હળવાશ / ટેમ્પરરી ફોરેન રીટનો ને હાઇજીન

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Mar 12, 2019, 12:40 PM IST

‘ઓ હો હો.. કેમ બે દિ’થી આવતા નથી અલા?’ સવિતાકાકીએ ચિંતાતુર થઇને કલાકાકીને પુછ્યું.
‘જવા દો ને યાર.’ કલાકાકીએ બાંકડે બેસતાં ચલાવ્યું, ‘અલા... મોટે ઉપાડે લગનમાં હાજરી આલવા છેક ફોરેનથી આયા. ત્યાં પાલ્ટી પ્લોટમા બેઠા હસે, ને શએજ આમ નઇ જેવો પવન ફુંકાયો ને થોડીઘણી ધૂળ ઊડી હસે, એમાં તો ડસ્ટની એલર્જી થઇ ગઇ એમની કોમળ કાયાને. તે એવા હરખઇના માંદા પડ્યા કે દેસ છોડીને જતાં હુધી ઘરમાં પુરાઇ રહેવાનું કીધું દાક્તરે. એટલે આપડેય વગર વાંકે એની હારોહાર ઘરમાં જ પડી રે’વાનું, ઇંયોન કંપની આલવા! આ એમાં મારા મગજમાં આખો દહાડો ‘યા’ ‘યા’ ને ‘નોઉ’ ‘નોઉ’ થયા કરે છે. બર્યું!’ ‘અમથા હવે. વધારે પડતા હુંવાળા નો જોયા હોય તો. અહીંયા વાવાઝોડાના વાવાઝોડાય યુ ટન લઇને પાછા ફરી જાય આપ્ડે તો!’ સવિતાકાકીએ કહ્યું.

  • કલાકાકીને ત્યાં ફોરેનથી મે’માન આવ્યાં હતાં, પ્રસંગ માટે, પણ એ માંદા પડ્યાં અને હાલત ખરાબ થઇ ગઇ કલાકાકીની...

હંસામાસીએ પોતાના વિચારો રજૂ કર્યાં, ‘હાચી જ વાત અને વળી પાછા અહીંનું પાણી ના સદ્યું એમ કહે. તે પણ હું એમ કહું કે એટલા બધા તમે સુંવાળા હો, તો ના ખઇએ પાણીપુરી.’ ‘કેમ? એકલી પાણીપુરીનો જ વાંક? બહારના બીજા કસા ખાવાનામ પાણીનો ઉપયોગ જ ના થતો હોય એવું કહો છો તમે તો..!’ કંકુકાકીએ દલીલ કરી. ‘એવું નથી યાર, પણ બીજા બધામ તો પાણી ગરમ થઇ જાય, તે જંતુઓ બળી જાય. ખાલી પાણીપુરીના પાણીમાં જ જંતુઓ એઝઇટીઝ અકબંધ રહે. એટલે હો વાતની એક વાત. નડે તો એકલી પાણીપુરી જ!’ હંસામાસીએ લોજીક આપીને આરોપ સાબિત કર્યો. સવિતાકાકીએ કહ્યું, ‘હાચું કહું? આ ત્યાં વારાઓ બહુ હાઇજીન હાઇજીન કરે ને, એય નઇ હારું..’ ‘હાસ્તો. પછી અહીંયા આઇન આવી દસા થાય. તમે કસ્સું બી પ્રશંગ માણી જ ના હકો અને એક વસ્તુ નોંધી તમે? ‘એ’ ખાંસી ખાય, ‘એ’ છીંકો ખાય તોય એ લોકો ચોખ્ખા. પાછા ટેમ્પરરી આએલા ફોરેન રીટનો ‘આપડા’થી અલગ અલગ રહે. બોલો.’ હંસામાસીને આવો અનુભવ થયો હશે, તે ગુસ્સો બહાર આવ્યો. (જે હોય એ, પણ ફોરેન રીટર્નમાં પણ ‘ટેમ્પરરી’ અને ‘પરમેનન્ટ’ એવું હોય એ નવુ જાણવા મળ્યું.) ‘અલ્યા ભઇ.., તમે ખાંસાખાંસ ને છીંકાછીંક કરીને વધારાના બેક્ટેરિયાઓ અને વાઇરસો ફેલાવો છો. તમે હું અમારાથી છેટા ર્યો. હંભાળવાનુ તો અમારે હોય તમારાથી!

આપણને ઇન્સ્પેક્સનો (આઇ થીંક ઇન્ફેક્શન) લગાઇને એ તો વયા જાય પાછા ફોરેન. હં.’ ‘અને બેય માણાં હારે જ ફોરેન ગ્યાં હોય અને પાછા આયાં હોય. તો ય પુરુસોન કસ્સું ના થાય. બધી વાયડાઇઓ બહેનોને જ હોય!’ કલાકાકીએ કહ્યું. ‘એનેય કસ્સું ના થ્યું હોય અલા. આ તો બધાના એટેન્સનો લેવા હાટુ થઇન રુમાલો આડા રાખે, ને હાચીખોટી છીંકો ને ખાંસીઓ ખાય અને સરદીની દવાય ના લે. એનાથી એમ્ને કોન્સ્ટીલેસન (આઇ થિંક કોંસ્ટિપેશન) થાય ને એવા નાટકો કરે.’ કંકુકાકીએ ફોરેન રીટર્ન્સને હડફેટે લીધા.‘પણ આનાથી છુટકારો સી રીતે કરવો? હું તો કંટાળી ગઇ ભૈસાબ.’ કલાકાકીએ પૃચ્છા કરી.‘કસું નઇ હવે. હખેદખે થોડા દિ’ કાઢી નાખવાના.’ કંકુકાકીએ કહ્યું.‘ટેન્સન તો થાય જ ને ’લા. નથી એને કાંઇ કહેવાતું ને નથી સહેવાતું.’ હંસામાસીએ ઇશારાથી કલાકાકીને ઓટલે આવવા કહ્યું. પેલા નજીક ગયા એટલે કહે, ‘જો બોલીને બગાડવાનું ના હોય. મૂંગો ઉપદ્રવ કરવાનો. તું એક કામ કર. બે ટંક સાક-દારના વઘાર કરતી વખતે છીબું ઢાંકવાનુ બંધ કરી દે. કાલ હવારે એરઇએ બીજું ઠેકાણું ના સોધી લે, તો લાખ રૂપિયા હારી જાવા આપ્ડે.’ બધાંને ‘હાશકારો’ થયો, ને મને ‘હાયકારો’..!

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી