'સાહેબ, તમે એમને ક્યારેય રૂબરૂ મળ્યા નથી, એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ બજારમાં મારા બાપની ધાક હતી. એમની સામે ઊંચા અવાજે બોલવાની પણ કોઇની તાકાત નહોતી.'

article by mahesh yagnik

મહેશ યાજ્ઞિક

Sep 15, 2018, 12:05 AM IST

પ્રકરણઃ 64
શાલિની
જે રીતે દોડીને હરિવલ્લભદાસના ઓરડામાં ગઇ એ જોઇને અલકા અને ભાવિકા ઉચાટમાં આવી ગયાં. તરત એ બંનેએ એકબીજાની સામે જોયું અને ઊભા થઇને એ બંને પણ ત્યાં પહોંચ્યાં.

વિભાકર, આદિત્ય અને ભાસ્કર બારણાંની બહાર જ ઊભા હતા. વિભાકરે હાથ આડો કરીને એ બંનેને અંદર જતા અટકાવ્યા.

'પપ્પાજીનો એ સીન જોયા પછી મારું કે અલકાનું માથુંય ધડ ઉપર નથી. તમને જે પીડા થાય છે એવી જ પીડા અમને પણ વહેરે છે. સગા બાપની જેમ મને અને અલકાને એ સાચવતા હતા. માથા ઉપરથી છાપરું ઊડી ગયું હોય એવી દયામણી દશા છે. આપણે સમદુખિયાં છીએ, શાલુદીદી!'

મારો બાપ આપઘાત ના કરે એવી જે ચીસ શાલિનીએ પાડી હતી એ અલકા અને ભાવિકાએ પણ સાંભળી.

અંદર ઓરડાની વચ્ચે ઊભેલી શાલિનીનાવાળ અસ્તવ્યસ્ત હતા. સાડીનો છેડો ખસી ગયો હતો એની પણ એને પરવા નહોતી. સૈયદ સામે જોઇને એ રડતી રડતી ઝનૂનથી બોલતી હતી.

'સાહેબ, તમે એમને ક્યારેય રૂબરૂ મળ્યા નથી, એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ બજારમાં મારા બાપની ધાક હતી. એમની સામે ઊંચા અવાજે બોલવાની પણ કોઇની તાકાત નહોતી.' રૂદનની સાથે એ ઊભરો ઠાલવતી હતી એટલે એનો અવાજ તરડાઇ ગયો હતો. 'એમનો પડ્યો બોલ ઝિલાતો હતો. એ મનમાં જે ધારે એ જ કરે. એ જે બોલે એ શિલાલેખના અક્ષર એવું બધાએ માનવાનું. ભલભલા ભૂપની સાથે પણ વટથી વાત કરનારો માણસ આવી રીતે મરવાનું ક્યારેય ના વિચારે, સાહેબ! એમના સરમુખત્યાર જેવા સ્વભાવને લીધે બધા એમને હિટલર કહેતા હતા.'

'આવા માણસની આ જ તકલીફ હોય છે. મોટાંબહેન!' સૈયદે અત્યંત સ્વસ્થતાથી જવાબ આપ્યો. 'પ્લીઝ, તમે બહાર બેસો. અમારી તપાસમાં ડિસ્ટર્બ ના કરો.' બે હાથ જોડીને એણે ઉમેર્યું. 'બીજી એક જનરલ નોલેજની વાત પણ સાંભળતા જાવ. હિટલરે પણ આત્મહત્યા જ કરેલી!'

શાલિની ચૂપ થઇ ગઇ. ચારેક સેકન્ડ પછી એણે પૂછ્યું. 'પપ્પા કોઇ ચિઠ્ઠી કે એવું કંઇ લખી ગયા છે?'

'એ બધું શોધવા માટે જ અમે મથી રહ્યા છીએ, મોટાંબહેન, પ્લીઝ.' બારણા બહાર ઊભેલા બધાની સામે આંગળી ચીંધીને એણે લગીર સખ્તાઇથી કહ્યું. 'અર્ધો કલાક પછી તમારી વાત શાંતિથી સાંભળીશ. ત્યાં સુધી પ્લીઝ, આ લોકોની સાથે બહાર બેસો.'

એના અવાજમાં આદેશનો જે રણકાર હતો એ પારખીને શાલિની ધીમા પગલે બહાર ગઇ. અલકા અને ભાવિકાને વળગીને એણે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું શરૂ કર્યું. નણંદનો હાથ પકડીને એ બંને એને ડ્રોઇંગરૂમમાં લઇ ગયાં.

'મગજને શાંત રાખીને વાતની ગંભીરતા સમજો શાલુદીદી!' પાસે બેસાડીને ભાવિકાએ સમજાવ્યું. 'પપ્પાજીનો એ સીન જોયા પછી મારું કે અલકાનું માથુંય ધડ ઉપર નથી. તમને જે પીડા થાય છે એવી જ પીડા અમને પણ વહેરે છે. સગા બાપની જેમ મને અને અલકાને એ સાચવતા હતા. માથા ઉપરથી છાપરું ઊડી ગયું હોય એવી દયામણી દશા છે. આપણે સમદુખિયાં છીએ, શાલુદીદી!' એનો હાથ પોતાના હાથમાં જકડીને ભાવિકાએ ઉમેર્યું. 'પોલીસવાળા બુદ્ધિ વગરના નથી. એ એમની રીતે તપાસ કરતા હોય એમાં આવી સળી કરવાથી પ્રોબ્લેમ બહુ મોટો થઇ જાય એનો ખ્યાલ છે તમને? ઇન્સ્પેક્ટર બહોશ છે. એણે કેવું ઠંડકથી કહી દીધું કે હિટલરે પણ આપઘાત કરેલો! મંજુબા ગયાં એ પછી પપ્પાજીને જિંદગીમાં કોઇ રસ જ નહોતો રહ્યો.’ ભાવિકાની સમજાવવાની આવડત અદભુત હતી. 'ગોરધનને બદલે જમવાનું હું પીરસતી હતી તોય પરાણે કોળિયા ઉતારે. એમનું ડિપ્રેશન જોયા પછી ત્રણેય ભાઇઓએ એમને પ્રવાસમાં મોકલ્યા હતા. ભાઇબંધો જોડે ત્યાં હરેફરે તો મગજ ફ્રેશ થઇ જાય એવું વિચારીને પેલા ત્રણેયનો ખર્ચો પણ આપણે વેઠેલો, પણ આપણા કરમની કઠાણાઈ કે પપ્પાજી ડિપ્રેશનમાંથી બહાર ના આવ્યા.' યાદ કરીને એણે ઉમેર્યું. 'તમે તો સિદ્ધપુર અમારી સાથે જ હતાંને? પેલા અઘોરીએ શાપ આપેલો એ ભૂલી ગયા? એ પછી તો ડૉક્ટર દિનુકાકા કોઇ ઋષિ- મુનિ જેવા સાચા સંતને બંગલે લાવેલા. મંજુબાના ફોટા સામે જોયા પછી ગુરૂજીએ આ રૂમમાં ચક્કર મારીને હવાની ગંધ પારખેલી. તમે નહીં માનો, પણ એ મહાત્માએ ચોખ્ખું કહેલું કે આ બંગલમાં હજુય મોતના ઓળાઓ ઘૂમી રહ્યા છે અને એમનું ખાલી ખપ્પર ભરવા માટે એ ગમે તેને ઉપાડી લેશે.' નિસાસો નાખીને એણે શાલિની સામે જોયું. 'એ જમડાઓએ પપ્પાજીને ઝડપી લીધા અને આપણે નોધારાં થઇ ગયાં!'

હરિવલ્લભદાસના ઓરડામાં ફોટોગ્રાફરે લાશના જુદા જુદા એંગલથી ફોટાઓ પાડ્યા. ફોરેન્સિકના માણસે લાશના આંગળાની છાપ લીધી. રિવોલ્વરને કાળજીપૂર્વક પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ચકાસણી માટે લઇ લીધી. હાથમાં રિવોલ્વર પકડીને કોઇ માણસ ગોડી છોડે ત્યારે એના હાથ ઉપર પણ ગન પાવડરના રજકણ ચોંટી જતા હોય છે. એ પુરાવો મહત્ત્વનો ગણાય. ફોરેન્સિકના માણસે લાશના કોણી સુધીના હાથ ઉપર કેમિકલ સ્પ્રે કરીને ગન પાવડરના ચોંટી ગયેલા રજકણોની હાજરીની પણ નોંધ લીધી. ઓરડામાં જ્યાં જ્યાંથી લેવા જેવું લાગ્યું ત્યાંથી આંગળાની છાપો લઇ લીધી.

આ સધ્ધર પુરાવા વિશે એણે સૈયદને વાત કરી એટલે સૈયદે હળવાશ અનુભવી. પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાના લમણામાં કોઇ માણસ પોઇન્ટ બ્લેન્કથી ગોળી મારે એવા ક્લિયર કટ આત્મહત્યાના કિસ્સામાં હવે આનાથી વિશેષ ઇન્વેસ્ટિગેશનની જરૂર નથી એમ વિચારીને એ ધરપત અનુભવતો હતો. મામલો જો આત્મહત્યાને બદલે શંકાસ્પદ ખૂનનો હોત તો તપાસમાં લાંબા થઇ જવું પડતું. એની તુલનામાં આત્મહત્યાના કેસમાં ફાઇલ બંધ કરી દેવનું કામ તો ડાબા હાથના ખેલ જેવું હતું.

સાલુ, કોઇ ઓછું ભણેલો માણસ પણ પંખે લટકી જાય કે પાટા નીચે પડતું મૂકે ત્યારે ચિઠ્ઠી લખીને પોલીસનું કામ સરળ બનાવે છે. સૈયદ વિચારતો હતો. આ શેઠિયાએ સાયલેન્સરવાળી આલાગ્રાન્ડ રિવોલ્વરથી લમણે ગોળી મારી એ પહેલા આવું કંઇ વિચાર્યું નહીં હોય? ભણેલા- ગણેલા માણસને મરતાં પહેલાં કાગળ ઉપર બે- ચાર લીટી લખવામાં શું તકલીફ પડતી હશે? શકરાબાજ જેવી નજરે એણે ટેબલની ઉપર અને ડ્રોઅરનાં ખાનાંઓમાં પણ તપાસ કરી.

આ બાજુ અલકા અને ભાવિકાની વચ્ચે બેઠેલી શાલિનીએ પર્સ ખોલ્યું અને એમાંતી મોબાઇલ બહાર કાઢ્યો. 'સુભાષકુમારને ફોન કરે છે?' ભાવિકાએ તરત પૂછ્યું શાલિનીએ માથું હલાવીને હા પાડી.

'આ આખી કથા એમને અત્યારે ના કહેતાં. પપ્પાને એક્સિડન્ટ થયો છે, જલદી આવી જાવ એટલું જ કહેજો.' ભાવિકાએ સ્પષ્ટતા કરી. 'મેં કે મોટીબહેને અમારા પિયરિયાંને પણ હજુ જાણ નથી કરી. સુભાષકુમારને તાકીદ કરજે કે બીજા કોઇને કંઇ કહ્યા વગર સીધા બંગલે આવી જાવ. જો વાત વેરાઇ જશે તો ટીવીવાળાનું ધાડું બંગલામાં ધસી આવશેને ધજાગરો થશે. સમજાય છે મારી વાત?'

શાલિનીએ હકારમાં માથું હલાવીને ભાવિકાએ કહ્યું હતું એ જ રીતે જાણ કરીને સુભાષને બોલાવી લીધો.

ગોરધન મહારાજે સમજદારી બતાવીને ચા બનાવી નાખી હતી. ઘરના માણસો તો કદાચ નહીં પીવે, પણ પોલીસખાતના માણસોની આટલી સેવા કરવી જરૂરી હતી. ટ્રેમાં છ કપ મૂકીને એ હરિવલ્લભદાસના રૂમ પાસે આવ્યો. બારણે ઊભેલા વિભાકર, આદિત્ય અને ભાસ્કર ખસી ગયા એટલે બંને હાથમાં ટ્રે પકડીને એ અંદર ગયો અને ટિપોઇ પર ટ્રે મૂકીને એણે સૈયદ સામે જોયું. 'સાહેબ, બે મિનિટની રિસેસ પાડો. ચા ઠરી જશે.'

ચા પીતી વખતે પણ સૈયદના મગજમાં તો સ્યુસાઇડ નોટનો જ વિચાર ઘૂમરાતો હતો. તિજોરી પાસે ગોઠવેલા ટેબલ ઉપર હરિવલ્લભદાસનો મોબાઇલ પડેલો હતો અને પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને રિવોલ્વરની પાસે જ મૂકી દીધેલો હતો કે જેથી જરૂર પડે ત્યારે એની કોલ ડિટેઇલ્સ ચકાસી શકાય. ચાનો ખાલી કપ ટિપોઇ પર મૂકતી વખતે સૈયદની નજર મોબાઇલ પર પડી અને એની આંખમાં આશાની ચમક ઝબકી.

મોબાઇલ થેલીમાંથી બહાર કાઢીને એણે રૂમાલમાં રાખ્યો. એ પછી આવેલા અને થયેલા ફોનની વિગત તપાસી. ગઇ કાલે સાંજે સાડા પાંચ વાગ્યે કોઇ એડવોકેટ ત્રિવેદીને ફોન કરીને મરનારે સાડા ત્રણ મિનિટ જેટલી વાર વાત કરી હતી. એ પછી મરનારે કોઇ ફોન કર્યો નહોતો અથવા કર્યો હોય તો એને લોગમાંથી ડિલિટ કરી નાખ્યો હશે. ફોનની સાચી વિગત તો કંપનીના રેકર્ડમાંથી મળી શકે. કંપની સાથે એ માથાકૂટ કરવાની સત્તા તો પોતાની પાસે હતી નહીં. ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. અથવા કમિશનરસાહેબ કંપનીને હુકમ કરી શકે.

કોલ રજિસ્ટરની ઝંઝટ છોડીને એણે મેસેજનું ફોલ્ડર ખોલ્યું. એ જોઇને એણે સંતોષનો ઊંડો શ્વાસ લીધો. રાત્રે અઢી વાગ્યે આ મોબાઇલમાંથી એક જ મેસેજ અલગ અલગ છ વ્યક્તિઓને રવાના કરવામાં આવ્યો હતો.

સાળીના દીકરાની બર્થ ડે પાર્ટીમાં સાંજે જવાનું હતું એનું સૈયદને ટેન્શન હતું. જો કંઇક લોચા-લાપસીવાળો મામલો લાગશે તો રાત સુધી નીકળાશે નહીં અને ઘરમાં ઝઘડો થશે એની એને ચિંતા હતી.

ગુજરાતી ફોન્ટમાં જ મરનારે જે સંદેશો મોકલ્યો હતો એ વાંચીને એનો બધો ઉચાટ ઓસરી ગયો. આખું લખાણ ધ્યાનથી વાંચ્યા પછી એણે લાશની સામે જોયું. મનોમન મરનારનો આભાર માનીને મોબાઇલ હાથમાં લઇને એ બારણા પાસે આવ્યો.

'વિભો, આદિત્ય અને ભાસ્કર એટલે તો તમે ત્રણેય ભાઇઓ જ ને?' જિતુભાઇએ પરિચય કરાવ્યો હતો ત્યારે નામ કહેલાં એ છતાં આમાંથી કયો ભાઇ કોણ એ અત્યારે એક્ઝેક્ટ યાદ નહોતું. એટલે ખાતરી કરવા એણે પૂછ્યું.

'વડીલે આપઘાત કરતાં અગાઉ તમને ત્રણેયને અને પેલા ત્રણ દોસ્તારોને એક એસ.એમ.એસ. મોકલેલો, રાત્રે અઢી વાગ્યે.' એણે ત્રણેયની સામે જોયું. 'વાંચી સંભળાવું છું.' ગળું ખોંખારીને એણે મેસેજ વાંચ્યો.

'હું વિભાકર, આ આદિત્ય અને આ ભાસ્કર.' વિભાકરે ફરીથી ઓળખાણ આપી.

'હિંમત, જીવણ અને દિનુ કોણ છે?' મોબાઇલમાં નામ જોઇને સૈયદે પૂછ્યું.

'એ ત્રણેય વડીલો પપ્પાના અંગત મિત્રો છે.' વિભાકરે માહિતી આપી. 'વડીલે આપઘાત કરતાં અગાઉ તમને ત્રણેયને અને પેલા ત્રણ દોસ્તારોને એક એસ.એમ.એસ. મોકલેલો, રાત્રે અઢી વાગ્યે.' એણે ત્રણેયની સામે જોયું. 'વાંચી સંભળાવું છું.' ગળું ખોંખારીને એણે મેસેજ વાંચ્યો. 'ડિપ્રેશનને લીધે જિંદગીમાં કોઇ રસ રહ્યો નથી. મન મારીને જીવવાનો કોઇ મતલબ નથી. તમારી લાગણી અને સ્નેહના સથવારે આટલું જીવ્યો પણ હવે થાક્યો છું. કોઇ ઇચ્છા અધૂરી નથી. તમારા નામની પાછળ મારું નામ જોડાયેલું છે એ યાદ રાખીને ત્રણેય ભાઇઓ સંપથી જીવજો. કોઇનું હૈયું ક્યારેય દુભાવ્યું હોય તો માફ કરી દેજો. જન્મ તો ઉપરવાળાએ એની મરજી મુજબ આપેલો, પણ મરવાનું તો મારા હાથમાં છેને? સ્વેચ્છાએ જીવનનો ત્યાગ કરતી વખતે મનમાં કોઇ અફસોસ નથી. કોઇ કડવાશ નથી. કોઇના માટે કોઇ ફરિયાદ નથી. ગુડબાય!'

સૈયદે મેસેજનું વાચન પૂરું કર્યું ત્યારે ત્રણેય ભાઇઓની આંખ ઝળઝળિયાંથી છલકાતી હતી.
(ક્રમશઃ)
[email protected]

X
article by mahesh yagnik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી