જાણવું જરૂરી છે / અમને સંતાન મળે તે માટે શું કરીએ?

article by dr. parash shah

ડૉ. પારસ શાહ

Apr 10, 2019, 03:40 PM IST

સમસ્યા: મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે, પણ સંતાનસુખ નથી. અમે ડોક્ટર પાસેથી H.S.G. નો રિપોર્ટ કરાવ્યો હતો. તેમાં પત્નીને જમણી બાજુની એક નળી છે જ નહી.ડોક્ટર કહે છે કે એક નળીથી પણ બાળક રહી શકે છે. એ ડોક્ટરે બે વર્ષ સુધી દવાઓ આપી, પણ પરિણામ શૂન્ય છે. તો અમને બાળક રહે તેવો ઉપાય બતાવવા વિનંતી.
ઉકેલ: દરેક સ્ત્રીમાં એક જમણી બાજુ અને એક ડાબી બાજુ નળી આવેલી હોય છે. આ નળીને ફેલોપિયન ટ્યૂબ કહેવામાં આવે છે. દર મહિને અંડકોષમાંથી સામાન્ય રીતે એક સ્ત્રીબીજ છૂટું પડે છે. જે એક મહિને જમણી નળીમાંથી અને બીજા મહિને ડાબી નળી દ્વારા ગર્ભાશયમાં પહોંચે છે. જો આ વખતે પુરુષના શુક્રાણુ ગર્ભાશયમાં પહોંચે અને સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થાય તો ગર્ભ રહે છે. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષના બધા રિર્પોટ નોર્મલ હોય. કોઈ જ ગર્ભનિરોધક સાધનનો ઉપયોગ ન કરેલ હોય અને ફર્ટાઇલ દિવસોમાં સંબંધ રાખેલ હોય તો ચાર-પાંચ મહિનામાં મોટાભાગનાં યુગલોને બાળક રહી જતું હોય છે. આપનાં પત્નીને એક નળી નથી જેથી તેમનામાં સમય થોડો વધુ લાગી શકે છે. આપનાં પત્નીનો માત્ર ટ્યૂબનો જ રિપોર્ટ થયેલ છે. માટે સૌ પ્રથમ તો ડાયેગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી(દુરબીન દ્વારા તપાસ) કરાવવી જરૂરી છે. તેના દ્વારા નળી ઉપરાંત ગર્ભાશય, અંડકોષ વગેરેનો પણ સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે, જેથી યોગ્ય નિદાન થઈ શકે છે. જો બધું બરાબર આવે તો આઇ.યુ.આઇ. સારવાર કરાવવી જોઈએ. આ સારવાર ખૂબ ખર્ચાળ પણ નથી.
સમસ્યા: મારી અને મારા પતિની ઉંમર 34 વર્ષની છે. અમારે પહેલું બાળક લગ્ન પછી તરત જ રહી ગયેલું. અમારુ બાળક હવે ચાર વર્ષનું થવા આવશે. મેં ફક્ત ત્રણ મહિના ગર્ભનિરોધક ગોળીઓ વાપરી હતી. ત્યારબાદ ક્યારેય ગર્ભનિરોધક વસ્તુ કે દવા વાપરી નથી. જ્યારે પહેલીવાર મારો અને પતિનો સંબંધ બંધાયો હતો ત્યારે એમનું શિશ્ન મારા યોનિમાર્ગના મોઢામાં થોડી સેકન્ડ પ્રવેશ્યું હતું. એવું થાય ત્યારે બાળક પેદા થઇ શકે એવું હોય છે કે શું? મને દિવસો કેમ રહેતા નથી ? દર મહિને એક-બે દિવસ વહેલી પિરીયડમાં બેસું છું. પરંતુ માસિક નિયમિત આવે છે.
ઉકેલ: તમારા પત્રની વિગત ઉપરથી એવું લાગે છે કે તમે પતિ-પત્ની યોનિમાર્ગમાં સમાગમ જ કરતા નથી. બારમાંથી અઢારમાં દિવસની વચ્ચે મોટાભાગની સ્ત્રીઓને સ્ત્રી બીજ છુટું પડતું હોય છે. માટે આ દિવસોમાં દરરોજ જાતીય સંબંધ રાખો. પછી જો સફળતા ના મળે તો પતિના વિર્યની તપાસ સારી લેબોરેટરીમાં કરાવી લો. આ માટે ઓછામાં ઓછું ત્રણ દિવસ અને વધારેમાં વધારે પાંચ દિવસ સુધી સ્ખલન ના થયેલ હોય તે જરૂરી છે. વિર્ય ઘરેથી ના લઇ જતા. જો તેમનો રિર્પોટ નોર્મલ આવે તો તમારા રિર્પોટ કરાવવા પડે. અને જો તમારા બન્નેના રિર્પોટ નોર્મલ આવે તો તમારે સ્ત્રીબીજ સારી રીતે બને તે માટેની અમુક દવાઓનો કોર્ષ કરવો જોઇએ અને પછી આઇ.યુ.આઇ. પદ્ધતિ દ્વારા સારવાર લેવી જોઇએ. મોટાભાગના યુગલોને આ સારવારમાં ત્રણથી ચાર સાયકલમાં પરિણામ મળી જતું હોય છે અને આ પ્રમાણમાં બિનખર્ચાળ છે.
સમસ્યા: મારી ઉંમર 50 વર્ષની છે. મારી પત્નીની ઉંમર 35 વર્ષ છે. છેલ્લાં બે વર્ષથી હું તેને સંતોષ આપી શકતો નથી. મારી ઇન્દ્રિય ઉત્તેજિત થતી નથી અને થાય તો એકદમ જલદીથી ડિસ્ચાર્જ થઈ જાય છે. જાહેરખબરિયા ટોનિક ટેબ્લેટ લેવાથી કોઈ ફાયદો થયો નથી.
ઉકેલ: આપને બે તકલીફ છે. એક ઇન્દ્રિયમાં ઉત્તેજના નથી આવતી અને બીજી તકલીફ શીઘ્રસ્ખલનની છે. આપની તકલીફ બે વર્ષથી છે, જેથી તે શારીરિક હોવાની શક્યતા વધારે છે. સમાગમની સંખ્યા ન ઘટાડવી શીઘ્રસ્ખલન ધરાવતા પુરુષો પોતાની આ તકલીફ છુપાવવા, સુધારવા બધું જ કરી છૂટે છે, પરંતુ જ્યારે સુધારો નથી દેખાતો ત્યારે તેઓ હતાશ થઈ જાય છે અને સમાગમ ઘણીવાર મહિનામાં એકાદવાર જ કરવાનો પ્રયત્ન થાય છે. આના કારણે સ્ખલન વધુ ને વધુ ઝડપી, વધુ ને વધુ અનિયંત્રિત થતું જાય છે, કેમ કે સ્ખલન નિયંત્રણ માટે સેક્સનું સાતત્ય હોવું જરૂરી છે. નોર્મલ પુરુષોમાંય અનિયમિતતાને કારણે ક્ષણિક શીઘ્રસ્ખલનની તકલીફ થઈ શકે છે. ત્રીજી વાત, શીઘ્રસ્ખલન રોકવા કેટલાક પુરુષો પોતાનું ધ્યાન બીજી તરફ વાળી દેતા હોય છે. આમ ક્યારેય ન કરવું. આમ કરવાથી ઘણીવાર ઇન્દ્રિયમાં ઢીલાશ આવી જાય છે અને સમાગમ અશક્ય બની જતો હોય છે. શીઘ્રસ્ખલનના ઉપાય તરીકે બજારમાં મળતા સ્પ્રેનો ઉપયોગ ક્યારેય ન કરવો. આ મુશ્કેલીઓમાં પણ સચોટ નિદાન પછી યોગ્ય સારવાર લેવાથી આ બીમારીમાંથી છુટકારો મેળવી શકાય છે.
[email protected]
X
article by dr. parash shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી