કામ સંહિતા / પુરુષોએ આવી સમસ્યાથી ગભરાવું નહીં

article by dr. parash shah

ડૉ. પારસ શાહ

Apr 21, 2019, 04:50 PM IST

શિશ્નોત્થાનની સમસ્યા અંગે હજી ઘણાં દંપતીઓ ખાસ કરીને મહિલાઓમાં બહુ ઓછી જાણકારી જોવા મળે છે. શિશ્નોત્થાનની સમસ્યા સામાન્યતઃ પ્રૌઢ વયના પુરુષોમાં જોવા મળે છે. જો તમે એમ માનતા હોવ કે વધતી જતી વયની સાથે તેનો સંબંધ છે તો તમારી આ માન્યતા ભૂલભરેલી છે. અમદાવાદમાં રહેતી 34 વર્ષીય શિલા પણ આવી જ એક મહિલા છે જેને આ સમસ્યા અંગે ખાસ કોઈ માહિતી નથી. તેના 38 વર્ષીય પતિએ આજથી 3 વર્ષ અગાઉ આ સમસ્યા માટે સારવાર લેવાની શરૂઆત કરી હતી. શિલા પોતાનો અનુભવ વર્ણવતાં જણાવે છે કે શરૂઆતમાં તમે એમ માની લો છો કે ચિંતાને કારણે તમારી જાતીય ઇચ્છાઓ મંદ પડી ગઈ છે, પરંતુ તેમની આ સમસ્યા ચિંતાજનક હદે વધી ગઈ અને તેઓ દવા લીધા વગર સેક્સ માણી શકતાં નહોતાં.
જોકે, આવી સમસ્યાનો ભોગ બનનાર તે એકલા નથી. શિશ્નોત્થાનની સમસ્યા તેમજ યોનિમાં શિશ્નપ્રવેશ સાથે જ અથવા તો તે પહેલાં જ સ્ખલન થઈ જવાની સમસ્યા મોટાભાગના પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન અનુભવી ચૂક્યા હોય છે. ત્રીજા ભાગના પુરુષો આ સમસ્યામાંથી પસાર થાય છે અને મોટાભાગના તેના ઉપાય અંગે અજાણ છે. 40 વર્ષની વય પછી આ સમસ્યામાં તીવ્રતાથી વધારો જોવા મળે છે. શિલાના પતિની જેમ ડાયાબિટીસ ધરાવતા પુરુષોમાં સામાન્ય પુરુષોની તુલનાએ શિશ્નોત્થાનની સમસ્યાનો ભોગ બનવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે. ડાયાબિટીસને કારણે રુધિરવાહિનીઓ તથા ચેતાકોષોને નુકસાન થાય છે, જેના લીધે શિશ્નની ટટ્ટાર થવાની પ્રક્રિયામાં અવરોધ સર્જાય છે.
હાઇ બ્લડપ્રેશરની સારવાર માટેની દવાઓ અને કેટલાક ચોક્કસ પ્રકારના એન્ટિ ડિપ્રેશન્ટ્સ શિશ્નોત્થાનની સમસ્યા સર્જી શકે છે. શિશ્નોત્થાનની કેટલીક સમસ્યાઓમાં સિલ્ડેનાફિલ જેવી દવાઓ સહાયરૂપ નીવડી શકે છે. જોકે, કદાચ તેની આડઅસર પણ થાય કે તમે તેના બંધાણી બની જાવ તેવો ભય પણ રહેલો છે. જો તમે હૃદયરોગથી પીડાતા હોવ તો આ સારવાર તમારા માટે યોગ્ય નથી. આ મુદ્દે તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
સેક્સલાઇફમાં સમસ્યાથી બચવા શું કરવું?
નવાે પ્રયોગ અજમાવો - ઘણીવાર કોઈ એક નવા પ્રયોગથી કામોત્તેજનામાં વધારો થાય છે. આવી ક્રિયામાં ફોરપ્લેને વધુ સમય આપવો.
દબાણમાં ન આવો - શિશ્ન પર કાર્યક્ષમતા દાખવવાનું દબાણ ન લાદશો. શિશ્ન ઉત્તેજિત નહીં થાય તો શું, હું યોગ્ય રીતે પર્ફોર્મ કરી શકીશ કે નહીં, તે મારા વિશે શું વિચારશે આવા તમામ વિચારો છોડી કંઈક બીજું વિચારો અને થોડોક સમય તમારા મનને અન્યત્ર વાળો.
ધુમ્રપાન બંધ કરો - ધુમ્રપાનથી રક્તવાહિનીઓને નુકસાન થાય છે અને તેના લીધે શિશ્નમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. આ ઉપરાંત નિકોટિન રુધિરવાહિનીઓને સંકોચવાનું કામ કરે છે, જેના લીધે પણ શિશ્નમાં લોહીનો પ્રવાહ ઓછો પહોંચે છે.
[email protected]
X
article by dr. parash shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી