'જયંતી, આ થોબડું ધ્યાનથી જોઇ લે. તને વોટ્સએપ પણ કરી દીધો છે.' વિજુભાનો ફોટો બતાવીને વિભાકરે એને સમજાવી દીધું.

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Oct 01, 2018, 12:05 AM IST

પ્રકરણઃ 80

ગોધાવીથી અમદાવાદ આવતી વખતે વિભાકરના મનમાં આનંદ નહોતો. મુલાકાત માટે જિતુભાએ આમંત્રણ આપ્યું એ જ વખતે પોતે ચોખ્ખું કહી દીધેલું કે વધારાની કોઇ

રકમ આપવાની રહેતી નથી અને એવી માગણી વ્યાજબી પણ નથી. જિતુભાની સમજશક્તિ ઉપર એને વિશ્વાસ હતો પરંતુ એની ધારમા ખોટી પડી હતી. વિજુભા અને પ્રભાતસિંહની સાથે એ પણ ધમકીની ભાષામાં વાત કરવા લાગ્યા એનો અર્થ એ થયો કે હવે એ ત્રણેય ભાઇઓ એક બની ચૂક્યા છે. આમ તો જમીનની કિંમત ચૂકવી દીધા પછી પાછળથી કંઇ ચૂકવવાનું ના હોય એ છતાં સંબંધોની મીઠાશ જળવાઇ રહે એ માટે પોતે એ ત્રણેયને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપવાની વાત કરી પણ એમને તો બસ્સો કરોડ જોઇએ છે! હવે એ લોકોથી સાવધ રહેવું પડશે. આદિત્ય અને ભાસ્કરને પણ ચેતવી દેવા પડશે.

હરિવલ્લભ બંગલાની વિગત વાંચી લીધા પછી એણે ઇન્ટરકોમથી ઓપરેટરને સૂચના આપી કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરનો નંબર જોડીને

કહો કે ડી.સી.પી. ક્રાઇમ વાત કરવા માગે છે.

ક્રાઇમ બ્રાંચમાં ડી.સી.પી. ગીતાની ચેમ્બર કિલ્લા જેવી હતી. ત્યાં સુધી પહોંચવા માટે મુલાકાતીએ અલગ અલગ ચાર જગ્યાએ પૂછપરછનો સામનો કરવો પડે. કમિશ્નરે પોતાની અંગત જવાબદારીનું કામ ગીતાને સોંપ્યું હતું એ ઇન્કવાયરીના પરબીડિયા ખોલીને વાંચતી વખતે ચેમ્બરની બહાર લાલ લાઇટની સ્વીચ ઓન કરી દીધી હતી કે જેથી કોઇ ખલેલ ના પહોંચે.

હરિવલ્લભ બંગલાની વિગત વાંચી લીધા પછી એણે ઇન્ટરકોમથી ઓપરેટરને સૂચના આપી કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરનો નંબર જોડીને કહો કે ડી.સી.પી. ક્રાઇમ વાત કરવા માગે છે. ત્રીજી મિનિટે ઓપરેટરે રિંગ મારી. 'મેડમ, ઇન્સ્પેક્ટર સૌયદ સાથે વાત કરો.'

'સૈયદભાઇ, કેટલ સમયથી સેટેલાઇટનો ચાર્જ સંભાળો છો?' પોતાની ઓળખાણ આપ્યા પછી ગીતાએ પૂછ્યું.

'જી. અઢી વર્ષથી.'

'વેરી ગુડ. એક કામ કરો. છેલ્લા છ મહિનાના રેપ, સ્યુસાઇડ અને મર્ડરની ફાઇલ્સ લઇને કાલે આવવાનું ફાવશે?' ગીતાએ કહ્યું. 'બપોરે બે વાગ્યે આવો.'

'જી.જી.' સૈયદે તરત જવાબ આપ્યો.

એની સાથે વાત પતાવીને ગીતાએ બીજી તપાસના કાગળ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં નરોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને વહીવટદાર કોન્સ્ટેબલની સાંઠગાંઠની વિગતો અને એ બંનેની મિલીભગતથી વધી ગયેલી બેફામ ગુનાખોરીની વિગતો હતી. એ વિશે તપાસ કરવા માટે નરોડા પોલીસ સ્ટેશનના કોઇ વ્યવસ્થિત અને તટસ્થ સબ ઇન્સ્પેક્ટરનું નામ જાણીને એને વિશ્વાસમાં લેવાની જરૂર હતી.

કાલે સેટેલાઇટથી સૌયદભાઇ આવે એની પાસેથી આવું નામ મેળવી લેવાશે એ ધારણા સાથે ગીતાએ બંને પરબીડિયાં પાછા પસ્માં મૂકી દીધા અને લાલ લાઇટ બંધ કરી દીધી. બહાર ક્રાઇમ બ્રાંચના બે ઇન્સ્પેક્ટર લાલ લાઇટ બંધ થવાની રાહ જોઇને બેઠા હતા. એ બંને હવે અંદર આવ્યા અને ગીતાએ રૂટિન કામ શરૂ કર્યું.

વિભાકરે જિતુભાની ડેલીમાંથી વિદાય લીધી એ પછી વિજુભા અને પ્રભાતસિંહને હવે જિતુભા માટે આદર હતો. 'રાત્રે નવ વાગ્યે આપણે પ્રભાતસિંહના ઘેર ભેગા થઇશું. છૂટા પડતી વખતે સૂચના આપીને જિતુભાએ વિજુભા સામે જોયું. 'તારા મગજમાં જે પ્લાન હોય એની પૂરી તૈયારી કરીને આવજે.' લગીર સખ્તાઇથી એમણે તાકીદ કરી. 'પીધા વગર આવજે. રાજાપાઠમાં આવીશ તો આજની મિટિંગ કેન્સલ કરીને હું ઊભો થઇ જઇશ.'

કાનની બુટ પકડીને વિજુભાએ એમનો આદેશ સ્વીકાર્યો.

ઓફિસમાં આદિત્ય અને ભાસ્કરે વિભાકરને આવતો જોયો. વિભાકર એકલો જ પેલા ત્રણેય ભાઇઓને મળવા ગયેલો એટલે એ બંનનેના મનમાં ચિંતા હતી. વિભાકર એની ચેમ્બરમાં ગયો કો તરત એ બંને પણ ત્યાં પહોંચી ગયા.

'વાટાઘાટ કરવાનો કોઇ અર્થ નહોતો.' વિભાકરે મિટિંગની માહિતી આપી હતાશાથી માથું ધૂણાવ્યું. 'બસો કરોડ રૂપિયાની એમની ગેરવ્યાજબી માગી સ્વીકારવાની ના પાડી એટલે એ લોકો ચિડાયા છે. પરોક્ષ રીતે ધમકી પણ આપી છે. ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની.'

એ પછી વિભાકરે એડવોકેટ હબીબને ફોન જોડ્યો. કેસ પાછો ખેંચવાની વિધિ અને જમીનના સોદાના તમામ દસ્તાવેજનું કામકાજ હબીબે સંભાળ્યું હતું. એ વખતે જ વિભાકરે હબીબને સૂચના આપેલી કે એ ત્રણેય ભાઇઓના ક્લિયરકટ ફોટોગ્રાફની જરૂર છે, દસ્તાવેજમાં જરૂર છે એ બહાને એમના ક્લોઝઅપ ફોટોગ્રાફ મેળવી લેજો.

અત્યારે ફોન કરીને વિભાકરે હબીબને એ ત્રણેયના ફોટા વોટ્સએપથી મોકલી આપવાની સૂચના આપી.

આદિત્ય અને ભાસ્કર પોતપોતાની ચેમ્બરમાં પહોંચી ગયા પછી વિભાકરે જયંતીને બોલાવ્યો. સાવ સાધારણ દેખાવનો જયંતી ગમે તે સ્થળે જઇને ગમતે કામ કરી શકવાની આવડત ધરાવતો હતો. લોકોની સાથે ભળી જવાની એનામાં જબરજસ્ત આવડત હતી. અમદાવાદમાંથી તડીપાર વિજુભા હાલમાં કયાં ક્યાં રહે છે અને એ કોની સાથે સંબંધ રાખે છે એની માહિતી હાથવગી રાખવાની હાલના તબક્કે જરૂરી હતી.

'જયંતી, આ થોબડું ધ્યાનથી જોઇ લે. તને વોટ્સએપ પણ કરી દીધો છે.' વિજુભાનો ફોટો બતાવીને વિભાકરે એને સમજાવી દીધું. ઉંદરડાની જેમ ગમે ત્યાં ઘૂસી જનાર જયંતીને વધારે સમજાવવાની જરૂર નહોતી. ઓફિસમાં કામ કરવાને બદલે જયંતીને આવા બહારના રોમાંચક કામમાં વિશેષ આનંદ આવતો હતો.

રાત્રે ત્રણેય ભાઇ સાથે જમવા બેઠા હતા. અલકા અને ભાવિકા પણ ત્યાં આવીને આ ત્રણેયને પીરસવામાં મદદ કરીને જમવા બેસી ગઇ.

'તમે આકાંક્ષા અને ભૈરવીને કોઇ વચન આપેલું?' અલકાએ વિભાકરને પૂછ્યું.

વિભાકર હસી પડ્યો. 'આ ચારેય બચ્ચાંઓને ચાંદ-તારા જોઇતા હોય તો પણ વિભાકાકા પાસે દોડી આવે છે અને હું એમને નિરાશ નથી કરતો. તરત પ્રોમિસ આપી દઉં છું.

એટલે ડિટેઇલ્સ કહો તો યાદ આવશે.'

'એમની સ્કૂલમાંથી ચાર દિવસનો પ્રવાસ છે. એ બંનેને ચાર દિવસ માટે આબુ મોકલવાની મેં ચોખ્ખી ના પાડી તો એમણે કહ્યું કે વિભાકાકાએ હા પાડેલી.'

'ઓ.કે. આ તો બહુ જૂની વાત છે.' વિભાકર બોલ્યો, ત્યાં સુધીમાં આકાંક્ષા અને ભૈરવી પણ ત્યાં આવી ગઇ હતી. વિભાકરના ખભે હાથ મૂકીને એ બંને ઊભી રહી.

'પ્રવાસ ક્યારે છે?' વિભાકરે એ બંનેને પૂછ્યું. 'હજુ તો પચીસ દિવસની વાર છે પણ નામ નોંધાવીને પૈસા ભરી દેવાના છે.'

'ઓન્લી વન કન્ડિશન.' થોડું વિચારીને વિભાકરે એ બંને દીકરીઓ, અલકા અને ભાવિકા સામે જોયું. 'આપણે ખર્ચ આપવા તૈયાર છીએ. એ જો તમારી સ્કૂલવાળા કાશીબાને સાથે આવવાની હા પાડે તો. તમારા જે ટીચર આ પ્રવાસ હેન્ડલ કરતા હોય એમને મારી સાથે વાત કરાવજો. કાશીબાને તમારી સાથે લઇ જવા પડશે. એ સાથે આવશે તો યસ બાકી નો.'

પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલી બંને દીકરીઓને વિભાકરે હસીને સમજાવ્યું. 'મજાક નથી કરતો. સ્કૂલમાંથી હું પહેલી વાર પ્રવાસમાં ગયેલો ત્યારે હરિવલ્લભદાદાએ મારી સાથે પેલા જિતુદાદા છેને? એમને મોકલેલા. એ જિતુભાઇ આખા પ્રવાસમાં મારી સાથે ફરેલા. તમે તો બંને નવમા ધોરણમાં છો હું તો પાંચીમાં હતો ત્યારે આ રીતે પ્રવાસમાં ગયેલો.'

એ બંનેના ચહેરા પર પથરાયેલી નિરાશા પારખીને વિભાકરે ધરપત આપી. 'ડોન્ટ વરી. તમારી સ્કૂલ મેનેજમેન્ટને સમજાવવાની જવાબદારી મારી. કાશીબા તમારી સાથે આવે એમાં તમને તો કોઇ વાંધો નથીને?'

'બીજી ચાંપલી છોકરીઓ મશ્કરી કરે તો?' ભૈરવીએ શંકા રજૂ કરી.

'કોઇ શું કહે છે એની ક્યારેય પરવા નહીં કરવાની. એ લોકોની અવગણના કરવાની. ઇગ્નોર ધેમ. એ છતાં, કોઇ વધુ ડહાપણ કરે તો ચોપડાવી દેવાનું કે અમને વી.આઇ.પી. ટ્રિટમેન્ટ મળે એ માટે મારા પપ્પાએ પૈસા ખર્ચીને આ ગોઠવણ કરી છે. નેકસ્ટ ટુરમાં તું પ તારા પપ્પાને વાત કરીને કોઇ નેનીને જોડે લાવજે. આવો જવાબ આપીશ એટલે એ ચાંપલી ચૂપ થઇ જશે.'

'સાઇરન અને લાલ લાઇટવાળી પોલીસની જીપ આવી છે.' આકાશના અવાજમાં ઉત્તેજના હતી. 'સ્ટેનગનવાળા બે બોર્ડિગાર્ડ સાથે જોરદાર લેડી ઓફિસર બંગલામાં આવી

છે!'

એ બંનેના માથા પર ટપલી મારીને વિભાકરે એમને ભગાડી. 'ડોન્ટ વરી. તમે પ્રવાસમાં જશો. નેની તરીકે કાશીબા તમારી સાથે આવશે. ધેટ્સ ફાઇનલ.'

બીજી હસી- મજાકની વાતો સાથે એ લોકો જમી રહ્યા હતા એ વખતે ગોધાવીમાં પ્રભાતસિંહની ડેલીમાં વાતાવર તંગ હતું.

નવ વાગ્યાનો સમય નક્કી કરેલો એટલે જિતુભા બરાબર નવ વાગ્યે જ આવી ગયા હતા. ડેલીના ફળિયામાં પ્રભાતસિંહે એમના માટે ખાટલા પર ગાદલું બિછાવીને તકિયા ગોઠવ્યા હતા. જિતુભા આરામથી બેઠા હતા. બીજા ખાટલા પર પ્રભાતસિંહ વારંવાર ઘડિયાળ સામે નજર કરી રહ્યા હતા. 'આવી નાની નાની વાતમાં ઉચાટ નહીં કરવાનો.'

એમની વ્યગ્રતા પારખીને જિતુભાએ સલવાહ આપી. 'વિજુભાને જવાબદારીનું ભાન નથી એ સચ્ચાઇ સ્વીકારી લીધા પછી ટેન્શન નહીં કરવાનું. હજુ અર્ધો કલાક રાહ જોવામાં કંઇ ખાટુંમોળું નથી થઇ જવાનું.' આટલી શીખામણ આપ્યા પછી એમના ખુદના અવાજમાં ચિંતા ભળી. 'મોડો આવે એનો વાંધો નહીં પણ જો દારૂ પીને આવશે તો હું ઊભો થઇને જતો રહીશ. એને શુદ્ધ ગુજરાતીમાં સમજાવેલું કે રાજાપાઠમાં ના આવતો.'

છેક પોણા દસ વાગ્યે બાઇકનો ધમધમાટ સંભળાયો. વિજુભાએ આવીને તરત જિતુભા અને પ્રભાતસિંહ સામે હાથ જોડ્યા. 'સોરી... સોરી.. સોરી... બીગ બ્રધર્સ! એવા કામમાં અટવાઇ ગયેલો કે થોડુંક મોડું થઇ ગયું.' એ બોલ્યો એની સાથે જ એના મોઢામાંથી શબ્દોની સાથે દારૂની વાસ બહાર આવી.

એક સેકન્ડનો પમ વિલંબ કર્યા વગર જિતુભા ઊભા થઇ ગયા. 'પ્રભાતસિંહ સાંભળો' વિજુભા સાંભળી શકે એ રીતે એમણે પ્રભાતસિંહને કહ્યું. 'વચન પાળવાની તાકાત ના હોય એવા માણસની વાત સાંભળવામાં મને રસ નથી. એ દારૂડિયાને કહી દેજો કે આ સંઘ કાશીએ નહીં પહોંચે.'

ટટ્ટાર ચાલે જિતુભા સડસડાટ ડેલીમાંથી બહાર નીકળી ગયા. ગાલ પર તમાચો પડ્યો હોય એમ વિજુભા ખાટલા પર ફસડાઇ પડ્યો.

બીજા દિવસે રાત્રે સાડા આઠ વાગ્યે આદિત્ય અને ભાસ્કર બંગલે આવી ગયા હતા. જમવા માટે એ બંને વિભાકરની રાહ જોઇ રહ્યા હતા. એ દસેક મિનિટમાં ઘેર આવી જશે એવું એણે કહ્યું હતું.

કાશીબા ઓટલા પરથી દોડતા અંદર આવ્યા. આદિત્યનો પુત્ર આકાશ પણ બહાર એમની પાસે ઊભો હતો એ પણ પાછળ પાછળ આવ્યો. સોફા પર બેઠેલા આદિત્ય અને ભાસ્કરને એણે કહ્યું.

'સાઇરન અને લાલ લાઇટવાળી પોલીસની જીપ આવી છે.' આકાશના અવાજમાં ઉત્તેજના હતી. 'સ્ટેનગનવાળા બે બોર્ડિગાર્ડ સાથે જોરદાર લેડી ઓફિસર બંગલામાં આવી છે!'

આદિત્ય અને ભાસ્કર ઊભા થઇને ઓટલા તરફ આગળ વધ્યા.
(ક્રમશઃ)

[email protected]
X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી