કામ સંહિતા / સેક્સમાં કોઈ યોજના કે ચોઘડિયાની રાહ ન જોવાય

article by dr. parash shah

ડૉ. પારસ શાહ

Apr 07, 2019, 04:46 PM IST

આજે આપણે વધારે વખત જાતીય સમાગમ માણવાની નહીં, પરંતુ બહેતર રીતે સંતોષકારક સમાગમનો આનંદ માણવા વિશે વાત કરીશું. સમાગમની સંખ્યા એ કામોત્તેજનાનો માપદંડ નથી. તેમાં લાગણીઓ હોવી આવશ્યક છે. જો તમને સેક્સ માણવાની ઇચ્છા થાય તો સેક્સ માણતા પહેલાં, દરમિયાન અને પછી પણ જો તમારો આનંદ જળવાઈ રહે તો કહી શકાય કે તમે તંદુરસ્ત કામોત્તેજના ધરાવો છો. કામોત્તેજના ગુમાવવાની સમસ્યાના નિરાકરણ માટે અહીં કેટલાંક સૂચનો રજૂ કરાયાં છે.
સ્પર્શને મહત્ત્વ આપી કામોત્તેજના વધારો : જ્યારે તમને સેક્સ માટેની ઇચ્છા જ ન હોય ત્યારે તમે કુંઠિત હોવાનું અનુભવો છો. તમારી લાગણીઓ જાણે કે થીજી ગઈ છે. આ થીજી ગયેલી લાગણીઓને ફરીથી પ્રવાહિત કરવા શારીરિક અને માનસિક સ્તરે સક્રિય પ્રયાસો જરૂરી છે. તમારા સાથી સાથે કોઈ સારી ગેમ રમો, તેની સાથે વોકિંગ પર જાવ કે સાથે કસરત કરો. આમ કરવાથી તમારામાં નવા ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થશે અને સેક્સ્યુઅલ કોન્ફિડન્સમાં વધારો થશે.

  • સમાગમની સંખ્યા એ કામોત્તેજનાનો માપદંડ નથી. તેમાં લાગણીઓ હોવી આવશ્યક છે

અપેક્ષાઓ વાસ્તવિક રાખો : દરેક જાતીય સમાગમ સંપૂર્ણ હોય તે જરૂરી નથી, એ બાબત ધ્યાનમાં રાખવાથી પરફોર્મન્સ અંગેની ચિંતાનું દબાણ દૂર થઈ જાય છે. આશરે 40-50 ટકા જેટલા જ જાતીય સમાગમ પારસ્પરિક રીતે સંતોષકારક રહેવા પામતા હોય છે. કોઈ વખત જ્યારે તમારી ઇચ્છા મુજબનું પરિણામ ન મળે તેવા સંજોગોમાં તે બાબતને હળવાશથી લેવાથી તમારો સાથી ફરીથી નવા પ્રયોગ માટે પ્રેરાશે, કારણ કે તમારા હકારાત્મક અભિગમને કારણે તેના પરનું દબાણ-ચિંતા બંને દૂર થઈ જાય છે.
કલ્પનાશક્તિનો ઉપયોગ : જાતીય ક્રીડાઓ અંગેની અવનવી કલ્પનાઓને બેડરૂમમાં અજમાવવામાં કંઈ ખોટું નથી તેમ સેક્સોલોજિસ્ટ્સ પણ કહે છે. તમારી કલ્પનાઓ જણાવ્યા બાદ તમારા સાથીને તેની સેક્સ્યુઅલ ફેન્ટેસી વિશે પૂછો. જો તમારી પાર્ટનર કહે કે તેણે આ વિશે કંઈ વિચાર્યું જ નથી તો ત્યાં અટકી ન જાવ. તેને કોઈ એક એવી વસ્તુ વિશે પૂછો, જે તેને ખુશ કરવા પુરુષ તેને આપે તેવી અપેક્ષા રાખી હોય.
ખરેખર તો સેક્સ એ ત્વરિત આવેગ આધારિત છે, જેમાં કોઈ યોજના કે ચોઘડિયાની રાહ જોવાની નથી હોતી એ સાચું, પરંતુ નોકરી, પરિવાર તથા જીવનની વ્યસ્તતા વચ્ચે કામેચ્છાઓ જાગૃત થવા માટે પૂરતો સમય નથી રહેતો. જેથી તમારે આયોજન કરી તે માટે તૈયારી કરવી પડે છે.
સમગ્ર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરો : પુરુષો માટે સેક્સ મહદંશે જનનાંગો પર કેન્દ્રિત હોય છે. ખરેખર તો અન્ય ઉત્તેજનાસભર અંગો પર ધ્યાન આપવાથી પરફોર્મન્સ અંગેનું દબાણ કે ચિંતા હળવી થવાની સાથે સાથે જ નવા આનંદની અનુભૂતિ થાય છે. જાતીય સુખના આનંદ અને સંતુષ્ટિને પામવાનું ધ્યેય રાખો નહીં કે માત્ર ચરમસીમા સુધી પહોંચવાનું વિચારો.
નિષ્ણાત તબીબ મદદરૂપ બને છે. : કામોત્તેજનાની સમસ્યાની સારવારમાં સેક્સોલોજિસ્ટની સલાહ ઉપયોગી થઈ પડે છે. આથી જ નિષ્ણાત તબીબનું માર્ગદર્શન લેવામાં સંકોચ કે શરમ રાખશો નહીં.

[email protected]

X
article by dr. parash shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી