સેક્સ, વધતી વય અને રહ્યુમેટોઈડ આર્થરાઈટિસ

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Oct 21, 2018, 12:53 PM IST

રહ્યુમેટોઈડ આર્થરાઈટિસથી પીડાતી કેટલીક મહિલાઓ અત્યંત સાહજિક રીતે મેનોપોઝ (રજોનિવૃત્તિ કાળ)ના ચક્રમાંથી પસાર થઈ જાય છે, જ્યારે અન્ય મહિલાઓ તેનાં તમામ લક્ષણોનો અનુભવ કરે છે. આ લક્ષણોમાં એકાએક ગુસ્સો આવવો, અનિંદ્રા, માનસિક સ્થિતિમાં વારેઘડીએ પરિવર્તન થવું, વજન વધવું વગેરેનો સમાવેશ થાય છે. મેનોપોઝ સાંધામાં દુખાવો અને થાક જેવા રહ્યુમેટોઈડ આર્થરાઈટિસનાં લક્ષણોમાં પણ વધારો કરે છે.

રહ્યુમેટોઈડ આર્થરાઇટિસને કારણે સૂઝેલા અને દુખતા સાંધા સેક્સ લાઈફને અવરોધે છે

તમને થોડાક સમયથી રહ્યુમેટોઈડ આર્થરાઈટિસ થયો હોય કે તાજેતરમાં જ તેનું નિદાન થયું હોય પરંતુ મેનોપોઝ સેક્સ અને તમારી તંદુરસ્તી સામે પડકારજનક તો બને જ છે. તમે એવું વિચારશો કે મેનોપોઝ એ પ્રજોત્પત્તિ કરવાની ક્ષમતાના અંતની નિશાની છે અને તેનો અર્થ સેક્સ માણવાનો પણ અંત એવો થાય, એ માાન્યતા ભૂલભરેલી છે. રહ્યુમેટોઈડ આર્થરાઈટિસની સમસ્યા ધરાવતી મહિલાઓ રજોનિવૃત્તિ કાળ બાદ પણ આનંદભેર સેક્સલાઈફની મજા માણી શકે છે. આ માટે ડોક્ટરની સલાહ લેવા ઉપરાંત તમારા સાથી સાથે મુક્તમને વાત કરવી જોઈએ અને જીવનના આ તબક્કામાંથી સરળતાથી પસાર થઈ જવાય તેવો માર્ગ શોધી કાઢવો જોઈએ.


રહ્યુમેટોઈડ આર્થરાઈટિસ, મેનોપોઝ અને યોનિમાં શુષ્કતા
યોનિમાં શુષ્કતા આવવી એ મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિ કાળનું સૌપ્રથમ લક્ષણ છે. આ ઉપરાંત જો તમે રહ્યુમેટોઈડ આર્થરાઈટિસ સાથે સામાન્ય રીતે જોવા મળતાં જોગ્રીન સિન્ડ્રોમથી પીડાતાં હોવ તો તે વધુ સમસ્યારૂપ બની જાય છે. આ સિન્ડ્રોમમાં આંખ, મોઢા તથા યોનિમાં શુષ્કતા લાગવાની સાથે સાથે જ થાક અને પીડાનો અનુભવ થયા કરે છે. યોનિની શુષ્કતા સેક્સને બિનઆનંદદાયક અને પીડાકારક બનાવે છે.


સેક્સની મંદ ઈચ્છા
કેટલીક મહિલાઓને મેનોપોઝ દરમિયાન અને ત્યારબાદ સેક્સની ઇચ્છા સાવ નહીંવત્ થાય છે. રહ્યુમેટોઈડ આર્થરાઈટિસનો ભોગ નહીં બનેલી મહિલાઓમાં પણ આમ જોવા મળે છે, જ્યારે રહ્યુમેટોઈડ આર્થરાઈટિસ તો તમારી કામેચ્છાને મંદ બનાવે જ છે. ઉદાહરણ તરીકે જો તમે બળતરા દૂર કરવા માટે સ્ટીરોઈડ્સનો ભારે ડોઝ લો તો તેનાથી તમારું વજન વધશે અને સેક્સ પ્રત્યેની તમારી રુચિ ઘટી જશે સેક્સ દરમિયાન દુખાવાની ચિંતા પણ સેક્સની ઈચ્છા મારી નાખે છે અને તમને પીડા નહીં પહોંચાડવા માગતો તમારો સાથી પણ પછી તેમાં પ્રવૃત્ત નહીં થાય.


આજે રાત્રે નહીં, મને સાંધામાં દુખાવો છે
સૂઝેલા અને દુખતા સાંધા સેક્સ લાઈફને અવરોધે છે. કેટલીક મહિલાઓમાં મેનોપોઝ અને વધતી ઉંમરથી સાંધાનો દુખાવો અને સ્નાયુઓ જકડાવાની સમસ્યા જોવા મળે છે. વધુ ગંભીર સમસ્યાથી પીડાતી મહિલાઓ માટે સંભોગ માટે આરામદાયક સ્થિતિ શોધવી અઘરું બની જાય છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં દર્દ એટલું અસહ્ય હોય છે કે સ્ત્રીને પોતે સેક્સ માણ્યું હોવાનો અહેસાસ જ થતો નથી.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી