જાણવું જરૂરી છે / સમાગમમાં ફોરપ્લે અને આફટર પ્લેનું શું મહત્ત્વ છે?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Feb 06, 2019, 01:08 PM IST

સમસ્યા: મારી ઉંમર 19 વર્ષની છે. બે વર્ષ પહેલાં મારે એક ડોક્ટર છોકરા જોડે શારીરિક સંબંધ થયા હતા. તેને બીજી ઘણી છોકરીઓ સાથે પણ સંબંધો હતા. મારી સાથે સંબંધ વખતે પણ અમે કોન્ડમ વાપરેલું ન હતું. મારે માત્ર એની સાથે જ સંબંધ હતો જે હવે નથી. મારા ટૂંક સમયમાં જ લગ્ન થવાનાં છે. હું ઘરમાંથી બહાર જઈ શકતી નથી તો એઇડ્સની તપાસ કેવી રીતે કરાવું? મારી ફ્રેન્ડનું કહેવું છે કે છોકરી એકવાર સંબંધ બાંધી ચૂકી હોય તો તેના પતિને પ્રથમ રાતે જ ખબર પડી જાય, તો શું મારા પતિ મારા પર વિશ્વાસ નહીં મૂકે? મને અત્યારે હસ્તમૈથુનની આદત છે. હસ્તમૈથુન કરવાથી કોઈ નુકસાન તો નહીં થાયને. બાળક રહેવામાં કોઈ તકલીફ નહીં પડેને?
ઉકેલ: એઇડ્સ એક એવી બીમારી છે કે તે અસુરક્ષિત જાતીય સંબંધ રાખવાથી ગમે તેને ગમે ત્યારે થઈ શકે છે. આ માટે આપે જાતે લેબોરેટરીમાં જવું પડે અને એચ.આઇ.વી.નું પરીક્ષણ કરાવવું પડે. માત્ર પાંચ-છ કલાકમાં જ પરિણામ મળી જશે. પ્રથમ સમાગમ વખતે લોહી નીકળવું જરૂરી નથી. યોનિપટલ ખૂબ નાજુક હોય છે, જે રમતા, સાઇકલ ચલાવતા, હસ્તમૈથુનને કારણે તૂટી શકે છે. આ નાના પડદાને મોટો ઇસ્યૂ બનાવવો તે ભૂતકાળની વાત થઈ ગઈ છે. આનાથી કોઈ જ નુકસાન, નબળાઈ આવતી નથી. બાળક રહેવામાં પણ તકલીફ થતી નથી. માટે કોઈ જ ચિંતા કર્યા વગર એઇડ્સનું પરીક્ષણ કરાવી લો અને તે નેગેટિવ આવે તો ભૂતકાળ ભૂલી નવેસરથી જિંદગી શરૂ કરો.

સમસ્યા: છેલ્લા ચાર માસથી સમાગમમાં ચરમસીમા સુધી પહોંચાતું નથી. ખૂબ જ સમય લાગે છે અને વીર્યસ્ત્રાવ થતો નથી. મારી ઉંમર 65 વર્ષની છે અને પત્નીની 64 વર્ષની છે વીર્યસ્ત્રાવ નહીં થવાથી પત્નીને મજા આવતી નથી.
ઉકેલ: શરીરમાં જો વીર્યનું એક પણ ટીપું ન હોય તો પણ જાતીય આનંદમાં ફરક પડતો નથી. વીર્યસ્ત્રાવ નહીં થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. જેમાં પુરુષત્વની ઊણપ કે પ્રોસ્ટેટનું ઓપરેશન પણ હોઈ શકે છે. પત્નીને આ ઉંમરે આનંદ નહીં મળવાનું કારણ મેનોપોઝમાં હોર્મોન્સના ફેરફાર થતા હોય છે. જેથી યોનિમાર્ગમાં ચીકાશ ઓછી થાય છે. ચીકાશના અભાવે સમાગમ વખતે પત્નીને પીડા થઈ શકે છે. માટે ફોરપ્લેનો સમયગાળો વીસ મિનિટ સુધીનો રાખો. નાનકડો પ્રેમાલાપ, સરપ્રાઇઝ ભેટ, આજે તું ખૂબ જ સુંદર લાગે છે, આઇ લવ યુ જેવા બે’ક શબ્દો પણ આકસ્મિક ઉત્કટ કામાનુભવનું નિમિત્ત બની શકે છે. કામક્રીડાની ઝડપ, આસન, સમય, સ્થળ વગેરેમાં પણ થોડા થોડા સમયે પરિવર્તન લાવો. ઘણીવાર યોનિમાર્ગની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જતી હોય છે. તેના કારણે પણ સમાગમ વખતે શિશ્ન પરની પકડ ઓછી થાય છે. આ કારણસર પણ વીર્યસ્ત્રાવ થતા વાર લાગી શકે છે. અથવા બન્નેનો જાતીય આનંદ ઓછો થઈ શકે છે.
સમસ્યા: મારાં આવતા મહિને લગ્ન નક્કી થયાં છે. મારે બે પ્રશ્નો છે. એક, સમાગમ પૂર્વે કરાતા ફોરપ્લે અને આફટર પ્લે વિશે મને વિસ્તૃત સમજૂતી આપશો. મારાે બીજો પ્રશ્ન એ છે કે જે છોકરી સાથે મારાં લગ્ન નક્કી થયાં છે તે દેખાવે ખૂબ સુંદર છે, પરંતુ તેનાં સ્તનો પ્રમાણમાં નાનાં છે. તો કોઈ દવાઓ વગર તેનાં સ્તનો કદમાં મોટાં થાય તે માટે શું કરવું જોઈએ?
ઉકેલ: પતિ-પત્નીએ પહેલી રાત્રિ એકમેકને સ્પર્શ્યા વિના અલગ પથારીમાં સૂવાની વાત્સ્યાયને સલાહ આપી છે. આની પાછળનો આશય છે કે આ દિવસોમાં યુગલ એકબીજાની સાથે વાતચીત કરે અને મનથી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે. આને કારણે બન્નેનાં મનમાં રહેલો સેક્સનો છૂપો ભય હળવો થવામાં મદદ મળે છે. પત્ની સાથે હળવી છેડછાડ, સ્પર્શ અને ચુંબન કરો. એકબીજાની પસંદ-નાપસંદ વિશે ખુલ્લા મને ચર્ચા કરો. કેટલાક માનતા હોય છે કે, પ્રથમ રાત્રિએ પત્નીને પોતે જેટલી પ્રચંડ કામશક્તિનાં દર્શન કરાવશે, એટલી જ પત્ની તેનાથી પ્રભાવિત થશે. પત્નીને જીતવા માટે પ્રબળ કામશક્તિની નહીં, પણ પ્રેમશક્તિની જરૂર છે. હવે વાત આફ્ટરપ્લેની. ઘણા પુરુષો સ્ખલન થતાં જ મોં ફેરવી તરત જ સૂઈ જતા હોય છે. દરેક સ્ત્રીને થાય કે સમાગમ પછી પતિ ચુંબન કરે, આલિંગન કરે અને રોમાન્ટિક વાતચીત કરે. જો પતિને ચરમસીમા વહેલી આવી જાય તો તેને હાથથી, વાઇબ્રેટર વગેરેથી પત્નીને ચરમસીમા અપાવવી જોઈએ. મોટાં સ્તન ધરાવતી સ્ત્રીઓમાં જ કામેચ્છા વધુ હોય છે તે ગેરમાન્યતા છે. સ્તનનું કદ વધારવા કોઈ જ દવા કે તેલ ફાયદાકારક નથી. સર્જરી દ્વારા ચોક્કસ સ્તનનું કદ અને આકાર બદલી શકાય છે. અમુક હળવી કસરતો દ્વારા સ્તનની નીચેના સ્નાયુઓ ઉપસાવી શકાય છે જેથી સ્તન ઉપસી શકે છે.

[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી