હળવાશ / ભુક્કા પુરાણ પરથી ફેરો સફળ થવા સુધી

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Feb 05, 2019, 12:05 AM IST

‘કેમ અલા.. મોઢું વાંકુ કરીને આવ્યા..?’ કંકુકાકીને થોડા ગુસ્સામાં જોઇને હંસામાસીએ પૂછ્યંુ.‘હુ થ્યંુ? કોની હારે બબાલ થઇ? કેમ મુડ નથી તમાર?’ કલાકાકીએ પણ ઊંંડાણથી જાણવાના હેતુથી પૃચ્છા કરી. એટલે સવિતાકાકીએ એમના વતી જવાબ આપ્યો, ‘તે ના જ હોય ને યાર! હમણાં જ મેં જોયું. પાંચ-છ જણાં નીકળ્યા ઘરમાંથી.

વાંહે વળીવળીને, લાંબા હાથ કરીને ‘બા...ય બા...ય’ની રાડ્યંુ નાખતા’તા..’ ‘હવે આટલા મે’માન આયાં, એમાં હું કંટાળવાનંુ પણ? ઘર લઇને બેઠાં હોય, તો મે’માન તો આવે જ ને ભઇ...’ કલાકાકીએ કહ્યંુ એટલે કંકુકાકીએ ઉભરો કાઢ્યો, ‘આયાં એનો ક્યાં વાંધો છે બેન, પણ આ તમાર ભઇ. અમારે એમને બધાંને ગરમ નાસ્તા કરાવવાના ધમકારા. પાછા એમની દેખતા જ કહે કે, ‘અમાર કંકુ તો એવ્વા સરસ ખમણ બનાવે કે વાત ના પૂછો.’

  • જાતજાતની વાનગીના ભુક્કાની વાતો થતી હતી અને રેખાબેનની વાત સાંભળી મહિલા મંડળે બીમારને ઘેર ફેરો ખાવાની વાત કરી

તે એમના માટે ચા અને ગરમાગરમ ખમણ બનાયા. જો કે મારા બેટાવ, બધાય ખમણ ઝાપ્ટી ગ્યાં અને હાંજની રસોઇ તો ઊભી જ ને યાર.’ ‘તે પણ ખમણ વધારે ના બનાઇ દઇએ? હાંજનોય પાર આઇ જાય.’ હંસામાસીએ શરીરને ઓછું કષ્ટ પડે તેવો આઇડિયા આપ્યો, તો કંકુકાકીએ પતિદેવના સ્વભાવ વિશે માહિતી આપી, ‘હાલતંુ હય્શે? આ તો અમારે એક નંબરના હાઢુડા છે. એનું એ બીજી વાર ખાય જ નઇં. એટલે આમના માટે તો મારે કસું બનાવ્વંુ જ પડસે.’

‘તે ખમણ પતી જ ગ્યા છે, તો તમાર માટેય કાંક કરવું તો પડત જ ને.’ સવિતાકાકીએ કહ્યું, કંકુકાકીએ જવાબ વાળ્યો, ‘ના રે. મને તો ખમણનો ભૂકો બહુ જ ભાવે. તે હું તો એક કપ ચા બનાઇ દેત, હાલત મારે...’ ‘મનેય હોં... ખમણનો, મુઠિયાંનો, ઢોકળાનો બધાયના વધેલા ભુક્કા બહુ જ ભાવે. એવ્વો મસ્ત ટેસ્ટ આવે ને, કે આમ એં.. મને તો વિચાર કરીન જ મોંમાં પાણી આઇ ગ્યંુ બોલો.’ ‘બધાય ભુક્કા હારા, પણ એક વઘારેલા મમરાનો અને બીજો મુખવાસનો ભુક્કો નઇં હારો. નકરું ખારું ખારું જ હોય.’

સવિતાકાકીએ સારા અને ખરાબ ભુક્કા વિશે માહિતી આપતાં બંને વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો, તો કલાકાકી બીજા ત્રણ ભુક્કા ઉમેરીને એના ઉપયોગ વિશે જણાવતાં કહે,‘અરે, ખાખરાનો, વધેલી તુટેલી પાણીપુરીનો અને ખારી બિસ્કિટનો ભુકો તો ચામાં નાખીન ખાધો છે કોઇ દિવસ? સખ્ખત મસ્ત લાગે હોં.’ અલક-મલકની વાતો ચાલતી’તી. બધાં પોતપોતાને ભાવતાં વિવિધ ભુક્કા વિશે રસપ્રદ ભુક્કા બ્રાન્ડ ચર્ચાઓ કરતાં’તાં ને રેખાબેન કાને મોબાઇલ રાખીને ખાંચામાંથી નીકળ્યાં. મંડળી તરત સાઇલન્ટ. રેખાબેન વાતમાં મશગુલ, ‘આઇસીયુમ દાખલ કર્યા છે?

અત્તાર તો મન જરાય ટાઇમ નથી, પણ સાદા રૂમમાં સિફ્ટ કરે, ત્યારે કહેજે. મેળ પડસે, તો જઇ આઇસ. બાય.’ એમનું આટલું બોલવંુ, ને કલાકાકીએ રોક્યાં, ‘જો રેખા, જોજે આવી ભૂલ કરતી. આજે ને આજે જ એરહ્યાએ આઇસીયુમાં છે, ત્યાં જ ખબર કાઢી આય.’ ‘હા હોં અલા. કદાચ કાંક થ્યંુ ને કાલ હવારે હતા-નહોતા થઇ ગ્યા, તો જિંદગીભરનંુ મહેણું રહી જસે.’

સવિતાકાકીએ ગંભીરતા સમજાવી. રેખાબેન કહે, ‘ના ના, હાવ મરી જાય એવું નથી.’ કલાકાકીથી ના રહેવાયું, એટલે એમને સમજાવવા માટે પાસે બેસાડ્યા, અને સ્ટાર્ટ.. ‘જો, એ તો આપડા હાથમાં નહીં, એટલે એવું તો કોઇ ખોટંુ ના લગાડે. હું દાખલ કર્યા છે, એમની ચિંતા નથી કરતી. હું તારી ચિંતા કરું છું. જો, અત્તારે તંુ તારા ફ્રી ટાઇમેે જઇને, જે બી બહાર હોય, એમને મલીને આઇ હકીસ, પણ બહાર સિફ્ટ કર્યા પછી મલવા જઇસ, તો હાતેય કામ પડતા મૂકીને, એમને મલવાના ટાઇમે જ જવું પડસે અને પાછો ફ્રુટ કે બિસ્કિટનો ખર્ચોય કરવો પડસે.’

‘હાચી વાત. કાં તો પછી એમને ઘેર લાઇ દે, પછી જજે. ઘેર ફ્રુટ લઇને બી જાય, તો ફેરો નિસ્ફળ ના જાય, હામે ચા-પાણી પીવડાવ હમજી?’ સવિતાકાકીએ ફેરો સફળ ક્યારે કહેવાય એ સમજાવ્યંુ. ધન્ય થઇ ગઇ હું તો. આ લોકોના ફળદ્રુપ મગજ પર માન થઇ ગયુ હોં!

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી