Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 57)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

ડિપ્રેશનથી જાતીય જીવન પર થતી અસરો

  • પ્રકાશન તારીખ02 Dec 2018
  •  

ડિપ્રેશન એટલે કે તણાવની જાતીય સંબંધો પર અત્યંત નકારાત્મક અસર પડે છે. તેના લીધે વ્યક્તિની પોતાના સાથી જોડે ભાવનાત્મક રીતે પ્રગાઢ રીતે સંકળાઈ રહેવાની ક્ષમતા પર અસર પડવાની સાથે સાથે જ તેની જાતીય ઈચ્છાઓ મંદ પડી જાય છે અને જાતીય સુખ માણવાનો તેનો આનંદ છીનવાઈ જાય છે.


ડિપ્રેશનથી ઉદ્્ભવતી સર્વસામાન્ય સમસ્યાઓ
આનંદનો અભાવઃ તણાવગ્રસ્ત લોકો અગાઉ જે જાતીય સંબંધની મજા માણતા હતા તેમાંથી રસ ગુમાવી દે છે એટલું જ નહીં પરંતુ તેમના પોતાના કોઈ કામમાં રસ નથી રહેતો કે નથી તેઓ કોઈ પણ બાબતનો આનંદ માણી શકતા.

થાકને કારણે કામાવેગ મંદ પડી જાય છે અને જાતીય ક્ષમતામાં પણ ઘટાડો થાય છે

ઊર્જામાં ઘટાડોઃ થાકને કારણે જાતીયક્રીડા માટેની તેમની શક્તિ મંદ પડી જાય છે. ડિપ્રેશનને લીધે ક્યાં તો બહુ ઊંઘ આવે છે અથવા ઊંઘ સાવ ઓછી થઈ જાય છે અને મોટાભાગે તો પૂરતા આરામથી પણ વ્યક્તિની શારીરિક ઊર્જામાં કોઈ હકારાત્મક ફેરફાર થતો નથી. થાકને કારણે કામાવેગ મંદ પડી જાય છે અને જાતીય ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. પોતાના સાથીને જાતીય સુખ પૂરું પાડવાની ઊર્જા પુનઃહાંસલ કરવી અશક્ય જણાય છે.


જો તમે પણ ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોવ તો તમારી સેક્સ લાઈફને ફરીથી આનંદમય બનાવવા માટે અહીં કેટલાક ઉપાયો દર્શાવાયા છે.


સારવારમાં ફેરફારઃ કમનસીબે ડિપ્રેશન માટે ઉતારી આપવામાં આવતી મોટાભાગની દવાઓને લીધે જાતીય ક્ષમતા પર અસર થાય છે. સ્ત્રી અને પુરુષ બંને માટે સિલેક્ટિવ સેરોટોનિન રિઅપટેક ઈન્હિબિટર્સ (એસ.એસ.આર.આઈ.) તરીકે ઓળખાતી આ દવાઓ જાતીય ઈચ્છાઓને મંદ પાડવા ઉપરાંત જાતીય પરાકાષ્ઠાને અવરોધે છે. એસ.એસ.આર.આઈ.ને લીધે પુરુષોમાં શિશ્નોત્થાનની સમસ્યા સર્જાવાની શક્યતા રહે છે. કોઈ પણ ભોગે ડોક્ટરની સલાહ વગર ઉપચાર બંધ ના કરવો જોઈએ. જો તમે એસએસઆરઆઈ ઉપચાર પર હોવ અને તેનાથી તમારી સેક્સ લાઈફ પર માઠી અસર થઈ રહી હોય તો તમારા માટે અન્ય કોઈ દવા કારગર નીવડે છે કે નહીં તે માટે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.


ડિપ્રેશનને ઘટાડવા પર ધ્યાન આપોઃ તમારા ડિપ્રેશનને સમજવા તથા તેને મૂળમાંથી દૂર કરવા માટે તમારે તમારા ફેમિલી ફિઝિશિયનની મદદ લેવી જોઈએ. માનસિક કવાયત કરવાથી પણ તમારા સ્વભાવમાં સ્થિરતા આવી શકે છે. ફેમિલી ફિઝિશિયનની સહાનુભૂતિથી આશ્વસન મળે છે જે તમારા સ્વભાવને સ્થિર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


તમારા પાર્ટનર સાથે સેક્સોલોજિસ્ટની મુલાકાત લોઃ તમારા પાર્ટનરની સાથે સેક્સોલોજિસ્ટની મુલાકાત લેવાથી જાતીય પ્રક્રિયાઓ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવામાં મદદ મળવાની સાથે સાથે જ જાતીયક્રીડાઓની ટેક્નિક વિશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સેક્સોલોજિસ્ટ જાણે છે કે સેક્સ એક જાતીય પ્રક્રિયા છે જે વ્યક્તિને તેના પાર્ટનર સાથેના ભાવનાત્મક જોડાણને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. સેક્સોલોજિસ્ટ સંબંધો માટે જાતીય પ્રગાઢતા વધે તે માટેનાં સૂચનો પૂરાં પાડે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP