડદામાં રાખો અને પુરુષ માત્ર લુંગી કે પાયજામામાં રહેતો હોય તે શું યોગ્ય છે? અથવા સુંદર પત્ની હોવા છતાં પારકી નાર તરફ ખરાબ નજર રાખનાર પતિ તરફ પત્નીને ગુસ્સો ન આવે ?

તાળી ક્યારેય એક હાથે ન વાગે. તમારી પત્નિ પણ એટલી જ સુંદર છે જેટલી બાજુવાળાની પરંતુ આપણને પડોશીનો જ બગીચો સુંદર લાગતો હોય છે.

ઉકેલ: આપની વાત એકદમ સાચી છે. મેં એવી કેટલીય સ્ત્રી દર્દીઓ જોઇ છે, જેમની કામેચ્છા માત્ર પતિના શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધ, મોંમાથી આવતી વાસ, ગુટકા અને સિગારેટ-બીડીની વાસને કારણે મરી ગઈ હોય. જે રીતે શરીરના બીજા ભાગ જેમ કે
હાથ-પગ, કાન, નાક વગેરે સાફ કરીએ છીએ તે જ રીતે દરેક સ્ત્રી-પુરુષે પોતાના પ્રાઇવેટ ભાગ પણ દરરોજ સાબુ અને પાણી દ્વારા સાફ કરવા જ જોઇએ. પ્રાઇવેટ ભાગના વાળ પણ પંદર-વીસ દિવસે કાતરની મદદ દ્વારા કાપવા જોઇએ. શેવિંગ કરવાથી વાગી જાય તો ચેપ લાગી શકે છે. આપણે સભ્ય સમાજમાં રહીએ છે. જે નિયમો સ્ત્રીઓ માટે છે તે પુરુષો માટે પણ છે. પુરુષોએ પણ યોગ્ય અને પૂરતા કપડા પહેરવા જ જોઇએ. આમ ન કરવાથી ઘણીવાર સ્ત્રી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઇ જતી હોય છે. હું દરેક પુરુષને જે લગ્ન બહાર સંબંધ રાખે છે તેમને જરૂર પૂછતો હોઉં છું કે, ધારો કે જો તમારી પત્નીના બીજા પુરુષ સાથે સંબંધ હોય તેવું તમને માલૂમ પડે તો શું તમે તે સ્વીકારી શકશો ખરા? તમને જો માત્ર વિચારથી જ ગુસ્સો આવી જતો હોય તો તમે એમ કેમ માની લો છો કે તમારો આ લગ્નબાહ્ય સંબંધ પત્ની સ્વીકારી લેશે? તાળી ક્યારેય એક હાથે ન વાગે. તમારી પત્નિ પણ એટલી જ સુંદર છે જેટલી બાજુવાળાની પરંતુ આપણને પડોશીનો જ બગીચો સુંદર લાગતો હોય છે. કારણ કે એમ બનતું હોય છે કે આપણે પોતાના ઘરના બગીચાની અવગણના કરતા હોઈએ છીએ.
[email protected]

X
article dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી