કામ સંહિતા / કામેચ્છા ઓછી હશે તો જ તમે સેક્સથી ભાગશો

article by dr. parash shah

ડૉ. પારસ શાહ

Jan 20, 2019, 12:05 AM IST

લગ્નને એકાદ દાયકો પસાર થયા બાદ ઘણાં દંપતી જાતીય જીવનમાં કંટાળો અનુભવતાં હોય છે. બંને વચ્ચે લાગણીઓ યથાવત્ હોવા છતાં સેક્સના મામલે તેમનામાં એક પ્રકારની ઉદાસીનતા જોવા મળે છે. અહીં તમારા લગ્નજીવનને કેવી રીતે વધુ રસપ્રદ અને સંબંધોને કેવી રીતે વધુ ગાઢ બનાવવા તેનાં સૂચનો જણાવ્યાં છે.

  • કામેચ્છા ગુમાવી દેવી દુઃખની બાબત હોવા છતાં તમે તેમાંથી બહાર આવી શકો છો

આગળ જણાવ્યું તેમ તમારું લગ્નજીવન કોઈપણ અડચણ વગર પસાર થઈ રહ્યું હોય, પરંતુ સેક્સ માટેની ઇચ્છા જ ન થતી હોય તેવું બની શકે. તંદુરસ્ત જાતીય જીવન માટે બંને વચ્ચે યોગ્ય સંવાદ કરવાની સાથે સાથે જ આ સંવાદોને બેડરૂમમાં અમલી બનાવવા જરૂરી છે. અહીં તમારી કામેચ્છા વધારવાના કેટલાક ઉપાયો દર્શાવાયા છે.


સેક્સનું ધ્યેય આનંદદાયી સ્પર્શ હોવો જોઈએ, નહીં કે ઓર્ગેઝમઃ સેક્સ માત્ર સમાગમ નહીં, પણ એક વિશિષ્ટ અનુભવ છે. જેમાં અત્યંત સંવેદનશીલ સ્પર્શની મજા માણવાની હોય છે. જરૂરી નથી કે તે તમને સમાગમ કરવા તરફ દોરી જાય.


તમારા સાથીને કઈ બાબતથી સેક્સની ઇચ્છા થાય છે તે જાણવું જરૂરી છે : મોટાભાગે પુરુષો સેક્સ માટે જલદી તૈયાર થઈ જાય છે, જ્યારે મહિલાઓને લાગણીસભર અને સંવેદનશીલ સ્પર્શની જરૂર પડે છે. સંબંધોને વધુ ગાઢ અને સેક્સલાઇફને વધુ રસપ્રદ બનાવવા માટે તમારે આ તફાવત સમજવાની જરૂર છે.


કામેચ્છાને પ્રબળ રાખવા નિયમિત સ્પર્શ જરૂરી છે : જો તમે તમારી લાગણી વ્યક્ત કરવા તમારા સાથીને સ્પર્શ નહીં કરો તો તમારા સંબંધોની ઉષ્મા ઓછી થઈ જશે. આ ઉપરાંત દર બીજા અઠવાડિયે પણ સેક્સ નહીં માણતાં યુગલોમાં બેચેની, તણાવ, ચરમસીમાના સુખ સુધી નહીં પહોંચવું કે સેક્સમાં અસંતોષ જેવી સમસ્યાનો અનુભવ થાય છે, જેને કારણે સેક્સ માણવા અને સ્પર્શ કરવા પ્રત્યે અરુચિ થાય છે.


સંબંધોનાં અન્ય પરિબળોની સાથે સાથે જ બંને વચ્ચે યોગ્ય સંવાદ પણ જરૂરી છે : સામાન્ય રીતે લગ્ન અંગે પુરુષોની સેક્સ અંગેના વિચારો વ્યક્ત કરવાની પદ્ધતિ મહિલાઓ કરતાં અલગ-અલગ હોય છે. મહિલાઓ સામાન્ય રીતે ટૂંકમાં અને પરોક્ષ રીતે તથા વર્તન દ્વારા પોતાની જાતીય ઇચ્છાઓ વ્યક્ત કરે છે. કઈ બાબતથી તેમની જાતીય ઇચ્છાઓ જાગૃત થાય છે અને કઈ બાબત તેમને નથી ગમતી તે અંગે ચર્ચા કરવી જરૂરી છે. તમારી જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ અંગે ચર્ચા કરી તેમનામાં રસ કેળવો. રોમેન્ટિક વાતો કરી રોમાન્સને પુનઃ જાગૃત કરો.


જો તમારી કામેચ્છા ઓછી હશે તો તમને સેક્સની વાત કરવાનું નહીં ગમે. તમને એવો ડર લાગ્યા કરશે કે તમારા સાથીને સારું નહીં લાગે અથવા તો તમે પૂરતી ક્ષમતાથી સેક્સ નહીં માણી શકો. જોકે, સાચી વાત એ છે કે સમસ્યાનો સ્વીકાર કરીને તમે તેને સુધારવાની દિશામાં આગળ વધી શકશો.


કામેચ્છા ગુમાવી દેવી અથવા ઓછી થઈ જવી તે દુઃખની બાબત હોવા છતાં તમે તેમાંથી બહાર આવી શકો છો. આ માટે તમારે તમારી જરૂરિયાતો વિશે જાણી તેને પૂરી કરવા વિશે પગલાં લેવાં જોઈએ.
[email protected]

X
article by dr. parash shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી