'છોકરીઓને પાછી લાવીએ એ પછી આ મુદ્દે નિરાંતે ચર્ચા કરીશું.' ગીતાએ એ બંનેની સામે મોં મલકાવ્યું. 'અત્યારે સમય નથી.'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 10, 2018, 12:05 AM IST

પ્રકરણઃ89
વર્ષો
અગાઉ પોતાના બંગલામાં ગીતા આવી હતી. વસંતમામા ગીતાની સાથે એના મા- બાપને પણ લાવ્યા હતા. એ બધા સોફા પર બેઠા હતા ત્યારે ગણીને બાર- પંદર સેકન્ડ ગીતાનો ચહેરો જોઇને વિભાકરે નિર્ણય કરી લીધો હતો. મંજુલાએ સાવકી માતા તરીકેની ભૂંડી ભૂમિકા ભજવીને એ બધાને ભગાડી મૂક્યા હતા. ગાંધીનગરથી આવ્યા પછી આ ઘટનાની જાણ થયા પછી વિભાકર ગારિયાધાર દોડ્યો હતો પરંતુ સ્વમાની ગીતાએ એવી આકરી શરત મૂકેલી કે એ સમયે વિભાકરની તૈયારી નહોતી.

ગીતા અત્યારે રૂઆબદાર યુનિફોર્મમાં સજજ્ હતી. પોલીસ કમિશ્નર સાથે ફોન ઉપર એ વાત કરી રહી હતી એ દરમિયાન એના ચહેરા સામે તાકીને વિભાકર થોડીક ક્ષણો પૂરતો ભૂતકાળમાં ખોવાઇ ગયો હતો.

ગીતા આ રીતે મદદ માટે આબુ સાથે આવવા તૈયાર થશે એવી વિભાકરને ધારણા નહોતી. એ સુખદ આશ્ચર્યમાંથી બહાર આવીને એણે પૂછ્યું. 'આપણા બે સિવાય કોઇ ત્રીજાની જરૂર પડશે?'

વાત પૂરી કરીને ગીતાએ વિભાકર સામે જોયું. 'જસ્ટ ફોર કર્ટસી, હેડ ક્વાર્ટર છોડતાં અગાઉ સરની પરમિશન લેવી જરૂરી હતી. સર ત્યાંના એસ.પી.ને પણ ફોન કરી દેશે એટલે આબુમાં આપણને પૂરતો પોલીસ ફોર્સ મળી રહેશે.'

ગીતા આ રીતે મદદ માટે આબુ સાથે આવવા તૈયાર થશે એવી વિભાકરને ધારણા નહોતી. એ સુખદ આશ્ચર્યમાંથી બહાર આવીને એણે પૂછ્યું. 'આપણા બે સિવાય કોઇ ત્રીજાની જરૂર પડશે?'

'આપણે બોલીએ નહીં, તો પણ વાત સમજી શકે એવો કોઇ માણસ સાથે હોય તો વધુ સારું.' લગીર અટકીને એણે પૂછ્યું. 'એકબીજાને મદદ કરવા માટે આપણે બે પૂરતાં નથી?'

'એ છતાં, સંકટ સમયની સાંકળ જેવી ત્રીજી વ્યક્તિ સાથે હોય તો ધરપત રહે.'

'એઝ યુ વિશ.' ગીતાએ તરત કહ્યું. 'તું સાથે છે એટલે હું તો મારા સ્ટેનગનવાળા બોડિગાર્ડને પણ સાથે નથી લેવાની!'

મજાકમાં આટલું કહ્યા પછી બીજી મિનિટે એ ગંભીર બની ગઇ. 'કલાક પછી એ માણસનો પૈસા તૈયાર રાખવા માટે ફોન આવશે. કઇ રીતે પૈસા પહોંચાડવા એની સૂચના એ તાત્કાલિક આપશે. અપહરણના કિસ્સામાં જો અપહરણ કરનાર ચાલકા હોય તો પીડિત પરિવારને ટટળાવી ટટળાવીને ઢીલા કરીના ખે. જ્ઞાનતંતુઓનું યુદ્ધ. માનસિક રીતે પૂરેપૂરા ભાંગી નાખ્યા પછી એ રકમ બોલે. પરંતુ આ કિસ્સામાં એ ભાઇએ સીધી પચાસ કરડોની માગણી કરી, એ પણ પહેલા જ ફોનમાં ધેટ મિન્સ, ઠંડકથી વિચારીને પગલું ભરવાને બદલે એ આક્રમક આવેગથી વાત કરે છે. બધુંય ફટાફટ પતાવી દેવાની ઉતાવળ છે એને.'

વિભાકરની સામે જોઇને એણે સમજાવ્યું. 'એનામાં ધીરજ નથી એ આપણા માટે પ્લસ પોઇન્ટ છે. હવે એનો ફોન આવે ત્યારે ભૂલ્યા વગર સ્પીકર ચાલુ કરી દેજે. એના અવાજનો રણકો પારખીને એનું પાણી માપી લઇશ. એ માણસના ઇરાદાનું પૂર્વાનુમાન પણ કરી શકાશે.'

'આપણે આબુ જવા નીકળીએ તો એનો ફોન આવશે ત્યારે આપણે રસ્તામાં હઇશું. પૈસાની વ્યવસ્થા કરવાનં એ કહેશે તો? દેખાડા પૂરતા પણ પૈસા તો સાથે રાખવા પડશેને?' સહેજ વિચારીને વિભાકરે સૂચન કર્યું. 'અહીંથી મારા બંગલે જઇએ. જયંતી નામનો મારો એખ વિશ્વાસુ માણસ છે. ગીલીન્ડર છે. એને સાથે લઇએ અને પૈસાની બેગ પણ કારમાં મૂકાવી દઇએ.'

ગીતાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. 'તું બંગલામાં કેટલી કેશ રાખે છે?'

'સિત્તેર- એંશી કરોડ તો હાર્ડ કેશ હશે જ.' વિભાકરે ઠંડકથી સમજાવ્યું. 'એ માણસ પાંચ- દસ કરોડની માગણી કરી હોત તો હું મારી રીતે ડાયરેક્ટ જ પતાવી દેતો. તને પિક્ચરમાં ના લાવતો.'

'ઓહ ગોડ!' ગીતા અચરજથી બબડી. 'તમારો કારોબાર પણ ખતનારક છે! તારા જેવા શેઠિયાઓની આવી આદતને લીધે મવાલીઓને તો મોકળું મેદાન મળી જાય, બદમાશ પાસે પબ્લિક શરણાગતિ સ્વાકારી લે એમાં પોલીસ શું કરે? રિયલી, ઇટ ઇઝ સ્ટ્રેઇન્જ!'

'ધીસ ઇઝ ધ ફેક્ટ. પાંચેક કરોડનો પ્રોબ્લેમ હોય તો અમદાવાદનો કોઇ શેઠિયો પોલીસની પળોજણમાં ના પડે. ચૂપચાપ પૈસા ચૂકવીને પોતાના માણસને છોડાવી દે.'

'એ ચર્ચા જવા દે.' ગીતાએ કાંડા ઘડિયાળામાં જોયું. 'આપણે શું કરવાનું છે?'

'અહીંથી બંગલે જઇએ. મારા ભાઇઓ અને ભાભીઓ ઢીલાઢસ થઇને બેઠા હશે અને ચિંતામાં અડધા થઇ ગયા હશે. તું મારી સાથે આવે છે એ જાણીને એમને ધરપત રહેશે. ચિંતા હળવી થશે. એમને સાંત્વના આપીને આશા બંધાવજે. ત્યાં સુધીમાં હું બેગ તૈયાર કરી નાખીશ. એક બીજી કારમાં પૈસાની બેગ સાથે મારા માણસો આપણી સાથે આવશે. રાઇટ?'

'તારી મરજી.' ગીતાએ મક્કમતાથી કહ્યું. 'હું સાથે છું ત્યાં સુધી પૈસા આપવાની નોબત નહીં આવે. એ છતાં, તારે સાથે લેવા હોય તો મને વાંધો નથી.' ખુરશીમાંથી ઊભા થઇને એણે પૂછ્યું. 'શેલ વી સ્ટાર્ટ?'

વિભાકર ઊભો થયો. ટેબલ પર રિવોલ્વર મૂકીને ગીતાએ એનું મેગેઝિન ભરચક છે એની ખાતરી કરી લીધી.

ઓફિસમાં હાજર તમામની સલામ ઝીલતી ઝીલતી ગીતા આગળ વધી. વિભાકર એની સાથે ચાલતો હતો.

ભીખાજીએ એ બંનેને આવતા જોયા એટલે કારને નજીક લાવ્યો. પાછળની સીટ પર વિભારક અને ગીતા બેઠા એની સાથે જ ભીખાજીએ કાર ભગાવી.

ડ્રોઇંગરૂમમાં શોકનું વાતાવરણ હતું. અલકા અને ભાવિકાની આંખો રડી રડીને સૂઝી ગઇ હતી. જિતુકાકા જયરાજ અને જયંતી એ ત્રણેય આદિત્ય અને ભાસ્કરને હિંમત આપી રહ્યા હતા એ છતાં એ બંને ભાઇઓ હતાશ બનીને બેઠા હતા. ગોરધન મહારાજ સહિત મામ કર્મચારીઓના મોં પણ વિલાયેલા હતા. આકાશ અને ભૌમિક ડ્રોઇંગરૂમની સીડી પર ગૂમસૂમ બેસી રહ્યા હતા.

કારનો અવાજ આવ્યો એટલે બધાય ઊભા થઇને ઓટલે દોડી આવ્યા. વિભાકરની સાથે ફૂલ યુનિફોર્મમાં સજ્જ ગીતાને જોઇને તમામ ચહેરાઓ ઉપર આછીપાતળી રાહતની લાગણી છલકાઇ.

વિભાકર અને ગીતા અંદર આવીને સોફા પર બેઠા એટલે અલકા અને ભાવિકાએ એ બંનેના પગ પાસે નીચે બેસીને રડવાનું શરૂ કર્યું.

'વિભાદાદા, ગમે તેમ કરીને એ બંનેને સલામત રીતે ઘેર લઇ આવો.' અલકા કરગરી. 'કોણ જાણે એ ગુંડાઓએ એમને કઇ દશામાં રાખી હશે!'

'હું તો પ્રવાસની પહેલેથી જ ના પાડતી હતી, વિભાદાદા!' ભાવિકાએ ભીની આંખે વિભાકર સામે જોયું. 'તમે એ બંને છોકરીઓને પ્રોત્સાહન આપ્યું અને જવા દીધી. મૂવા મવાલીઓએ કાશીબાને મૂરખ બનાવ્યા અને બંનેને વાનમાં ઉપાડી ગયા.'

'ચિંતા ના કરો, હવે હું આવી ગયો છું.' વારાફરતી બધાના ચહેરા સામે નજર કરીને વિભાકરે આત્મવિશ્વાસથી કહ્યું. 'આ ગીતા મેડમ પણ મારી સાથે આબુ આવે છે. આકાંક્ષા અને ભૈરવીને કંઇ નહીં થાય. અમે એમને લઇને જ પાછા આવીશું.'

અલકા અને ભાવિકાના ચહેરા પર હજુય ચિંતા તરવરતી હતી એ પારખીને વિભાકરે ઉમેર્યું. 'દસેક મિનિટમાં એ ગુંડાનો ફરીથી ફોન આવશે. એ માગે એ રકમ ચૂકવી દેવાની પણ પૂરી તૈયારી છે.'

એણે જયંતી અને જયરાજ સામે જોયું. 'તમે બંને ભીખાજીની સાથે બીજી કારમાં અમારી સાથે આવો છો. પંદરેક મિનિટમાં નીકળીએ એ અગાઉ નાસ્તો કે જમવાનું જે કંઇ ઇચ્છા હોય એ પતાવી દો. એટલે રસ્તામાં એ માટે સમય બગાડવો ના પડે.' એણે ગીતા સામે જોયું. 'આ સૂચના તમને અને મનેય લાગુ પડે છે. મારે પણ જમવાનું બાકી છે.'

અલકા ઝડપથી ઊભી થઇ અને ગોરધન મહારાજને એણે સૂચના આપી. પાછી આવીને એ ભાવિકા પાસે બેસી ગઇ. ભાવિકાએ અચાનક ગીતાના પગ પકડી લીધા.

'ગીતાબહેન, ભગવાન જેટલો જ ભરોસો તમારા ઉપર છે. તમે ને વિભાદાદા જઇને અમારી દીકરીઓને બચાવી લો. તમને હાથ જોડું છું.' અલકાએ પણ ભાવિકાની જેમ ગીતાના પગ પકડીને રડવાનું શરૂ કર્યું.

'પ્લીઝ.' હળવે રહીને ગીતા પણ સોફામાંથી સરકીને એ બંનેની વચ્ચે બેસી ગઇ. 'તમે બંને ધીરજ રાખો. એ બંને તમારી નહીં, મારી પણ દીકરીઓ છે એવું માનો. એમને કોઇ આંચ ના આવે એ માટે તો વિભાકરની સાથે આબુ જવા તૈયાર થઇ ગઇ.'

લાચાર છતાં આભારવશ નજરે ભાવિકા અને અલકા ગીતા સામે તાકી રહી.

એ જ વખતે વિભાકરનો મોબાઇલ રણક્યો. બધાને શાંત રહેવાનો ઇશારો કરીને એણે સ્પીકરફોન ચાલુ કર્યો. મોબાઇલ ટિપોઇ પર મૂકીને વિભાકર ત્યાં નીચે બેઠો. ગીતા પણ ત્યાં આવીને એની અડોઅડ બેસી ગઇ.

'શેઠિયા! બે હજારની નોટો જ જોઇશે. પચાસ કરોડની તૈયાર થઇ ગઇ?' વિજુભાના અવાજમાં ક્રૂરતા ભળી. 'અહીં મારા અર્ધો ડઝન લઠ્ઠાઓ ક્યારનાય થનગની રહ્યા છે. વારેઘડીએ એમ જ કહે છે કે પૈસા ના આવે તો વાંધો નહીં, અમેન જલસો કરવા દો.'

'શટ અપ!' વિભાકરે ત્રા પાડી. 'તને પૈસા આપવાની ના નથી પાડી. બીજી કોઇ આડીઅવળી વાત કર્યા સિવાય પૈસાની વાત કર. છોકરીઓને એક ઉઝરડો પણ ના પડવો જોઇએ.'

અવાજની સખ્તાઇ અકબંધ રાખીને એણે આગળ કહ્યું. 'આવી વાતમાં સોદાબાજી ના કરાય એ સમજું છું એ છતાં મારી મજબૂરી સમજ. પચાસ કરોડના ટાર્ગેટને પહોંચી વળાય એવું નથી. ફૂલ એન્ડ ફાઇનલ ફિગર ચાલીસ કરોડ. બે હજારની નોટના ટોટલ બે હજાર પેકેટ અત્યારે તૈયાર છે. ચાલીસ કરોડથી વધારાની જોગવાઇ કોઇ કાળે થાય એવું નથી.' વ્યંગમાં હસીને એણે ઉમેર્યું. 'વિજુભા, તમારે તો વકરો એટલો નફો જ છેને? મારું આટલું માન રાખો. તમે કહો ત્યાં ચાલીસ કરોડ પહોંચાડી દઉં. દીકરીઓને કોઇ તકલીફ નથીને?'

'ચાલીસ કરોડમાં ચાલાકી નથીને?' વિજુભાએ તરત પૂછ્યું. પછી નરમાશથી ઉમેર્યું. 'અત્યાર સુધી તો મારી સગી દીકરીઓની જેમ જ એ બંનેને સાચવી છે. ફ્રીઝમાં ઠંડા પાણીનો ઢગલો છે. એમને ભાજીપાંઉ અને પિઝા ખાવા હતા તો એક લઠ્ઠાને દોડાવીને એ પણ મંગાવી આપ્યા. તું ચાલીસ કરોડ લઇને અમદાવાદથી નીકળ. જગ્યા નક્કી કરીને ફોન કરું છું.' કંઇક યાદ આવ્યું હોય એમ એ અટક્યો અને સખ્તાઇથી આદેશ આપ્યો. 'તારે એકલાએ રૂપિયા આપવા આવવાનું છે. તારી સાથે કોઇ ના જોઇએ. એમાં ચાલાકી કરીશ તો ખેલ ખતમ!'

'વિજુભા! એમાં સેન્ટિમેન્ટલ પ્રોબ્લેમ છે.' ગીતા સામે આંખ મિચકારીને વિભાકરે વિજુભાને કહ્યું. 'એક છોકરીની મમ્મી માથું પટકીને રડે છે અને સાથે આવવા એવી જીદ કરી છે કે હું લાચાર છું. બીજા કોઇ જેન્ટ્સને સાથે નહીં લાવું પણ આ એક મડદાલ મમ્મીને મારાથી ના નહીં પડાય.'

લગીર વિચાર કરીને વિજુભાએ પૂછ્યું. 'એમાં કોઇ નવી ચાલબાજી હશે તો પરિણામ ભોગવવું પડશે. બાકી, એક લેડિઝ આવશે તો વાંધો નથી. ચાલીસ કરોડ તો પૂરેપૂરા છેને?'

'જી... જી...' 'તો પછી તમે બેગમાં પૈસા ભરીને નીકળો. એક્ઝેટ ક્યાં અને કેટલા વાગ્યે એ તમને નક્કી કરીને ફોન કરીશ.' વિજુભાએ ફોન કાપી નાખ્યો.

વિભાકર ઊભો થઇે પોતાના ઓરડામાં ગયો. વિદેશ પ્રવાસ માટેની મોટી સૂટકેસ લઇને એ બહાર આવ્યો. હરિવલ્લભદાસનો ઓરડો ખોલીને એણે જયંતી અને ગીતાને ઇશારાથી અંદર બોલાવ્યા.

વિભાકરે તિજોરી ખોલી ત્યારે ગીતાની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.

'જયંતી, જમણી બાજુ કેશ પડી છે. બે હજારની નોટના બે હજાર બંડલ ગણીને ફટાફટ આ સૂટકેસમાં ગોઠવી દે.'

તિજોરીની સમૃદ્ધિ જોઇને ગીતાના હોઠ ફફડ્યા. એ કંઇક બોલવા જતી હતી પણ જયંતીની હાજરીને લીધે એ અટકી ગઇ. યંત્રમાનવની જેમ જયંતી મચી પડ્યો હતો. તિજોરીમાંથી એક સાથે હાથમાં સમાય એટલા બંડલ કાઢીને એ ટેબલ ઉપર ગોઠવી રહ્યો હતો. દસ દસ બંડલની બસ થપ્પી થઇ ગયા પછી એણે વિભાકર સામે જોયું. 'તમે એખ વાર ચેક કરી લો.' એમ કહીને એ ખસી ગયો. પૂરા બે હજાર પેકેટ છે એ ચકાસી લીધા પચી વિભાકરે તિજોરી બંધ કરી અને એ બધા પેકેટ સૂટકેસમાં ભરવા ઇશારો કર્યો.

હરિવલ્લભદાસના ઓરડામાંથી એ ત્રણેય બહાર આવ્યા. જયંતીએ સૂટકેસને રૂમની વચ્ચોવચ મૂકી.

'વિભાદાદા, તમે ત્રણેય જમી લો.' અલકાએ પ્રેમથી આદેશ આપ્યો.

'જમવાનું તો તમારુંય બાકી જ છેને?' ગીતાએ અલકા સામે જોયું. 'બધીય ચિંતા છોડી દો. આપણે સાથે જમી લઇએ.'

બધાએ સાથે બેસીને જમી લીધું. ઉચાટને લીધે ગળે કોળિયાં ઊતારવાનું મુશ્કેલ હતું. એ છતાં ગીતા અને વિભાકરે જે ધરપત આપી હતી એ પછી આદિત્ય, ભાસ્કર, અલકા અને ભાવિકાને ખાસ્સી માનસિક રાહત મળી હતી. છોકરીઓને બચાવવા માટે વિભાકરે પાંચ મિનિટમાં ચાલીસ કરોડ રૂપિયા સૂટકેસમાં ભરાવ્યા એ જોઇને એ ચારેય વિભાકર સામે આભારવશ નજરે તાકી રહ્યા હતા.

અલકા અને ભાવિકા સાથે ગીતા ઉપર ગઇ. અલકાના રૂમમાં જઇને એણે પંજાબી સૂટ પહેરી લીધો. રિવોલ્વર ઉપસેલી દેખાતી નથી એ ખાતરી કરી લીધી. ઘેરા વાદળી રંગના ડ્રેસમાં એની ગોરી ત્વચા વધુ ગોરી લાગતી હતી.

'જયંતી, જયરાજ, આ બેગ અત્યારે તમારી કારમાં મૂકાવી દો. ભાખાજી, આપણી બંને કાર સાથે જ રહેવી જોઇએ.' વિભાકરે એ ત્રણેયને સૂચના આપીને ગીતાને પૂછ્યું. 'રેડી?'

ગીતાએ ખિલખિલાટ હસી પડી. એણે અલકા અને ભાવિકા સામે જોયું. 'આ તમારા વિભાદાદા ક્યારેક આખું કોળું દાળમાં જવા દે છે. પ્લીઝ, હેલ્પ મી. આ યુનિફોર્મ તો બદલવો પડશેને?'

અલકા અને ભાવિકા સાથે ગીતા ઉપર ગઇ. અલકાના રૂમમાં જઇને એણે પંજાબી સૂટ પહેરી લીધો. રિવોલ્વર ઉપસેલી દેખાતી નથી એ ખાતરી કરી લીધી. ઘેરા વાદળી રંગના ડ્રેસમાં એની ગોરી ત્વચા વધુ ગોરી લાગતી હતી. એ તૈયાર થઇ ગઇ ત્યારે એટલી રૂપાળી લાગતી હતી કે અલકા અને ભાવિકાએ એકબીજાની સામે જોઇને માર્મિક સ્મિત કર્યું. ભાવિકાથી ચૂપ ના રહેવાયું.

'બિચારા વિભાદાદા હજુય તમારી વાટ જોઇને જ બેઠા છે.' હિંમત કરીને આટલું બોલીને એ ગીતા સામે પ્રતિભાવની આશાએ તાકી રહી.

'છોકરીઓને પાછી લાવીએ એ પછી આ મુદ્દે નિરાંતે ચર્ચા કરીશું.' ગીતાએ એ બંનેની સામે મોં મલકાવ્યું. 'અત્યારે સમય નથી.'

બધાય ઓટલા પરની નીચે ઊતરીને કાર સુધી આવ્યા. વિભાકરે સ્ટિયરિંગ સંભાળ્યું. ગીતા એની બાજુમાં ગોઠવાઇ. બીજી કારમાં ભીખાજીની જોડે જયરાજ બેઠો હતો. પાછળની સીટમાં પગ પાસે બેગ ગોઠવીને જયંતી એટેન્શનમાં બેઠો હતો.

બંને કાર બંગલામાંથી બહાર નીકળી. અલકા અને ભાવિકા ભીની આંખે એકબીજાનો હાથ પકડીને ઊભી હતી.

મહેસાણા પસાર કરીને ઊંઝા પાસે પહોંચ્યા ત્યારે વિભાકરના મોબાઇલમાં રિંગ વાગી. રસ્તાની સાઇડમાં કાર રોકીને વિભાકરે સ્પીકર ફોન ચાલુ કર્યો.

'સાંભળ.' વિજુભાના અવાજમાં ગર્વ અને સખ્તાઇનો રણકો હતો. 'પૈસા લઇને તારે ક્યાં આવવાનું ચે એ સમજી લે.'
(કાલે છેલ્લો હપ્તો)
(ક્રમશઃ)

[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી