જાણવું જરૂરી છે / જાતીય સુખ ઇન્દ્રિયના કદ પર આધારિત નથી

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Mar 06, 2019, 02:47 PM IST

સમસ્યા: મારી ઉંમર 59 વર્ષની છે. મારા મનમાં જે કાંઈ પ્રશ્ન ઉદ્્ભવે છે એ નીચે મુજબ છે. આપના જણાવ્યા મુજબ વીર્ય દિવસ દરમ્યાન ચોવીસે કલાક ઉત્પન્ન થાય છે. તેનો સંગ્રહ સેમાઇનલ વેસિકલમાં થતો હોય તો શું આ વીર્ય આપણે પાઇપ દ્વારા કે ઓપરેશન દ્વારા બહાર મેળવી શકીએ છીએ? વીર્ય રોકવાથી લાંબા ગાળે શું પ્રોસ્ટેટનો કોઈ રોગ થાય? સ્વપ્નદોષથી નબળાઈ અાવતી હોય છે?
ઉકેલ: વીર્ય ચોવીસે કલાક બનતું રહે છે અને સેમાઇનલ વેસિકલ નામની ગ્રંથિમાં જમા થાય છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ કથન છે. વીર્ય જો નોર્મલ રીતે બહાર આવતું હોય તો તેને પાઇપ દ્વારા બહાર કાઢવાનો હેતુ શું? આ પાણીની ટાંકીમાં પાઇપ મૂકીને પાણી મેળવવા જેવી વાત નથી. આવો અખતરો આજ સુધી કોઈ ડોક્ટરે કરેલ નથી. જેને બાળક ન થતાં હોય અને તેના માટે પુરુષના શુક્રાણુની સંખ્યા જવાબદાર હોય તેવા પુરુષમાં અંડકોષમાં કે જ્યાં વીર્ય બનતું હોય છે ત્યાંથી ઓપરેશન દ્વારા વીર્ય (શુક્રાણુ) બહાર લેવામાં આવે છે અને સ્ત્રીનાં અંડબીજ સાથે બહાર જ ફલિત કરવામાં આવે છે. આ એક ટેસ્ટ ટ્યૂબ બેબીની સારવારનો પ્રકાર છે. સેનાઇનલ વેસિકલની અંદર 69% સ્ત્રાવ આ ગ્રંથિનો પણ હોય છે. તેમજ ત્યાંથી વીર્ય લેવું મુશ્કેલ પણ છે. જેથી ટેસ્ટ ટ્યૂબ બેબીની આ સારવાર માટે અંડકોષમાંથી જ વીર્ય મેળવવામાં આવે છે. હવે આપણે આપના બીજા પ્રશ્ન ઉપર આવીએ. પચાસ વર્ષ પછી પુરુષની ઉંમર

સમસ્યા: હું 28 વર્ષનો યુવક છું. મારાં લગ્નના પંદર દિવસ થયા છે. સમાગમ વખતે યોનિપ્રવેશ બાદ માત્ર પાંચથી સાત સેકન્ડમાં જ સ્ખલન થઈ જાય છે. તો આ સમયગાળો વધારવાનો ઉપાય બતાવવા વિનંતી.
ઉકેલ: લગ્નજીવનના શરૂઆતના દસ-પંદર દિવસ ઘણા પુરુષો શીઘ્રસ્ખલનની તકલીફ અનુભવતા હોય છે. લગ્નજીવનની શરૂઆતમાં અનુભવાતી આ તકલીફનું મુખ્ય કારણ વધારે પડતી એક્સાઇટમેન્ટ હોઈ શકે છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ આ એક્સાઇટમેન્ટ ઓછું થતું જાય છે. સાથે સાથે સમાગમ નિયમિત સમયગાળામાં થતો હોય છે. જેથી આ શીઘ્રસ્ખલનની તકલીફ કોઈ જ સારવાર વગર મટી જતી હોય છે, પરંતુ ઘણા પુરુષોને આ તકલીફ લગ્નના મહિના પછી પણ ચાલુ રહે છે. આવા કિસ્સાઓમાં સારવાર કરવી જરૂરી બની જાય છે અને દવા દ્વારા આ સમયગાળો દસ-પંદર મિનિટનો પણ કરી શકાય છે, પરંતુ તમારે અત્યારે દવા કરવાની જરૂર નથી. થોડા દિવસ રાહ જુવો. જો શીઘ્રસ્ખલન દૂર થઈ જાય તો દવાની જરૂર નથી. જેમ જેમ વધે તેમ તેમ વીર્યનો જથ્થો, કલર, ઘટ્ટતામાં ફેરફાર થતો હોય છે. તેનાથી તેના જાતીય જીવનમાં કોઈ જ ફેરફાર થતો નથી. એક સંશોધન પ્રમાણે જે લોકો જાતીય જીવનમાં વધારે એક્ટિવ હોય છે, તેમને ભવિષ્યમાં પ્રોસ્ટેટનું કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. સ્વપ્નદોષ એ કોઈ દોષ નથી. આ એક મૈથુનનો પ્રકાર છે. જેને નિદ્રામૈથુન કહે છે. જો કોઈ વ્યક્તિ હસ્તમૈથુન અથવા સમાગમ નહીં માણતો હોય તો અમુક વખત પછી સેમાઇનલ વેસિકલ વીર્યથી ભરાઈ જશે. જ્યારે તે તેની મહત્તમ સપાટી વટાવશે ત્યારે તે આપોઆપ બહાર આવી જશે. જો કોઈ વ્યક્તિને આમ થવાથી નબળાઈ અનુભવાતી હોય તો 99% માનસિક હોવાની શક્યતા છે, કારણ કે નાનપણથી જ આપણા મગજમાં ઠસાવવામાં આવેલ છે કે વીર્ય એ શક્તિનો સ્ત્રોત છે, વીર્ય એ જીવન છે.
સમસ્યા: મારી ઉંમર 21 વર્ષની છે. હું અપરિણીત છું અને સેક્સનો અનુભવ નથી. મારી ઇન્દ્રિયનો રંગ બાકીના શરીર કરતાં કાળો છે. તો શું આ કોઈ બીમારી હશે?
ઉકેલ: જાતીય સુખ, આનંદ, કુશળતા વગેરે ઇન્દ્રિયનાં રંગ અને સાઇઝ પર આધાર નથી રાખતા. કેટલાક લોકોની ઇન્દ્રિય બાકીના શરીર કરતાં સહેજ ડાર્ક હોય છે, એનાથી જાતીય જીવનમાં વિપરીત અસર થતી નથી.
સમસ્યા: મારી ઉંમર 23 વર્ષની છે. મારાં લગ્ન આવતા મહિને છે. મારો પ્રશ્ન વાંચીને તમને કદાચ હસવું પણ આવે, પણ મને માર્ગદર્શનની ખૂબ જ જરૂર છે માટે જવાબ આપજો. શું સમાગમ વખતે અમે પતિ-પત્ની એકબીજા જોડે વાતચીત કરી શકીએ?
ઉકેલ: ભાઈ, પ્રશંસા સૌને ગમતી હોય છે. બંનેએ એકબીજાની પસંદ નાપસંદ તેમજ એકબીજાનાં અંગોનાં વખાણ માદકસ્વરે કરવાં જોઈએ, જેથી ઉત્તેજનામાં વધારો થાય છે. બાકી ધંધાની વાત કે પડોશીની વાત કરવાની આ સમયે મનાઈ છે.(કામદેવનું આ હુકમનામું ગણી શકો.)
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી