ધર્મ, લોહી અને રાજનીતિ

article by nagindas shanghavi

નગીનદાસ સંઘવી

Nov 28, 2018, 12:05 AM IST

અમૃતસરમાં નિરંકારી સંપ્રદાયના ધર્મસ્થાનક પર થયેલા ગ્રેનેડ હુમલા માટે મુખ્યમંત્રી અમરીન્દરસિંહે પાકિસ્તાની કાવતરું ગણાવ્યું છે અને એંશીના દાયકામાં દેશને ધ્રુજાવી મૂકનાર ખાલિસ્તાની આંદોલનને સજીવન કરવા માટે પાકિસ્તાન પ્રયાસ કરી
રહ્યું છે, તેવો આક્ષેપ મૂક્યો છે. મુખ્યમંત્રી વાતનું વતેસર કરી રહ્યા છે.


નિરંકારી સંપ્રદાય શીખોમાં શરૂ થયેલો અલગ સંપ્રદાય છે, પણ મોટાભાગના શીખ સમાજે તેને નકારી કાઢ્યો છે અને અકાળ તખ્તના સંચાલકમંડળે જારી કરેલા હુકમનામા પ્રમાણે નિરંકારી સંપ્રદાયને શીખદ્રોહી ગણવામાં આવ્યો છે. તેનાં બે કારણ છે. એક તો ધર્મચુસ્ત શીખો માત્ર દસ જ ગુરુઓને સ્વીકારે છે અને ગુરુ ગોવિંદસિંહજી છેલ્લા ગુરુ ગણાય છે, તેમના પછી ગુરુપ્રણાલી ખતમ થઈ ગઈ. ગુરુપદનો દાવો કરનાર નિરંકારી સંપ્રદાયના બાબા ગુરુચરણસિંહની 1981માં હત્યા કરવામાં આવી.

1977-80 દરમિયાન પંજાબમાં સત્તાશીલ અકાલીદલનો પ્રભાવ તોડવા માટે માજી મુખ્યમંત્રી ઝૈલસિંહ અને સંજય ગાંધીએ ભિંડરાંંવાલેનો સાથ લીધો તેવું B.B.C.ના સંવાદદાતા માર્ક ટુલીએ લખ્યું છે.
ઈ.સ 1980ના ચૂંટણીપ્રચારમાં ભિંડરાંંવાલેે કેટલીક વખત ઇન્દિરા ગાંધી જોડે ફર્યા હતા, તે હકીકત જગજાહેર છે

નિરંકારી સંપ્રદાયનાં સંમેલનોમાં ગુરુનું આસન ગ્રંથસાહેબથી ઊંચે રાખવામાં આવે છે. તે પણ શીખોની નારાજગીનું કારણ છે, કારણ કે ગ્રંથસાહેબને હંમેશાં સર્વોચ્ચ સ્થાને જ મૂકવાનો આગ્રહ રાખવામાં આવે છે. નિરંકારી શીખો સાથેનો સંઘર્ષ અવારનવાર ચાલતો જ હોય છે અને નિરંકારીઓ સામે ઉગ્ર જેહાદ ચલાવનાર સંત જરનૈલસિંહ ભિંડરાંંંંંંંવાલે શીખ સમાજમાં માનભર્યું સ્થાન આજે પણ ધરાવે છે. ખુશવંતસિંહે લખ્યું છે તેમ શીખોના માનસમાંથી સંત જરનૈલસિંહ ભિંડરાંંંંંંંવાલેેેનું સ્થાન ડગાવી શકાય તેમ નથી.


1977-80 દરમિયાન પંજાબમાં સત્તાશીલ અકાલીદલનો પ્રભાવ તોડવા માટે માજી મુખ્યમંત્રી ઝૈલસિંહ અને સંજય ગાંધીએ ભિંડરાંંંંંંંવાલેેનો સાથ લીધો તેવું B.B.C.ના સંવાદદાતા માર્ક ટુલીએ લખ્યું છે. 1980ના ચૂંટણીપ્રચારમાં ભિંડરાંંંંંંંવાલેે કેટલીક વખત ઇન્દિરા ગાંધી જોડે ફર્યા હતા, તે હકીકત જગજાહેર છે.


ભિંડરાંંવાલે શીખોની ધાર્મિક સંસ્થા દમદમી ટકસાલમાં ઘડાયા અને નિરંકારી તરફ ધિક્કાર ધરાવતા હતા. આમાં કશી નવાઈ નથી. શીખ ગુરુદ્વારાઓ પર કબજો જમાવી બેઠેલા હિન્દુ મહંતોની પકડ તોડવા માટે શરૂ થયેલો સત્યાગ્રહ ઘણો લાંબો ચાલ્યો અને છેવટે 1921માં ઘડાયેલા કાયદા અનુસાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી(SGPC)ને પંજાબના તમામ ગુરુદ્વારાઓનો વહીવટ સોંપાયો.


ભિંડરાંંંંંંંવાલેેએ શરૂ કરેલી પ્રવૃત્તિઓને વખોડી કાઢનાર પંજાબ કેસરીના માલિક અને તંત્રી લાલા જગત નારાયણના ખૂનમાં ભિંડરાંંંંંંંવાલેેનું નામ સંડોવાયું હતું અને તેમની ધરપકડ થઈ, પણ ઇન્દિરા ગાંધીના ગૃહમંત્રી જ્ઞાની ઝૈલસિંહના આદેશથી તેમને છોડી મૂકવામાં આવ્યા. ત્યાર પછી પંજાબમાં નિરંકારીઓ અને હિન્દુઓનો હત્યાકાંડ શરૂ થયો. બોંબ વિસ્ફોટ, હુલ્લડખોરીનો યુગ શરૂ થયો અને પંજાબમાં આતંકવાદ એટલો જામ્યો કે પંજાબમાં સૂર્યાસ્ત પછી પોલીસો સિવાય કોઈ ઘરબહાર નીકળી શકે નહીં. પોલીસો પણ નાહિંમત બન્યા અથવા હુલ્લડો વખતે તમાશો જોતા રહ્યા. 1982-83માં પંજાબના ત્રાસવાદી હત્યાકાંડે આખા દેશમાં હાહાકાર મચાવ્યો. પોતાની ધરપકડ ટાળવા માટે સંત જરનૈલસિંહ ભિંડરાંંંંંંંવાલેે સુવર્ણમંદિરના નાનક નિવાસમાં અને પછીથી ખુદ અકાળ તખ્તમાં ભરાઈ બેઠા અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ 200-300 જેટલા સાથીઓ તેમની તહેનાતમાં રહેતા. બે-અઢી વર્ષ ચાલેલી ઇન્દિરા અકાલીદલની વાટાઘાટો નિષ્ફળ નીવડી. તોફાનો વધતાં ચાલ્યાં અને પોતાની રક્ષા માટે ભિંડરાંંંંંંંવાલેેએ સુવર્ણમંદિરમાં લશ્કરી કિલ્લેબંધી કરી.


કોઈ ઉપાય ન રહ્યો ત્યારે છેવટે 1984ની અધવચ્ચે સુવર્ણમંદિર સામે લશ્કરી કારવાઈ કરવામાં આવી. પોતાના જ દેશના કોઈ સંગઠન સામે આટલું કડક પગલું દુનિયામાં બીજું ભરાયું નથી. લેફ્ટ. જનરલ કૃષ્ણસ્વામી સુંદરજીની રાહબરી તળેની આ લશ્કરી કારવાઈના છ અફસરોમાંથી ચાર શીખો હતા. ત્રણ દિવસ ઘમાસાણ જંગ ખેલાયો. સુવર્ણમંદિરના દરવાજા તોડી નાખવા માટે ટેન્કો વાપરવી પડી અને સંખ્યાબંધ જવાનો તથા નાગરિકો હણાયા.


ઓપરેશન બ્લૂસ્ટાર તરીકે ઓળખાતી આ લશ્કરી કારવાઈના વિરોધમાં અમરીન્દરસિંહે કોંગ્રેસ પક્ષમાંથી અને લોકસભામાંથી રાજીનામું આપ્યું. અઢીથી ત્રણ હજાર શીખ જવાનોએ બળવો કર્યો. આ એકતરફી બયાનની બીજી બાજુ પણ યાદ રાખવી જોઈએ. લશ્કરમાં દોઢ લાખ શીખોમાંથી માત્ર ત્રણ હજારે હથિયાર ઉઠાવ્યાં. શીખ સમાજે પોતાના સર્વોચ્ચ ધર્મસ્થાન સામેની લશ્કરી કારવાઈનો ઉગ્ર વિરોધ કર્યો, પણ ભિંડરાંંવાલેેની તરફદારી કરી નથી. મુઠ્ઠીભર માથાફરેલ લોકોને બાદ કરીએ તો બાકીના તમામ શીખોએ હિન્દુઓ સાથેનો ભાઈચારો અકબંધ જાળવી રાખ્યો, પણ ત્રાસવાદીઓએ પોતાનું વેર વા‌ળ્યું અને ઓક્ટોબરની 31 તારીખે ઇન્દિરા ગાંધીના બે શીખ અંગરક્ષકોએ તેમની હત્યા કરી.


આ બે શીખોનાં કરતૂતનું વેર વાળવા માટે કોંગ્રેસી આગેવાનોએ દિલ્હી, કાનપુર અને બીજાં શહેરોમાં ભયંકર હુલ્લડો કરાવ્યાં. એચ કે એલ ભગત, સજ્જનકુમાર, જગદીશ ટાઈટલરનાં નામ અપાયાં છે. 1984ના આ હત્યાકાંડની તપાસ કોંગ્રેસી સરકારોએ ચાલવા દીધી નથી અને પહેલો ચુકાદો 2018માં ચોત્રીસ વર્ષે અપાયો. હુલ્લડગ્રસ્તોને કશું વળતર અપાયું નહીં. રાજીવ ગાંધીએ આંખ આડા કાન કર્યા, ઊલટું તેનો બચાવ કર્યો. બોટ ક્લબમાં આપેલા ભાષણમાં તેમણે કહ્યું કે, ‘ઇન્દિરાની હત્યા પછી થોડાં હુલ્લડ થયાં. મોટું ઝાડ ઊથલી પડે પછી ધરતી થોડીવાર ધમધમે તેમાં નવાઈ નથી.’ મણિશંકર અૈયર જેવા ચુસ્ત ઇન્દિરાનિષ્ઠે પણ આ વક્તવ્યની ટીકા કરી છે.


આ બધા ઘટનાક્રમની જોડાજોડ કેનેડા અને ઇંગ્લેન્ડમાં વસવાટ કરનાર શીખોએ ખાલિસ્તાનની સ્થાપના કરી તેનો ઝંડો ફરકાવ્યો, તેના પાસપાર્ટ કાઢ્યા. ખાલિસ્તાની ચળવળની ભિંડરાંંંંંંંવાલેેએ કદી સ્પષ્ટ તરફદારી કરી નથી, પણ સુવર્ણમંદિરમાં અવારનવાર ખાલિસ્તાની ઝંડાઓ ફરકાવવામાં આવતા.


ખાલિસ્તાની ચળવળને શીખ સમાજનો ટેકો કદી અપાયો નથી. આજે પણ અપાતો નથી. ત્રાસવાદીઓ પાકિસ્તાની હથિયારો વાપરતા હતા તે ખરીદાયેલાં શસ્ત્રો છે કે પાકિસ્તાને મદદરૂપે આપેલાં શસ્ત્રો છે તે આપણે જાણતા નથી.
આપણી સમસ્યાઓ અને આપણી મુશ્કેલીઓ માટે પરદેશીઓને જવાબદાર ગણવાની જવાબદારી છોડવી જરૂરી છે. આપણો વાંક અને આપણી ભૂલ શોધીને સુધારવા જેટલી પ્રૌઢતા ભારતે કેળવી લેવી જોઈએ.
[email protected]

X
article by nagindas shanghavi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી