કોન્ડોમનો ઉપયોગ બધાએ કરવો જ પડે?

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Sep 26, 2018, 04:10 PM IST

સમસ્યા: મારી ઉંમર 52 વર્ષ છે અને પત્ની 48 વર્ષનાં છે. સમય પહેલાં બધું જ બરાબર હતું, પરંતુ છેલ્લા એક-દોઢ મહિનાથી જાતીય સંબંધ વખતે અમને બંનેને દુખાવો થાય છે. જેથી સેક્સમાં આનંદ આવતો નથી. આમ કેમ થતું હશે?


ઉકેલ: જો પતિ-પત્ની બંનેને સમાગમ વખતે દુખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઈ શકે છે. આપનાં પત્ની મેનોપોઝ સમયમાં છે. આ વખતે તેમના શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે. જેથી સંભોગ દરમ્યાન ચીકાશ થતા વાર લાગે છે. જેથી યોગ્ય ચીકાશ વગર પ્રવેશ કરાવવાની કોશિશ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે અને આપ બંનેને દુખાવો થાય છે. આના સરળ અને ઘરગથ્થુ ઉપાય તરીકે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે પ્રવેશપૂર્વે ક્રીમ અથવા ખાવાના તેલનો ઉપયોગ કરો. આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દૂર થઈ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુખાવો થઈ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ન થાય તો તમારા ફેમિલી ડોક્ટર પાસે ઇન્ફેક્શન માટે તપાસ કરાવી લેવી જોઈએ.

***


સમસ્યા: માસિકના સમયમાં સેક્સ કરે તો તેનાથી નુકસાન થાય?
ઉકેલ: પતિ-પત્ની બંને ઇચ્છે તો માસિકસ્ત્રાવ દરમ્યાન જાતીય સંબંધ રાખી શકે છે. મેડિકલ વિજ્ઞાન મુજબ સ્ત્રીને અને પુરુષને કોઈ ચેપ ન હોય તો આ સમયે સેક્સ માણવામાં કોઈ નુકસાન નથી, પરંતુ આ સ્ત્રાવમાં બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધી શકતી હોય છે. તેથી નિરોધનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઘણાં નવપરિણીતોને નિરોધ, ગર્ભનિરોધક ગોળીઓ પસંદ હોતી નથી. તે લોકો બાળક ન રહે તે માટે આ દિવસોમાં સેક્સ માણતાં હોય છે. માસિક દરમ્યાન કરેલ સેક્સથી બાળક રહેતું નથી એ વાત સાચી, પણ તે માટે આ રસ્તો ન અપનાવવો જોઈએ. એના કરતાં પીલ્સ, નિરોધ કે એવી કોઈ પદ્ધતિ અપનાવવી વધુ સારી છે.

***


સમસ્યા: ડોક્ટરસાહેબ મારી ઉંમર 21 વર્ષની છે. 6 મહિના પછી મારાં લગ્ન થવાનાં છે. મારે એ જાણવું છે કે કોન્ડોમનો ઉપયોગ બધાએ કરવો જ પડે કે પછી જેને એક જ સ્ત્રી જોડે (પત્ની) સંબંધ હોય તે ન કરે તો ચાલે? અને જો વાપરવું પડે તો શા માટે વાપરવું જોઈએ તેનો મને ખ્યાલ આવતો નથી.
ઉકેલ: કોન્ડોમ-નિરોધ એ અત્યંત પાતળું રબ્બરનું આવરણ છે, જેને સંભોગ પૂર્વે ઉત્તેજિત ઇન્દ્રિય પર સરકાવવાનું હોય છે. આમ કરવાથી વીર્યસ્ખલન નિરોધની અંદર થાય છે અને બાળક રહેતું નથી. નિરોધને આ હેતુથી બનાવવામાં આવેલ. સાથે સાથે નિરોધના ઉપયોગથી જાતીય સમાગમથી થતી બીમારીઓ અને એઇડ્સ જેવા ગંભીર-જીવલેણ રોગ સામે પણ રક્ષણ મળે છે. માટે જેને બાળક ન જોઈતું હોય અથવા લગ્નજીવન બહાર કે સજાતીય સંબંધ હોય તે દરેક વ્યક્તિએ નિરોધનો ઉપયોગ કરવો જ જોઈએ. આ લોકો માટે નિરોધ સેક્સ અને મોતની વચ્ચે દીવાલ જેવું કામ કરે છે. નિરોધના ઉપયોગથી જાતીય આનંદ ઘટી જાય છે તે એ ખોટી માન્યતા છે. છતાં પણ આનંદ ઓછો થયેલો લાગે તો તે માત્ર માનસિક કારણવશ હોવાની શક્યતા વધારે છે.

***


સમસ્યા: મારી ઉંમર બાવીસ વર્ષની છે. મારા લગ્ન થયે છ મહિના થયેલ છે. મારા પતિની ઇન્દ્રિય સાત થી
આઠ ઇંચ લાંબી છે. પરંતુ ઉત્થાન વખતે જોઇએ તેટલું કડક થતું નથી. યોનિમાં દાખલ કર્યા પછી હું બે પગની આંટી વાળું છું છતાં ઢીલાશ લાગે છે અને ઘર્ષણ થતું
નથી. મારા કોલેજના ફ્રેન્ડની ઇન્દ્રિય માત્ર 6 ઇંચની જ છે
અને ખૂબ જ કડક થાય છે અને મને પૂરતો આનંદ આપે છે.
પણ તે કેટલા દિવસ ચાલે? તો કોઇ દવા અને ઉપાય જણાવવા વિનંતી.
ઉકેલ: આપ આગ સાથે રમી રહ્યા છો. સૌ પ્રથમ તો લગ્નેતર સંબંધ સદંતર બંધ કરી દો. આમા બે જોખમ રહેલ છે. સામાજિક અને એઇડ્સ પુરતી ઉત્તેજના ન આવવાના ઘણા કારણો હોય છે. પણ તેના ઉપાયો પણ ચોક્કસ શકય છે. આપ આના માટે પતિ જોડે ખુલ્લા મને ચર્ચા કરો અને તેમને જણાવો કે તમને પુરતું સુખ મળતું નથી. તેમને યોગ્ય ક્વોલિફાઇડ સેક્સોલોજીસ્ટ પાસે સારવાર માટે તૈયાર કરો. કારણ કે આજના સમયમાં સેક્સની દરેક તકલીફ મોટેભાગે મહિનામાં જ દૂર થઇ શકે છે.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી