જાણવું જરૂરી છે / દરરોજ સેક્સ માટે હઠાગ્રહ ન રાખવો જોઈએ

article by dr. parash shah

ડૉ. પારસ શાહ

Apr 03, 2019, 05:52 PM IST

સમસ્યા: મારે અગિયાર વર્ષનો બાબો છે. તેની ઇન્દ્રિય મેં ઉત્તેજિત અવસ્થામાં જોઈ નથી. સામાન્ય રીતે નાનાં બાળકો સવારે ઊઠે ત્યારે ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં હોય છે. કઈ ઉંમરે ઉત્તેજિત થવી જોઈએ?
ઉકેલ: મૂત્રાશય અને પુરુષની ઇન્દ્રિયનો નર્વ સપ્લાય એક જ હોય છે. એટલે જ્યારે મૂત્રાશય પેશાબથી ભરાય ત્યારે તે મગજમાં તેને ખાલી કરવા સંદેશો મોકલે છે, પરંતુ મગજને એ ખબર પડતી નથી કે આ સંદેશો મૂત્રાશય તરફથી છે કે ઇન્દ્રિય તરફથી. એ જ કારણસર આ વખતે ઇન્દ્રિયમાં ઉત્તેજના અનુભવાતી હોય છે, પરંતુ જેવો પેશાબ થઈ જતાં ઇન્દ્રિયમાં ઉત્તેજના શમી જાય છે. જો વહેલી સવારે ઉત્તેજના ન અનુભવાય તેનો મતલબ નપુંસકતા નથી. તમારે હજી બીજા ઓછામાં ઓછાં ચાર-પાંચ વર્ષ રાહ જોવી જોઈએ. પછી જો તકલીફ લાગે તો લેબોરેટરી અને જરૂર હોય તો સચોટ નિદાન માટે રિજિસ્કેન પ્લસ ટેસ્ટ કરાવવો જોઈએ. હાલના તબક્કે કોઈ જ ડોક્ટરને બતાવવાની જરૂર નથી. જો આ ઉંમરે કોઈ ખોટી દવા કે હોર્મોન્સનાં ઇન્જેક્શન આપે તો ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે. માટે અત્યારે આ માટે કોઈ જ ચિંતા કરવાનું છોડી દો. નવ્વાણુ ટકા તો બીજાં બાળકોની જેમ જ ઉંમર વધતાં ઉત્તેેજના અનુભવાશે.
સમસ્યા: મારી ઉંમર 55 વર્ષની છે. પત્નીની ઉંમર 58 વર્ષની છે. છેલ્લાં 5-6 વર્ષથી તેનું માસિક બંધ થઈ ગયેલું છે. તેની સાથે કોન્ડોમ વિના સમાગમ ક્યારેક તક મળતાં કરી લઉં છું. તો ગર્ભ રહેવાની શક્યતા ખરી?
ઉકેલ: જો માસિક સદંતર એકાદ વર્ષથી બંધ હોય તો બાળક રહેવાની બિલકુલ શક્યતા રહેતી નથી. જેથી આપ બિલકુલ ચિંતા કર્યા વગર જ્યારે પણ બંને વ્યક્તિની ઇચ્છા હોય ત્યારે જેટલી પણ વખત સમાગમ માણવો હોય ત્યારે માણી શકો છો. નિરોધ અથવા બીજા ગર્ભનિરોધક સાધનનો આપે ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી.

સમસ્યા: એવી કોઈ રીત છે કે જેથી હું મારી પત્ની સાથે કોઈ આંતરિક કે બાહ્ય ગર્ભનિરોધકો જેવા કે નિરોધ, ગર્ભનિરોધક ગોળીઓ વગર જાતીય જીવન માણી શકું?
ઉકેલ: જો તમે કોઈ જ આંતરિક-બાહ્ય ગર્ભનિરોધકના ઉપયોગ વગર સંતતિ નિયમન કરવા માગતા હોવ તો તમારે સેફ પિરિયડ ફોલો કરવો જોઈએ. આ એ સમયગાળો છે કે તે દરમ્યાન સ્ત્રીબીજ ગર્ભાશયમાં હોતું નથી. તેથી શુક્રાણુ ગર્ભાશયમાં જવા છતાં બાળક રહેતું નથી. આ સમય એટલે સ્ત્રીના માસિક સાઇકલના બારમાથી અઢારમા દિવસ સિવાયના દિવસો, પરંતુ કોઈ કારણસર માસિક બે-ચાર દિવસ આગળ પાછળ થાય તો આ દિવસોને રિલેટિવલી સેફ દિવસો કહેવાય. અમુક લોકો સ્ખલન પહેલાં ઇન્દ્રિયને યોનિમાર્ગમાંથી બહાર કાઢી, બહાર સ્ખલન કરાવતા હોય છે, પરંતુ તેમાં ઘણીવાર પ્રવેશ વખતની ચીકાશમાં બે-ચાર શુક્રાણુ આવી જતા હોય છે. બાળક થવા માટે તો એક જ શુક્રાણુ કાફી હોય છે. માટે નિરોધ અથવા ગર્ભનિરોધક ગોળીનો પ્રયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. જો તમારે એકાદ બાળક પણ હોય અને ટેમ્પરરી બીજું બાળક ન જોઈતું હોય તો સ્ત્રી માટે ‘કોપર-ટી’ પણ એક સારો વિકલ્પ છે. આજકાલ નવી આવેલ ‘કોપર-ટી’ને પાંચ વર્ષ સુધી બદલવાની ઝંઝટ રહેતી નથી, પરંતુ અમુક સ્ત્રીઓને તે માફક આવતી નથી. તેઓએ તેને દૂર કરાવવી પડે છે. જો આપને પૂરતાં બાળકો હોય, નાના બાળકની ઉંમર પાંચ વર્ષ થઈ ગયેલી હોય તો પુરુષ નસબંધી એ કાયમના ઇલાજ તરીકે કરાવી શકો છો. તેનાથી જાતીય જીવનમાં કોઈ જ નબળાઈ આવતી નથી.
સમસ્યા: મારા પતિ રોજ સેક્સની માગણી કરે છે, પણ હું રોજ સેક્સ માટે તૈયાર નથી. મારે શું કરવું?
ઉકેલ: જો બેમાંથી એક પણ સાથી સેક્સ માટે તૈયાર ન હોય તો એ માટે હઠાગ્રહ ન રાખવો જોએ. સેક્સ હંમેશાં એકબીજાની ઇચ્છા હોય ત્યારે જ થાય તે ઉત્તમ છે. પતિ-પત્ની વચ્ચે સેક્સની ઇચ્છા ઓછીવત્તી હોય એ સામાન્ય વાત છે, પરંતુ બન્ને જણે એકમેકને અેડજસ્ટ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપ થાકેલા હોય અને સેક્સની બિલકુલ ઇચ્છા ન હોય તે દિવસે આપ પતિને હસ્તમૈથુન દ્વારા આનંદ અપાવો તો ચાલે. આમાં બન્નેની ઇચ્છા પૂરી થશે અને કોઈ જ મનદુ:ખ નહીં થાય.
સમસ્યા: ફોરપ્લે વખતે મારી પત્નીને યોનિમાર્ગમાં પુષ્કળ ચીકાશ પડતું પ્રવાહી વહે છે. સેક્સ કરતી વખતે વધારે ભીનાશને કારણે મને પૂરતો આનંદ આવતો નથી.
ઉકેલ: પત્નીને યોનિમાર્ગનો ચેપ છે કે કેમ તેની તપાસ કરાવી લો, કારણ કે યોનિમાર્ગના ચેપમાં પણ ફોરપ્લે દરમ્યાન સફેદ પાણીનો વધુ પ્રમાણમાં સ્ત્રાવ થાય છે. જો બધું બરાબર હોય તો ઉપાય સરળ છે. યોનિપ્રવેશ પહેલાં જ્યારે તમને લાગે કે ચીકાશ વધી ગઈ છે ત્યારે યોનિમાર્ગ અને આપની ઇન્દ્રિય કોટનના રૂમાલથી લૂછી નાખો, તકલીફ દૂર થઈ જશે અને પૂર્વવત્ આનંદ મળવા લાગશે.

[email protected]

X
article by dr. parash shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી