20 વર્ષ પહેલાં જેવું સેક્સ કઈ રીતે માણશો?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Nov 18, 2018, 12:05 AM IST

આપણે બધા જાણીએ છીએ કે નિયમિત કસરત કરવાથી અનેક લાભ થાય છે. નિયમિત કસરતથી વજન ઘટાડવાની સાથે સાથે જ તમે તમારું વજન આરોગ્યની દૃષ્ટિએ સપ્રમાણ રાખી શકો છો. કસરત દ્વારા તમે હાઈ બીપીને નિયંત્રણમાં રાખવાની સાથે સાથે ટાઈપ-2 ડાયબિટીસ અને હૃદયને લગતાં રોગો સામે પણ લડી શકો છો. આ ઉપરાંત તમારામાં ઊર્જાનો સંચાર વધે છે અને તમે સારી ઊંઘ લઈ શકો છો. કસરત કરવાથી માનસિક આરોગ્ય પણ સારું રહેતું હોવાથી આત્મવિશ્વાસ વધે છે અને ડિપ્રેશનની સ્થિતિને પહોંચી વળવાની ક્ષમતામાં વધારો થાય છે.

નિયમિત કસરતથી બેડરૂમમાં તમારી ક્ષમતા, સ્થિતિસ્થાપકતા અને જોમમાં વધારો થશે

જોકે જો આ બધી બાબતો પણ તમને સેક્સ માટે પ્રોત્સાહિત ન કરી શકે તો અહીં દર્શાવેલા સૂચનને અનુસરોઃ નિયમિત કસરતથી જાતીય જીવનમાં નોંધપાત્ર ફાયદો થાય છે. નિયમિત કસરતથી લાંબા ગાળે તંદુરસ્તી અને ચુસ્ત શરીર જેવા ફાયદા તો થશે જ પરંતુ તેની સાથે સાથે બેડરૂમમાં તમારી ક્ષમતા, સ્થિતિસ્થાપકતા અને જોમમાં વધારો થશે. આનાથી વિશેષ તમારે કયા પ્રોત્સાહન કે પ્રેરણાની જરૂર છે?


નિયમિત કસરતથી શિશ્નોત્થાનની સમસ્યાને દૂર રાખવામાં મદદ મળે છે. એક અભ્યાસ અનુસાર 50થી વધુ વય ધરાવતા અને નિયમિત કસરત કરતા પુરુષોને બેઠાડું પુરુષોની સરખામણી એ શિશ્નોત્થાનની સમસ્યા થવાનું જોખમ 30 ટકા ઓછું હોય છે.
કસરતથી તમારા જાતીય જીવનને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનાથી શિશ્નોત્થાનની સમસ્યા સર્જાવાનું જોખમ ઘટી જાય છે. કસરતની મદદથી તમારા હૃદયની ધમનીઓનો માર્ગ ખુલે છે અને તેનાથી શિશ્નમાં લોહીનો પ્રવાહ વધે છે.


વળી, નિયમિત કસરત કરતાં લોકોનું શરીર સૌષ્ઠવ, કસરત નહીં કરનારા કરતાં બહેતર હોય છે. જે તેમની સેક્સ અપીલમાં પણ વધારો કરે છે. એક અભ્યાસ અનુસાર સપ્તાહમાં બે કે ત્રણ વખત કસરત કરતા 80 ટકા પુરુષો અને 60 ટકા સ્ત્રીઓએ તેમની કામેચ્છાઓ સરેરાશ કરતાં વધારે હોવાનું અનુભવ્યું છે.


શું તમે 20 વર્ષ પહેલાં જેવું સેક્સ માણતાં હતાં તેવું જોમભર્યું સેક્સ વર્તમાન વયે માણવા ઇચ્છો છો? અભ્યાસ દર્શાવે છે કે નિયમિત સ્વિમિંગ કરતાં લોકો 60 વર્ષની વયે પણ 40 વર્ષના લોકો જેવું જ જાતીય જીવન માણે છે. આ ઉપરાંત બેઠાડું કે નિષ્ક્રિય જીવન જીવતા યુવાનોની સરખામણીએ 55 કે તેથી વધુની વય ધરાવતા અને શારીરિક રીતે ચુસ્ત સ્ત્રી-પુરુષો જાતીય રીતે વધુ સક્રિય હોય છે.


કસરતથી તમે વધુ ચુસ્ત રહી શકો છો જેનાથી તમને બેડરૂમમાં ફાયદો થાય છે. જો તમે આત્મવિશ્વાસથી ભરપૂર હોવ અને તમારો જીવનસાથી તમારી ફિટનેસ વિશે શું વિચારે છે તેનાથી વાકેફ હોવ તો તમે વધુ હળવાશ અનુભવી શકો છો.


અને હા સૌથી મહત્ત્વના સ્નાયુને મજબૂત કરવાનું ચૂકતા નહીં. સેક્સ તમારા પેટ, હાથ કે જાંઘોની વચ્ચે નહીં પરંતુ મગજમાંથી પેદા થાય છે. જો તમે ચુસ્ત અને તંદુરસ્ત હશો તો તમે સારી સેક્સ લાઇફ અવશ્ય માણી શકશો.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી