રાત્રે બે વાગ્યે જાણે ગાલ ઉપર જોરદાર તમાચો પડ્યો હોય એવું લાગ્યં એટલે વિભાકર ઝબકીને પલંગમાં બેઠો થઇ ગયો. આછા ઉજાસમાં એણે ઓરડામાં નજર ફેરવી તો કોઇ નહોતું!

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 27, 2018, 12:05 AM IST

પ્રકરણઃ76
વિભાકર
આવું બોલ્યો એ પછી આદિત્ય કે ભાસ્કરે કશું કરવાનું નહોતું. આમ પણ, હરિવલ્લભદાસ હયાત હતા ત્યારેય અમુક વાતમાં વિભાકર આ રીતે નિર્ણય લઇને બોલે, એ પછી એ પણ વિરોધ નહોતા કરતા. હવે એ નથી, અને વિભાકર જ સર્વેસર્વા છે એ હકીકત બંને ભાઇઓએ સ્વીકારી લીધી હતી.

'એ બંને ગાંડિયાઓમાં અક્કલ નથી.' વિભાકરે હસીને કહ્યું. 'બીજા બધા તો જાય, આ બંનેને અહીંયા શાની ખોટ છે? આપણે તો ધારીએ તો પાંચ- સાત કરોડનું રોકાણ કરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવી શકીએ, પણ ઇન્ડિયામાં રહેવાની જે મજા છે એ અમેરિકા કે કેનેડામાં નથી.'

'આવતા વીકમાં બીજા કોઇ કામથી સુનિલ સોઢા અમદાવાદ આવવાનો છે. એ વખતે જો એને ફાળે એવું હસે તો ચૂપચાપ લઇ જઇને એને જગ્યા બતાવી દઇશ. રોડ ઉપર મોકાની પોઝિશન જોઇને એ તરત સંમત થઇ જશે. બાજુમાં જ વી.આઇ.પી. કહેવાય એવું શિક્ષણધામ ચે અને ત્યાં બધા પ્રધાનોની આવ- જા પણ હોય છે. એને લીધે ત્યાં સુધીનો રોડ પણ આલાગ્રાન્ડ છે. સોઢાને સમજાવવામાં મને કોઇ તકલીફ નહીં પડે.'

બીજા દિવસે જિતુભા અને પ્રભાતસિંહ એડવોકેટ હબીબની ઓફિસે પહોંચી ગયા હતા. જમીનને લગતા દરેક વિવાદમાં રસ્તો શોધવામાં હબીબની માસ્ટરી હતી. ફરી એક વાર તમામ ડોક્યુમેન્ટ્સ અને સાત બારના ઉતારાનો અભ્યાસ કરીને એણે પોતાની રીતે પેપરવર્ક શરૂ કર્યું. 'તમે કહેશો ત્યાં સહી કરી આપીશું. બાકી તમારા ઉપર અને વિભાકર ઉપર ભરોસો છે. એમણે તમને જવાબદારી સોંપી છે એટલે તમે જે કરો એ ફાઇનલ.' પ્રભાતસિંહ અને જિતુભાએ આવી સ્પષ્ટતા કરી દીધી હતી અને હબીબ ચીવટથી આગળ વધી રહ્યો હતો.

રાત્રે જમ્યા પછી ડ્રોઇંગરૂમમાં આખો પરિવાર બેઠો હતો. અગાઉ સસરાજી હાજર હોય ત્યારે અલકા અને ભાવિકા જો કંઇક કામ હોય તો જ ત્યાં બેસતી હતી પણ હવે એ બંને દરરોજ સાથે બેસીને ચર્ચામાં સહભાગી બનતી હતી.

'આકાશ અને ભૌમિકના મગજમાં એક નવી ધૂન ચડી છે.' અલકાએ વિભાકરને કહ્યું. 'એમના ગૃપમાંથી અમુક મિત્રો બારમા પછી ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા કે અમેરિકા જવા મથી રહ્યા છે. ત્યાં ભણીને પછી ત્યાં જ સેટલ થવાનો એ લોકોને ધખારો છે. એમની વાદે વાદે આપણા આ બંને હીરો પણ મને પૂછતા હતા.' આદિત્ય સામે નજર કરીને અલકાએ ઉમેર્યું. 'આકાશે તો આજે એના પપ્પાને પણ વાત કરી. એમણે એક જ જવાબ આપ્યો કે તારા વિભાકાકાને પૂછી જોજે.'

આટલું કહીને એ જવાબની આશાએ વિભાકરની સામે તાકી રહી.

'એ બંને ગાંડિયાઓમાં અક્કલ નથી.' વિભાકરે હસીને કહ્યું. 'બીજા બધા તો જાય, આ બંનેને અહીંયા શાની ખોટ છે? આપણે તો ધારીએ તો પાંચ- સાત કરોડનું રોકાણ કરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવી શકીએ, પણ ઇન્ડિયામાં રહેવાની જે મજા છે એ અમેરિકા કે કેનેડામાં નથી.ઘરનું ઘર હોય અને મહિને ચાલીસ- પચાસ હજાર મળતા હયો તો ભારત છોડીને ક્યાંય મજૂરી કરવા ના જવાય.'

એણે અલકાને ધરપત આપી. 'કાલે સવારે જિમમાં એ બંનેને સમજાવી દઇશ. ડોન્ટ વરી એમને વેકેશનમાં ત્યાં ફરવા મોકલીશું.'

બીજી આડીઅવળી વાતો પછી બધા પોતપોતાના રૂમમાં ગયા. હરિવલ્લભદાસના ઓરડાને તાળું મારી દેવામાં આવ્યું હતું અને એની ચાવી વિભાકર પાસે હતી.

સટ્ટાક... રાત્રે બે વાગ્યે જાણે ગાલ ઉપર જોરદાર તમાચો પડ્યો હોય એવું લાગ્યં એટલે વિભાકર ઝબકીને પલંગમાં બેઠો થઇ ગયો. આછા ઉજાસમાં એણે ઓરડામાં નજર ફેરવી તો કોઇ નહોતું! પંખાની ગતિ મહત્તમ હતી છતાં અકળામણ જેવું લાગ્યું એટલે ઓરડાનું બારણું બંધ કરીને એણે એસી ચાલુ કર્યું. રિમોટમાં પંદરનું સેટિંગ કર્યું એટલે પાંચેક મિનિટમાં સરસ મજાની ઠંડક પથરાઇ ગઇ. લાઇટ બંધ કરીને એ ફરીથી પલંગમાં આડો પડ્યો. આવું કેમ બન્યું એ વિચારમાં ઠંડકને લીધે ઊંઘ તો આવી પણ થોડી વાર પછી કોઇ ઢંઢોળતું હોય એવું લાગ્યું એટલે એ ભડક્યો. પલંગમાં બેસીને એણે આખા ઓરડામાં નજર ફેરવી.

'ગભરાય છે કેમ, વિભાકર? હું વિભાકર જ છું.' પલંગની સામે ઊભેલા વિભાકરે તિરસ્કારથી પલંગ પર બેઠેલા વિભાકરની સામે જોઇને કહ્યું. 'ઓગણ પચાસ વર્ષ સુધી આ બંગલામાં હરિવલ્લભદાસના દીકરા તરીકે રહેલો આ વિભાકર તારી સામે ઊભો છે. એને જવાબ આપ.'

બોલતી વખતે એ વિભાકરની આંખમાં ભયાનક ગુસ્સા સાથે બાળી નાખે એવી તીવ્ર ચમક હતી.

'નીચ! હલકટ! સ્વાર્થી! આટલા વર્ષ સુધી જે ઘરનું અન્ન ખાઇને મોટો થયો એના મોભીને મારતી વખતે તારો હાથ ધ્રૂજયો નહીં? તને દીકરો માનીને એ ડોસો જીવતોહતો. ખોટી વાર્તા બનાવી બનાવીને તેં એની પાસે વસિયત લખાવી ત્યારે પણ તારા ઉપર વિશ્વાસને લીધે એ માણસે જરાયે વાંધો નહોતો લીધો. હલકટ! એની મિલકત પડાવવાનો પ્રપંચ કરીને તેં એને પતાવી દીધો, પાપિયા!'

આંગળી ચીંધીને, આવેશમાં આવીને એ જે ઉગ્રતાથી આરોપ મૂકી રહ્યો હતો એ સાંભળીને વિભાકર થીજી ગયો હતો.

'એ માણસે નિર્મળાની હત્યા કરી હતી અને મેં મરતા મામાને વચન આપેલું હતું.' મહાપ્રયત્ને એ બબડ્યો.

'મરતા માણસને તેં વચન આપેલું એ કબૂલ પણ એનું પાલન કરવું જરૂરી હતું? સંપત્તિ અને સત્તાની લાલસા પૂરી કરવા માટે તને એ બહાનું મળી ગયું બદમાશ!' વિભાકર સામે આંગળી ચીંધીને એણે આક્રમકતાથી પૂછ્યું. 'નાનપણમાં તું ગારિયાધાર જતો ત્યારે એ તને તળાવમાં નાહવાની ના પાડતા હતા, ઝાડ ઉપર ચડવાની મનાઇ ફરમાવેલી હતી એ છતાં, એમના એકેય આદેશનું તું પાલન કરતો હતો? જાત સાથે છેતરપિંડી ક્યાં સુધી કરીશ? થાકી જઇશ. અપાર સત્તા અને બેસુમાર સંપત્તિ માટે શાંત ચિત્તે ડોસાને ઊડાડી દીધો એ કબૂલ કર. એણે નિમુને મારી એને લીધે તારે એને મારવાનો? ખજાનો લૂંટવા માટે આવી ખતરનાક રમત કરવાની?'

એની આંખોનું તેજ જીરવવાનું અને જવાબ આપવાનું શક્ય નહોતું એટલે બંને ઢંચણ ઉપર માથું નાખીને હાથની આંટી મારીને વિભાકર પોટલું બનીને પલંગમાં બેસી રહ્યો.

પાંચકે મિનિટ સુધી કોઇ અવાજ ના આવ્યો એટલે વિભાકરે હાથની આંટી ખોલીને માથું ઊંચુ કરવાની હિંમત કરી. તીવ્ર ઠંડક વચ્ચે પણ એ પરસેવે રેબઝેબ થઇ ચૂક્યો હતો. ચકળવકળ આંખે એણે આખા ઓરડામાં નજર ફેરવી. અંતરાત્માનો અવાજ બનીને આવેલો બીજો વિભાકર ગાલ પર તમાચો મારીને જાણે અદ્રશ્ય થઇ ગયો હતો!

એ પલંગમાં ઊંધો પડ્યો. ઓગણપચાસ વર્ષની જિંદગીમાં પહેલી વાર મન મૂકીને રડવાની ઇચ્છા થતી હતી. પારાવાર પસ્તાવા સાથએ એ અંદરથી વલોવાઇ રહ્યો હતો. છેલ્લે, જિંદગીની ભીખ માગતા હરિવલ્લભદાસની લાચાર આંખો નજર સામે તરવરી રહી હતી. એને નજર સામેથી હટાવવા માટે એ ખૂબ મથ્યો પણ એ બુઢ્ઢા બાપની લાચાર આંખો હજુય દયામણી નજરે તાકી જ રહી હતી. એ ધ્રૂસકે ધ્રસૂકે રડી પડ્યો. પશ્ચાતાપના આંસુ સાથે ઓશીકું ભિંજાતું રહ્યું અને વિભાકર રડતો રહ્યો. અધમ કૃત્યની અનરાધાર પીડા સાથે એ પરોઢ સુધી રડતો રહ્યો.

સવારે એ ઉઠ્યો ત્યારે માથું ભારેભારે લાગતું હતું. પોતે અધમ કૃત્ય કર્યું છે એ અપરાધભાવ અંદરથી ડંખી રહ્યો હતો. એ છતાં, એ ડંખની વેદના વેઠ્યા સિવાય બીજો કોઇ ઉપાય નહોતો.

વિભાકરનું નસીબ જોર કરતું હતું. મુંબઇનો ખ્યાતનાર બિલ્ડર સુનિલ સોઢી અમદાવાદ આવ્યો અને એણે ફોન કરીને કહ્યું કે બપોરે બે પઢી નવરો છું અને ફ્લાઇટ સાંજની છે. ભીખાજીને લઇને વિભાકર બે વાગ્યે એની હોટલ પર પહોંચી ગયો. એની સાથે રૂમમાં ચા પીધા પછી એ બંને કારમાં ગોઠવાઇ ગયા અને ભીખાજીએ કારને ગોધાવી તરફ લીધી.

'આ શિક્ષણ સંસ્થા ભારતીય સંસ્કૃતિની છાંટ ધરાવે છે પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ લેવલનું છે.' આંઘળી ચીંધીને વિભાકરે એ વિસાળ સંકુલ બતાવ્યા પછી સુનિલને સમજાવ્યું. 'અહીંથી એક મિનિટના ડ્રાઇવ પછી આપણી જમીન આવશે.'

એનું વાક્ય પૂરું થાય એની સાથે જ ભીખાજીએ કારને ખેતરની પાસે ઊભી રાખી દીધી. બે તરફ રોડ મળે એવી આ મોકાની જગ્યા હરિવલ્લભદાસે પસંદ કરી હતી. એમની પરખ ઉપર વિભાકરને શ્રદ્ધા હતી એટલે અત્યારે એ પ્રતિભાવ જાણવા માટે સુનિલની સામે તાકી રહ્યો.

કારની પાસે ઊભેલો સુનિલ દસ- બાર ડગલાં આગળ વધ્યો. વિશાળ ખેતર અને એની ચારે તરફના દ્રશ્યોનું એણે નજરથી મૂલ્યાંકન કરી લીધું. 'એક્ઝેટ ટોટલ એરિયા કેટલો છે?' નિરીક્ષણ ચાલુ રાખીને એણે વિભાકરને પૂછ્યું.

'પાંસઠ એકરથી સહેજ વધારે એટલે આશરે અઢી લાખ ચોરસ મીટર જમીન છે.' વિભાકરે હસીને ઉમેર્યું. 'તમારા મુંબઇની ભાષામાં કહું તો લગભગ સત્યાવીસ લાખ સ્કેવર ફૂટનો આ પ્લોટ છે. મેક્સિમમ એફ.એસ.આઇ. માટે પ્રયત્ન કરીશ.'

આજુબાજુ ચક્કર મારીને સુનિલે ફરીથી આંખો ઝીણી કરીને ચારેય દિશોઓમાં જોયું. ખેતરની સામે જોયું પછી નજીક આવીને વિભાકરના ખભે હાથ મૂક્યો. 'મારી પાસે અહીં બીજા મિત્રો પણ છે. એમની સાથે વાત કરીને ભાવની તપાસ કરી લઉં. એમાં બે- ચાર દિવસ લાગશે. એ પછી તમને ફાઇનલ જવાબ આપીશ.' સહેજ અટકીને એણે ખાતરી આપી. 'દસ હજાર મકાનની વિશાળ ટાઉનશીપ અહીં ઊભી હોય એવું દ્રસ્ય મને દેખાય છે એટલે આ પ્લોટ ખરીદીશ એ નક્કી. સવાલ માત્ર કિંમતનો છે.'

'મારે કોઇ ઉતાવળ નથી.' પોતાની કિંમતનો અંદાજ જણાવ્યા વગર વિભાકરે એ ભાર એના ઉપર જ નાખી દીધો. 'તમારી રીતે પૂરી તપાસ કરીને જે ઓફર હોય એ જણાવજો. યોગ્ય લાગશે તો યસ કહીશ. બાકી, આપણા સંબંધોમાં કોઇ વાંધો નહીં આવે.'

પોતાના વાસ્તુશાસ્ત્રીને બતાવવા માટે સુનિલે આમતેમ ફરીને જુદા જુદા એંગલથી ખેતરના પાંચ- છ ફોટા મોબાઇલથી ઝડપી લીધા.

સુનિલની હોટલ પર જઇને ફરીથી ચા પીધા પછી વિભાકર એને એરપોર્ટ મૂકવા ગયો.

એરપોર્ટથી એણે ભીખાજીને ઓફિસે જવાની સૂચના આપી. ઓ ઓફિસે પહોંચ્યો કે તરત જયંતી એની ચેમ્બરમાં આવ્યો. 'મેરઠમાં પેલા ઇમિટેશન જ્વેલરીવાળા જોડે આજે ફોન પર વાત થઇ.' જયંતીના અવાજમાં ઉત્સાહ હતો. 'એણે કહ્યું કે એખ કચ્છી વેપારીનો મુંબઇમાં સ્ક્રેપનો બહુ મોટો કારોબાર છે. એના તેર કરોડ રૂપિયા મેરઠવાળા મિશ્રાએ દબાવેલા.'

એ આગળ કંઇ બોલે એ અગાઉ વિભાકરે એને અટકાવ્યો. 'આમાં કચ્છ કનેક્શન હશે એ કબૂલ પણ હવે આ કેસ સાથે આપણે કોઇ કનેક્શન નથી રાખવાનું.

મારો હમશકલ ખૂની લંડનમાં નથી રહેતો પણ બ્રિટનના કોઇ બીજા સીટીમાં રહે છે એટલી માહિતી સાથે એની આછીપાતળી ઓળખ મળી ગઇ છે એટલે ફરગેટ મિશ્રા એન્ડ ફરગેટ મેરઠ.'

'જી.' જયંતીએ હકારમાં માથું હલાવીને સમંતિ આપી. એ પચી ધડાધડ બધી ઘટના બનવા લાગી. પ્રભાતસિંહે કેસ પાછો ખેંચી લીધા પછી હબીબભાઇની મદદથી અને એમના માર્ગદર્શન મુજબ સાત બારના ઉતારામાં ત્રણેય ભાઇઓના નામ આવી ગયા. અગાઉ કરેલી એન.એ.ની અરજી પાસ થઇ ગઇ.

વેચાણ દસ્તાવેજ રજિસ્ટ્રેશન કરાવવાનો હતો એ તારીખે કચેરીમાં વિભાકર, ભાસ્કર, આદિત્ય ત્રણેય ભાઇઓની સાથે એડવોકેટ હબીબ હાજર હતા. તડીપાર વિજુભા અધિકૃત રીતે હાજર રહી શકે એ માટે પોલીસ કમિશ્નરની કચેરીમાં તજવીજ કરીને હબીબે એ એક દિવસ માટે સંમતિ મેળવી લીધી હતી.

ખુશીના વાતાવરણ વચ્ચે દસ્તાવેજ પર સહી-સિક્કા થયા. તોતિંગ ફી ભરીને રજિસ્ટ્રેશન માટેની વિધિ પણ પતાવી દેવામાં આવી. સાતેય જણા હોટલમાં સાથે જમ્યા. 'કાલે આ ચેક બેન્કમાં ભરવા જઇશ એટલે ત્યાંનો સ્ટાફ પણ પાર્ટી માગશે.' જિતુભાએ હસીને કહ્યું.
'ગોધાવીની બેન્કમાં એક દિવસ સાથે એકસો એંશી કરોડના ચેક જમા થશે એવું પણ પહેલી વખત બનશે.' વિજુભાના ચહેરા પર મલકાટ હતો.

એક સાથે બે- ચાર ગાળ બોલીને વિજુભાએ માહિતી આપી. ભયાનક ગુસ્સો અને ઉશ્કેરાટથી એનો અવાજ ધ્રૂજતો હતો. 'મને અંધારામાં રાખીને પ્રભાતિસંહને એણે નવ કિલો સોનુ આપ્યું એ તો સમજ્યા, પણ એણે તો બોર આપીને કલ્લી કાઢી લીધી. તમને ખબર છે?'

હસીખુશીના વાતાવરણમાં જમ્યા પછી બધા છૂટા પડ્યા. વિજુભાને ખબર ના પડે એ રીતે પ્રભાતસિંહને બીજા ત્રીસ કરોડ આપવાના હતા. એ માટે એ બીજા દિવસે ઓફિસ આવ્યા.

'ત્રીસ કરોડ કેશ કે ચેકની ઝંઝટના કરવી હોય અને ગોલ્ડમાં રસ હોય તો એક એક કિલના નવ બિસ્કિટ તૈયાર છે.' વિભાકરે પ્રભાતસિંહને સમજાવ્યું. 'મારી દ્રષ્ટિએ એ વિકલ્પ વધુ સારો છે. સોનાની કિંમત તો વધતી જ રહેવાની છે. વચ્ચે જરૂર ઊભી થાય ત્યારે એમાંથી એકાદ- બેની રોકડી કરવામાં પણ વાંધો ના આવે.'

પ્રભાતસિંહે એ પ્રસ્તાવ સ્વીકારી લીધી. ઓફિસની તિજોરી ખોલીને આદિત્યે નવ બિસ્કિટ એમને આપ્યા. એ લઇને ત્રણેય ભાઇઓ સાથે હાથ મિલાવીને એમણે વિદાય લીધી.

ગાંધીનગરમાં છવ્વીસ કરોડમાં સોદો ફાઇનલ થયા પછી એક મહિને હેતુફેરની મંજૂરી આવી ગઇ.

એ પછી દોઢેક મહિનો વીતી ગયો. જિતુભા સવારમાં ચા પીતા હતા એ જ વખતે વાવાઝોડાની જેમ વિજુભા એમની ડેલીમાં ધસી આવ્યા.

'એ શેઠિયાએ આપણને દૂ બનાવ્યા.' એક સાથે બે- ચાર ગાળ બોલીને વિજુભાએ માહિતી આપી. ભયાનક ગુસ્સો અને ઉશ્કેરાટથી એનો અવાજ ધ્રૂજતો હતો. 'મને અંધારામાં રાખીને પ્રભાતિસંહને એણે નવ કિલો સોનુ આપ્યું એ તો સમજ્યા, પણ એણે તો બોર આપીને કલ્લી કાઢી લીધી. તમને ખબર છે? એ (ગાળ) મુંબઇના બિલ્ડરને એ પ્લોટ છસ્સો કરોડમાં વેચી દીધો!' સ્તબ્ધ જિતુભા, સામે જોઇને એણે ઉમેર્યું. 'તમે સાથ આપો કે ના આપો, હું એ શેઠિયાને છોડવાનો નથી. આપણને છેતરનાર એ છછૂંદરના છોતરાં કાઢી નાખીશ.'
(ક્રમશઃ)

[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી