Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 18)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

બહુધર્મી સંવાદ

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

ભારતીય ગણરાજ્ય એ દક્ષિણ એશિયા સ્થિત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત દેશની મૂળભૂત અને આગવી વિશિષ્ટતા તેની સાંસ્કૃતિક વિવિધતા અને સમન્વયમાં રહેલી છે. લગભગ ૧૪૦૦ વર્ષોથી ભારતમાં હિંદુ મુસ્લિમ એકસાથે રહે છે. બંને વચ્ચે સામાજિક અને આર્થિક સમન્વય અને સંવાદ યથાવત્ છે. બંનેની એકબીજાનાં દુઃખ દર્દો, તહેવારો અને ખુશીઓમાં એક સરખી સામેલગીરી રહી છે. આમ છતાં ધર્મના મામલામાં બંને વચ્ચે સમન્વય કે સૂઝબૂઝનો અભાવ જોવા મળે છે. જોકે બંને ધર્મના વિદ્વાનો અને બુદ્ધિજીવીઓએ પ્રત્યેક યુગમાં એકબીજાની સંસ્કૃતિ અને સભ્યતાને સમજવાનો અને પ્રજાને સમજાવવાનો સતત પ્રયાસ કર્યો છે. તેને ઇતિહાસમાં બહુધર્મી સંવાદ તરીકે ઓળખવામાં આવે છે.

આવા બહુધર્મી સંવાદનાં અનેક ઉદાહરણો ઇતિહાસનાં પાનાઓ પર આજે પણ જીવંત છે. ભારતમાં હિંદુ ધર્મ અને ઇસ્લામ વચ્ચે બહુધર્મી સંવાદનો આરંભ મુસ્લિમોના ભારતમાં આગમન સાથે જ થઈ ગયો હતો. જેને બંને ધર્મના ધર્મ ગુરુઓ અને બુદ્ધિજીવોએ સુદૃઢ કર્યો હતો. બહુધર્મી સંવાદનું સૌ પ્રથમ માધ્યમ મુસ્લિમ પર્યટકો બન્યા. જેમણે ભારત પરિભ્રમણ દરમિયાનના પોતાના અનુભવોને અરબી ભાષામાં રજૂ કર્યા અને અરબ જગતને ભારતીય ધર્મો અને સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. એ વૃદ્ધ પર્યટકોમાં બિન શહરયાર, સુલેમાન સૈરાફી મસાઉદ્દીન અને ઇબ્ને ખરરવાજબા મુખ્ય હતા.

ભારતમાં સલ્તનત યુગ (ઈ.સ. ૧૨૦૬ થી ૧૫૨૬) માં સૂફી અને હિંદુ સંતો તથા હિન્દીના કવિઓએ બંને ધર્મો વચ્ચે સમન્વયના સેતુને જીવંત રાખ્યો હતો. સૂફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદને અદ્વેતમના સ્વરૂપમાં રજૂ કર્યો. જેમાં હિંદુ સંતોને વેદાંતમાં રજૂ થયેલ એકેશ્વરવાદના વિચારની ઝલક દેખાઈ.

એ સમયે ઇસ્લામી હકૂમતનું કેન્દ્ર બગદાદ હતું. ઇસ્લામી ઈતિહાસવિદો અને વિદ્વાનો ભારતના ધર્મો, ઈતિહાસ અને જ્ઞાનને જાણવા ઉત્સુક હતા. એટલે તેઓ ભારતથી આવતા પ્રવાસીઓ પાસેથી અને અન્ય માધ્યમો દ્વારા ભારત અંગેનું જ્ઞાન મેળવતા હતા. કેટલાક મુસ્લિમ ઈતિહાસકારો જેવા કે બલાજરી, યાકૂબી અને મુકીદ્સીના ગ્રંથોમાં ભારતનાં વર્ણનો જોવા મળે છે. રબ્નેનદીમએ પોતાના ગ્રંથ ‘અલફહીરસ્ત’માં એક આખું પ્રકરણ ભારતના ધર્મો પર લખ્યું છે. એ સમયે બગદાદમાં અનેક હિંદુ પંડિતો અને કેટલાક નવ મુસ્લિમો પણ રહેતા હતા.

સય્યદ સુલેમાન નદવીએ લખ્યું છે કે એ સમયે બગદાદમા અનેક હિંદુ પંડિતો હતા. તેમાંના કેટલાકનાં નામો ઇતિહાસમાં આજે પણ સુરક્ષિત છે. જેમ કે કનક પંડિત, મનકા પંડિત અને કપિલરાય. આ પંડિતોમાંના કેટલાકે સંસ્કૃત ગ્રંથોના અનુવાદ અરબી ભાષામાં કર્યા હતા. આ પહેલા આર્યભટ્ટે એક પુસ્તક ‘બ્રહ્મ સિદ્ધાંત’નો અનુવાદ ઈબ્રાહીમ ફરાજીની સહાયથી અરબીમાં કર્યો હતો. આ યુગમાં પણ અનેક પુસ્તકોના અનુવાદ સંસ્કૃતમાંથી અરબીમાં થયા હતા. આવા અનુવાદો અને મૌખિક પરંપરા દ્વારા ભારતીય ધર્મો અંગે જાણકારી અરબી સમાજમાં આધારભૂત રીતે ઉપલબ્ધ થવા પામી હતી. તેનો ખ્યાલ જાહીજ અને અલબેરુનીના ગ્રંથો દ્વારા થાય છે. જેમાં તેમણે ભારતીય ધર્મો પર ઘણો પ્રકાશ પાડ્યો છે.


ભારત વિષે પ્રત્યક્ષ માહિતી ઉપલબ્ધ કરાવવાનો આરંભ અલબેરુનીએ કર્યો હતો. એ લગભગ ૪૦ વર્ષ ભારતમાં રહ્યો હતો. તેણે સંસ્કૃત ભાષા શીખી હતી. હિંદુ ધર્મનું જ્ઞાન તેણે મૂળભૂત સંસ્કૃત હિંદુ ધર્મ ગ્રંથોમાંથી મેળવ્યું. તેના આધારે તેણે ‘તહકીકુલ માહિદ’ નામક પુસ્તક લખ્યું. જેમાં તેણે અત્યંત સકારાત્મક રીતે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનો પરિચય દુનિયાને કરાવ્યો. એ ‘ભારતશાસ્ત્ર’ (ઇન્ડોલોજી) નો પ્રથમ ગ્રંથ છે, જેણે ભારત વિષે અને ખાસ કરીને હિંદુ ધર્મ વિષે દુનિયાને આધારભૂત માહિતી પૂરી પાડી હતી. આ ગ્રંથમાં એ બાબતનો પણ ઉલ્લેખ છે કે ઇસ્લામના અનુયાયીઓને હિંદુ ધર્મને સમજવામાં ક્યાં મુશ્કેલી પડે છે. આ સમય દરમિયાન ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વયનો સેતુ સતત બંધાતો ગયો. સિંધ અને બગદાદમાં તો આ વિષય પર ઘણી શાસ્ત્રાર્થ ચર્ચાઓ પર આરંભાઈ હતી. આ જ અરસામાં કુરાનનો હિન્દુસ્તાની ભાષામાં અનુવાદ પણ થયો. હિંદુ રાજાઓએ મુસ્લિમ વિદ્વાનોે દ્વારા ઈસ્લામને સમજવાની કોશિશ પણ કરી.


ભારતમાં સલ્તનત યુગ (ઈ.સ. ૧૨૦૬ થી ૧૫૨૬) માં સૂફી અને હિંદુ સંતો તથા હિન્દીના કવિઓએ બંને ધર્મો વચ્ચે સમન્વયના સેતુને જીવંત રાખ્યો હતો. સૂફીઓએ ઇસ્લામના એકેશ્વરવાદને અદ્વેતમના સ્વરૂપમાં રજૂ કર્યો. જેમાં હિંદુ સંતોને વેદાંતમાં રજૂ થયેલ એકેશ્વરવાદના વિચારની ઝલક દેખાઈ. જ્યારે બીજી બાજુ હિંદુ ભક્તોએ ભક્તિ આંદોલનમાં ઇસ્લામ અને હિંદુ ધર્મના બાહ્ય રીતરિવાજોથી અલગ એક એવું વાતાવરણ ઉત્પન્ન કર્યું જેમાં અંતઃકરણના વિવેચન પર વિશેષ ભાર આપવામાં આવ્યો. પરિણામે હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામંજસ્ય અને સમરસતાનું એવું વાતાવરણ સર્જાયું, જેણે ભારતમાં બહુધર્મીય સમાજની રચના કરી. એ માટે જે મહાપુરુષો સહભાગી બન્યા તેમાં મુલ્લા દાઉદ, કબીર, રસખાન, માલિક મુહંમદ જાયસી, ગુરુ નાનક, સુરદાસ, અને તુલસીદાસનો સમાવેશ કરી શકાય. સૂફી સંતોમાં શેખ નિઝામુદ્દીન ઓલિયા, બાબા ફરીદુદ્દીન ગંજશકર, ખ્વાજા ગરીબ નવાઝ વગેરે પણ આ પારસ્પરિક સંવાદના સૂત્રધાર બન્યા હતા અને તેમણે એ યુગના સમાજને એક અદ્્ભુત સૂત્ર આપ્યું.


‘હર કૌમ રાસ્ત દિને, રસ્મે વ કીબ્લાહે’ અર્થાત્ ‘હર કોમને પોતનો એક ધર્મ, રીતરિવાજ અને (કિબલા) ઈબાદતનું સ્થાન હોય છે.’
www.mehboobdesai blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP