કામ સંહિતા / કામેચ્છા ગુમાવી દીધાનો ખ્યાલ કેવી રીતે આવે?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Mar 17, 2019, 06:02 PM IST

ઘણા ખરાના જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે જાતીય વિષયોમાં તેમનો રસ ઘટી જાય છે, જાતીય સુખ માણવાની તેમની કામનાઓ મંદ થઈ જાય છે અથવા તે પ્રત્યે વધતાઓછા અંશે અણગમો પેદા થાય છે. સ્ત્રીઓની તુલનાએ કામેચ્છા મંદ પડી જવાની કે તેમાં ઘટાડો થવાની સમસ્યા પુરુષોમાં પ્રમાણમાં ઓછી જોવા મળે છે. આશરે 20થી 25 ટકા પુરુષો તેનો ભોગ બને છે જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ બમણાથી પણ વધુ જોવાય છે. અહીં નોંધનીય બાબત એ છે કે એકવાર જાતીય ઇચ્છાઓ સુષુપ્ત કે મંદ પડી જાય ત્યાર પછી આજીવન એ જ સ્થિતિમાં જીવન પસાર કરવું પડે તેવું સહેજ પણ નથી. તમે તમારી જાતીય ઇચ્છાઓને ફરીથી અગાઉ જેવી જ ઉષ્માસભર અને સક્રિય બનાવી શકો છો.તમે કામેચ્છા ગુમાવી દીધી છે તે કેવી રીતે જાણશો?

  • જાતીય ઇચ્છાઓ એકાએક ગાયબ નથી થઈ જતી, તે ધીમી ગતિએ આકાર લેતી પ્રક્રિયા છે

કામેચ્છા કે જાતીય ઇચ્છાઓ એકાએક ગાયબ નથી થઈ જતી. આ એક તબક્કાવાર અને ધીમી ગતિએ આકાર લેતી પ્રક્રિયા છે. તેનું ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ હોવા છતાં કેટલાક ચોક્કસ માપદંડને આધારે આ સમસ્યાને ઓળખી શકાય છે. છેલ્લા કેટલાક મહિનાઓ કે એકાદ વર્ષમાં સેક્સ માણવામાં રસ ઊડી જવો એ તેનું પ્રાથમિક લક્ષણ છે.

જાતીય સમાગમની સંખ્યાના આધારે જાતીય ઇચ્છાઓની વધઘટનું આકલન ન કરી શકાય, કારણ કે અનેકવાર ઇચ્છાઓ પ્રબળ હોવા છતાં પરિસ્થિતિને કારણે સમાગમ કરવું શક્ય નથી બનતું, પરંતુ હા જો તમે પરિણીત અને સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતાં સપ્તાહમાં માત્ર એકાદ વખત સેક્સ માણતા હોવ તો તમારે સ્વયં એ બાબત નક્કી કરવી જોઈએ કે સપ્તાહમાં એકાદ વખત સેક્સ માણવાથી તમે ખુશ છો કે કેમ?

જો તમે કામેચ્છાઓ ગુમાવવાને લીધે સતત નાખુશ રહેતા હોવ તથા તેને લીધે તણાવ અનુભવતા હોવ તો આ સમસ્યા વધુ વકરે તે પહેલાં જ તેનો ઉકેલ લાવવો જરૂરી છે. આ સમસ્યાનાં પ્રારંભિક લક્ષણો ઓળખવા માટે અહીં કેટલાક પ્રશ્નોનો આપ્યા છે તે તમારી સ્થિતિના સંદર્ભમાં ખોટા કે ખરા છે તે ચકાસો.
- માત્ર બેડરૂમમાં જ તમે એકમેકને સ્પર્શ કરો છો?

- સેક્સથી તમને ઉત્કટતા અને લાગણીના આદાનપ્રદાનનો અનુભવ નથી થતો?
- તમારા બેમાંથી એક જણ હંમેશાં સેક્સની શરૂઆત કરે છે, જ્યારે બીજો દબાણ અનુભવે છે?
- તમને સેક્સ માણવા માટે ઇચ્છા નથી થતી?
- સેક્સ તમને યંત્રવત્ અને કંટાળાજનક પ્રક્રિયા લાગે છે.?
તમને તમારા જીવનસાથી વિશે સેક્સી વિચારો નથી આવતા.
તમે મોટાભાગે મહિનામાં એક કે બે વખત માંડ સેક્સ માણો છો.
ઉપરના સવાલોમાંથી મોટાભાગનાના જવાબો ‘હા’માં હોય તો તમે જાતીય ઇચ્છાઓ ગુમાવી દેવાની સ્થિતિની નજીક છો તેમ કહી શકાય. સમસ્યાનાં વિવિધ કારણો પારખી લેવાં તે યોગ્ય નિદાન માટેનું પ્રથમ પગલું છે.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી