Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 19)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

સૂફીઓના શહેનશાહ જલાલુદ્દીન રૂમી

  • પ્રકાશન તારીખ07 Feb 2019
  •  

30 સપ્ટેમ્બર, ઈ.સ. 1207ના રોજ અફઘાનિસ્તાનના બલ્ખ શહેરમા જન્મેલ સૂફી સંતોના શહેનશાહ સમા જલાલુદ્દીન રૂમીનું અવસાન 17 ડિસેમ્બર, 1273 ના રોજ થયું હતું. તેમની 746મી પુણ્યતિથિ ડિસેમ્બર માસમાં જ ગઈ.

  • 40 વર્ષની વયે જલાલુદ્દીન રૂમીની મુલાકાત એક રહસ્યમય સૂફી શમ્સ તબરેઝ સાથે થઈ. જેણે તેમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આણ્યું

તેમનું મૂળ નામ જલાલ અદ-દીન મુહમ્મદ બલ્ખી હતું. તેઓ નાના હતા ત્યારે જ તેમનું કુટુંબ મંગોલોના વારંવારના હુમલાઓને કારણે બલ્ખ શહેર છોડીને હજારો માઇલ દૂર આવેલા કોન્યામાં જઈને વસ્યું હતું. એ સમયે રૂમીની ઉંમર ત્રીસ વર્ષની હતી અને ફારસી, અરબી અને તુર્કીશ જેવી અનેક ભાષાઓ અને અનેક વિષયોનો અભ્યાસ કરી ચૂક્યા હતા. રૂમીના પિતા પણ વિદ્વાન સૂફી અને લેખક હતા.

40 વર્ષની વયે તેમની મુલાકાત એક રહસ્યમય સૂફી શમ્સ તબરેઝ સાથે થઈ. જેણે તેમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આણ્યું. શમ્સ તબરેઝે જલાલુદ્દીન રૂમીને ખુદાના દિવ્ય પ્રેમના અદ્્ભુત રહસ્યથી પરિચિત કરાવ્યા અને પછી રૂમી ઉપદેશક, ઇસ્લામિક વિદ્વાન, દર્શનશાસ્ત્ર અને તર્કશાસ્ત્રના મહાન જ્ઞાત તરીકે દિન પ્રતિ દિન પ્રસિદ્ધ થતા ગયા અને એટલે જ રૂમીએ પોતાના ગુરુ શમ્સ તબરેઝ માટે લખ્યું છે:
‘रूमी शम्स तबरेज़ को,
बार बार करते हैं नमन
जिसने शोर करते इस दिल को,
दिया है शाश्वत अमन’
તેમના સાહિત્યમાં સૂફી પરંપરા અને ઇસ્લામનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ખુદા પ્રત્યેનો અપાર પ્રેમ તેમની આધ્યાત્મિક રચનાઓના કેન્દ્રમાં છે. રૂમીની બે રચનાઓ વિશ્વપ્રસિદ્ધ છે. ‘મસનવી’ અને ‘દીવાન-એ-શમ્સ તબરેઝ’. છેલ્લા બે દસકાઓમાં તેમની આ બંને રચનોના અનેકવાર અંગ્રેજી અનુવાદો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.
રૂમી દ્વારા લિખિત જગપ્રસિદ્ધ ‘મસનવી’ ફારસીમાં લખાયેલ ઉત્તમ બોધકથાઓ છે. એ બોધકથાઓ વિશ્વની દરેક ભાષામાં અનુવાદિત થઈ છે. અલબત્ત, ગુજરાતીમાં તેનો અનુવાદ બહુ જૂજ જોવા મળે છે. વર્ષો પૂર્વે ઇસ્લામિક બાળ સામાયિક ‘નન્હે મુન્ને’ના સંપાદક શ્રી શમીમ શેખે ‘મસનવી’ ની 56 બોધકથાઓનો સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ ‘મસનવીની બોધકથાઓ’ નામે કર્યો હતો.
જૂન 2013માં પ્રસિદ્ધ થયેલ એ નાનકડું પુસ્તક આજે પણ બાળકોને રૂમીની બોધકથાઓનો આસ્વાદ કરાવતું રહ્યું છે. પુસ્તકના આરંભમાં ‘બીસ્મિહી તઆલા’ અર્થાત્ પ્રસ્તાવનામાં શમીમ શેખ લખે છે, આજે ‘મસનવીની બોધકથાઓ’ પ્રસિદ્ધ કરતા આનંદ અનુભવું છું. કથાઓ બાળભોગ્ય છે. જ્યારે એનો બોધ મોટાઓ માટે ચિનગારી સમાન છે. સાથે જ ‘મસનવીની હમ્દ, નઅત અને કેટલાક અશઆરોના ભાવાનુવાદનો આનંદ ઉઠાવવા જેવો છે. જે આપને ‘મસનવીની અસલ ભવ્યતાનો અહેસાસ કરાવશે.’

આવા મહાન સૂફી સંતની રચનોમાંથી થોડાં અમૃતબિંદુઓનું આચમન કરીએ.
‘મારા હૃદયમાં એક તારો પ્રકાશિત થયો,
જેના જલવામાં સાત સ્વર્ગો સમાઈ ગયાં.’
‘માત્ર ઈશ્વરનો પ્રેમ જ, તારા હૃદયને ઠંડક અર્પશે.’
‘તારા મધની મીઠાશ ચાખી,
ત્યારથી ભંવરાની જેમ ઊડ્યા કરું છું.’
‘તારી કૃપાની શું વાત કરું,
તેણે તો આસમાનના દરવાજા ખોલી નાખ્યા છે.’
‘તૂને મેરે દિલ કો કિયા હૈ હલકા,
દિખા કર ખુદા કા જલવા.’
‘તૂ તો ઇબાદત કર રહા હૈ, મઝદૂરી કી શર્ત પર,
બંદ કર દે, અલ્લાહ જાનતા હૈ,
યહ દુનિયા કૈસે ચલાની હૈ’
‘તુમ જિસે ઢૂંઢ રહે હો,
વો તુમ્હેં ઢૂંઢ રહા હૈ.’
‘ઉસકે દ્વાર પર દસ્તક તો દો,
વો અપને દરવાજે ખોલ દેગા.’
‘ઉસકે સામને ઝૂક જાઓ,
વો તુમ્હેં જન્નત તક ઉઠા લેગા.’
ઉસકે સામને પિઘલ જાઓ,
વો તુમ્હંે સબ કુછ બના દેગા.’
‘હર ઇન્સાન કિસી કામ કે લિયે બનાયા ગયા હૈ, ઉસ કામ કી ખ્વાહિશ ઉસકે દિલ મેં ડાલી ગઈ હૈ.’
‘બંધ હો અગર દોસ્ત કા દરવાજા,
તો વાપસ મત ચલે જાના,
ક્યોં કી વોહી દોસ્ત જાનતા હૈં રહસ્યવાલે રાસ્તે,
જિસ પર ચલ કર તુમ ઉસ તક પહુંચ સકતે હો.’
‘તુમ પંખોં (પાંખો) કે સાથ જન્મે હો, ફિર ભી ઝમીન પર રેંગના ક્યો પસંદ કરતે હો’
‘તમારું કાર્ય પ્રેમને શોધવાનું નથી,
પણ એ વિધ્નોને શોધવાનું છે,
જે તમે જ તમારા મનમાં પ્રેમના,
વિરોધમાં સ્થાપિત કરી રાખ્યા છે.’
‘મનુષ્યનો આત્મા જે વર્ષો સુધી
શરીરમાં કેદ છે તે જો તેમાંથી,
મુક્ત થઈને પોતાના ઉદ્્ગમસ્થાન સાથે ભળી જતો હોય તો એ આનંદ અને ખુશીનો અવસર નથી શું?’
‘સંસારિક પ્રેમ સે અપના મુંહ મત મોડ,
યહ તુઝે હદ તક ઊંચા ઉઠા સકતા હૈ’
‘ખુદા હી સાકી હૈ, ઔર વહી શરાબ હૈ,
વહી જાનતા હૈ કિ કૈસા મેરા પ્રેમ હૈ’
જલાલુદ્દીન રૂમીની કોન્યામાં આવેલી મઝાર પર લખ્યું છે, ’જ્યારે હું અવસાન પામું ત્યારે મારા મકબરાને જમીન પર ન શોધશો, તેને લોકોનાં હૃદયમાં શોધશો.’
તેમનું આ વાક્ય આજે પણ તેમની રચનાઓને કારણે તેમને જીવંત રાખી રહ્યું છે. Á
www.mehboobdesai.blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP