Back કથા સરિતા
મહેબૂબ દેસાઈ

મહેબૂબ દેસાઈ

ધર્મ (પ્રકરણ - 18)
લેખક ઈસ્લામ ધર્મના મર્મજ્ઞ છે.

ઇસ્લામનાં કેટલાંક પ્રતિબંધિત કાર્યો

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં અનેક મૂલ્યનિષ્ઠ આદેશો ઠેર ઠેર જોવા મળે છે. એ જ રીતે હજરત મહંમદ પયગંબર સાહેબના જીવનકવનમાંથી પણ અનેક આદર્શો દરેક માનવીએ અપનાવવા જેવા છે. મહંમદ સાહેબ સાથે રહેનાર તેમના જીવનને નજીકથી જોનાર સહાબીઓએ નોંધેલ મહંમદ સાહેબના જીવન પ્રસંગો કે ઉપદેશો ઇસ્લામમાં ‘હદીસ’ના નામે પ્રચલિત છે. એવી જુદી જુદી હદીસોમાં મહંમદ સાહેબે ઇસ્લામના અનુયાયીઓને ન કરવા જેવી પ્રતિબંધિત અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.

જેમાંની કેટલી બાબતોનો અત્રે ઉલ્લેખ કરવો છે. એ આદેશો જોતા લાગે છે કે મૂલ્યનિષ્ઠ સમાજ ઇચ્છનાર કોઈ પણ માનવીએ તેનું પાલન કરવું જોઈએ. અત્રે એવા કેટલાક પ્રતિબંધિત આદેશો આપ્યા છે. મહંમદ સાહેબના આ આદેશ પછી કૌંસમાં આપવામાં આવેલ શબ્દ હદીસનો આધાર સૂચવે છે.


- કોઈને ક્યારેય નુકસાન ન પહોંચાડો કે નુકસાન કરનારના સહાયક ન બનો. (અહમદ)
- કોઈ પણ વ્યક્તિને નફરત ન કરો. (અહમદ)


- પેશાબ કે સંડાસ ક્યારેય કાબા શરીફ તરફ મુખ રાખીને ન કરો.(અબુ દાઉદ)
- ઊભા ઊભા પેશાબ ન કરો. (ઈબ્ન માજાહ)


- બાથરૂમ અર્થાત્ સ્નાન કરાવના સ્થાન પર પેશાબ ન કરો. (અબુ દાઉદ)
- રોજ માથું ઓળવામાં સમયનો વ્યય ન કરો. (અબુ દાઉદ)

મહંમદ સાહેબે ઇસ્લામના અનુયાયીઓને ન કરવા જેવી અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાંની કેટલી બાબતોનો અત્રે ઉલ્લેખ કર્યો છે

- પેશાબ અને સંડાસને રોકીને નમાઝ ન પઢો. (ઈબ્ન માજાહ)
- કાચું લસણ કે ડુંગળી ખાઈને ક્યારેય મસ્જિદમાં ન જાઓ.(મુસ્લિમ)


- નમાજ પઢનારની આગળથી પસાર ન થાઓ. (બુખારી)
- નમાજ પઢતા સમયે આજુબાજુ ન જુઓ. (અબુ દાઉદ)


- વજૂ કર્યા પછી બંને હાથોની આંગળીઓ એકબીજામાં ન નાખો. (અબુ દાઉદ)
- જુમ્માની નમાજ પહેલાં ખુત્બા (ધાર્મિક પ્રવચન) દરમિયાન વાતચીત ન કરો. (મુસ્લિમ)


- મૃત્યુ સમયે માતમ કે મોટેથી આક્રંદ ન કરો. (ઈબ્ન માજાહ)
- મોતની ઈચ્છા ન કરો કે તેની દુવા ન માંગો. (તીરમીઝી)


- અસત્ય બોલીને કશું ન વેચો. (બુખારી)
- પુરુષ ક્યારેય સોનું કે રેશમ ન પહેરે. (નાસાઈ)

- કીડી કે મધમાખી ન મારો. (અબુ દાઉદ)
- દેડકાને ન મારો. (અબુ દાઉદ)


- ડાબા હાથે ન ખાઓ કે ન પીઓ. (મુસ્લિમ)
- ભોજનના થાળમાં વચ્ચેથી ન ખાઓ. (તીરમીઝી)


- ખાધા પછી આંગળીઓ બરાબર ચાટી લીધા પછી જ હાથ ધોવા. (મુસ્લિમ)
- સોના-ચાંદીનાં વાસણોમાં ન ખાઓ ન પીઓ. (બુખારી)


- પાણી ઊભા ઊભા ન પીઓ. (મુસ્લિમ)
- ‘મા’ ના સોગંદ ન ખાઓ. (બુખારી)


- કોઈ મુસ્લિમ બીજા મુસ્લિમ સામે હથિયાર ન ઉપાડે. (બુખારી)
- ચાડી ચૂગલી ન કરો. (બુખારી)


- દુનિયાની બૂરાઇ ન કરો. (બુખારી)
- જાદુગર પાસે ન જાઓ. (બુખારી)


- તમારા ઘરોમાં જીવિતની તસવીરો ન રાખો કે તસવીર ન બનાવો. (તીરમીઝી)
- ઊભા ઊભા જૂતાં ન પહેરો. (અબુ દાઉદ)


- સ્ત્રીઓ પુરુષો જેવાં વસ્ત્રો ન પહેરે.(અબુ દાઉદ)
- સ્ત્રીઓ બારીક કે પાતળાં અને ચુસ્ત વસ્ત્રો ન પહેરે. (મુસ્લિમ)


- રાત્રીની નમાજ પહેલાં ન સૂવો. (અબુ દાઉદ)
- અજાણી સ્ત્રી સાથે એકાંતમાં ન રહો. (બુખારી)


- ગુસ્સો ન કરો. (બુખારી)
- કોઈને ચહેરા પર ન મારો. (મુસ્લિમ)


- એકબીજા સાથે હૃદયથી દુશ્મની ન રાખો. (મુસ્લિમ)
- મૃતક માનવીની ટીકા ન કરો. (બુખારી)


- લોકોને હસાવવા માટે અસત્ય ન બોલો. (અબુ દાઉદ)
- વેચતી કે ખરીદતી વખતે સોગંદ ન ખાઓ. (મુસ્લિમ)


- કોઈને ક્યારેય શારીરિક ક્ષતિ ન પહોંચાડો કે કોઈની હત્યા ન કરો. (અબુ દાઉદ)
- કાબા શરીફ તરફ મુખ રાખી નાક ન સાફ કરો. (ઈબ્ન હબ્બાબ)


- સ્ત્રી પોતના પતિની સંમતિ વગર ઘર બહાર ન જાય. (અબુ દાઉદ)
- પોતાની પત્નીને ગુલામની જેમ ન રાખો. (બુખારી)
- કોઈ પતિ તેની પત્ની પ્રત્યે દ્વેષભાવ ન રાખે. (મુસ્લિમ)


હજરત મહંમદ સાહેબના ઉપરોક્ત આદેશો માત્ર ઇસ્લામના અનુયાયી માટે જ નથી. સમગ્ર માનવ સમાજ માટે છે. કારણે કે તેમાં જીવનનાં મૂલ્યો સમાયેલાં છે. આજે એકવીસમી સદીમાં પણ તે સ્વચ્છ અને તંદુરસ્ત સમાજના સર્જન માટે ઉપયોગી લાગે છે. ખુદા ઈશ્વર આપણને સૌને તેનું પાલન કરવાની હિદાયક અને મનોબળ આપે એ જ દુવા – આમીન.
www.mehboobdesai blogspot.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP