હળવાશ / પોળની સુપર ક્રિએટિવ પબ્લિક

article by jigisha trivedi

જિગીષા ત્રિવેદી

Jan 29, 2019, 12:05 AM IST

બપોરનો દોઢ વાગ્યો. એક-એક કરીને કંકુ-કલાની જુગલજોડી આવી. સવિતાકાકી આવીને મારે ઓટલે બેઠાં. હંસામાસીય એમના ઓટલે પથરાયાં. મંજુ મેચિંગ પણ આવીને બાંકડે બેઠાં અને લીનાબેન ચોકઠામાં આંટા મારતાં’તાં. બાય ધ વે, લીનાબેને ધીમી પણ મક્કમ ગતિએ ગ્રૂપમાં પોતાનું સ્થાન લઇ લીધું છે. તેઓશ્રીએ ઘણી ચર્ચાઓમાં સક્રિય રીતે ભાગ લીધો છે અને સક્સેસ પણ ગયા છે. તેથી જ સર્વેએ તેમનો સહર્ષ સ્વીકાર કર્યો છે.

બધાં આંટા મારતાં લીનાબેનને જોતાં મૂંંગાં મૂંગાં બેઠાં. બધાંએ આંખો અને કપાળ થકી એવા હાવભાવ પ્રગટ કર્યા, કે લીનાબેને જ વણપૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો, ‘અલા, આજે બહુ ખવાઇ ગ્યંુ યાર! થ્યંુ, થોડા આંટા મારું. પેટમાં પથરો પડ્યો હોય એવો ભાર લાગે છે. હાલીએ, તો જરી હલકંુ થાય એમ. હવે આપ્ડે આજ હાંજે તો રજા જ હોં. નથી ખાવું ભૈસાબ!’ ‘તે સિયાળામ તો આમેય હાંજે ના રંધાય.’

  • ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન માટે પોળનાં મહિલા મંડળે જે આઇડિયા આપ્યા, તે સાચે જ દાદ માગી લે એવા હતા

સવિતાકાકીએ ગલોટિયંુ ખાધું અને વિગતો પણ આપી, ‘જો, હવારે કે બપોરે તડકો હોય ને, ત્યારે જ બે ટંકનંુ રાંધીને પાર લાઇ દેવાનો. હાંજે તો ગરમ જ કરવાનું હોય. એ બહાને તાપણંુ થાય આપ્ડે. બાકી રસોઇનો તો વિચાર જ ના કરાય.’ (‘પાપ લાગે.’ હંુ મનમાં બોલી‌) છેલ્લંુ વાક્ય પલાંઠી ફરી સેટ કરીને શ્રોતાગણને સંબોધતાં સવિતાકાકી જે ટોનમાં બોલ્યાંને, આપણને સાચ્ચે એવંુ થાય કે જો સાંજે રસોઇ કરીએ, તો નક્કી પાપ લાગે. કોઇએ ‘હમ્મ..’ ઉદ્્ગાર સાથે, તો કોઇએ ડોકાં હલાવીને સંમતિ આપી, પણ મંજુબેન જુદા જ વિચારમાં હોય એવું લાગ્યું હંસામાસીને, એટલે એમણે‘કેમ બેન? તારા મોઢા પર જુદી જાતના એક્સ્પ્રેસન છે?’ મંજુબેનને પુછ્યું.‘મારી એક ફ્રેન્ડની દીકરીને સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે, તો શું બનાવાય?’ મંજુવ્યથા રજૂ થઇ.

કંકુકાકીએ એક વાક્યમાં (નોન)સેન્સિબલ જવાબ આપ્યો, ‘જે સહેલંુ પડે એ.’ ‘એટલે?’ મંજુબેને પૂછ્યું. ‘એટલે તને જે સહેલંુ પડે એ.’ ‘પણ બહુ કસું ખરીદવંુ ના પડે, ખર્ચો ના થાય, બનતાં બહુ વાર ના લાગે અને વસ્તુ પછી આપ્ડા કામમાં લાગે. એવો આઇડિયા આપોને.’ મંજુબેને વાત ક્લીયર કરી.


‘શક્ય જ નથી બેન. ફેન્સી ડ્રેસની આવી વ્યાખ્યા અને આવો અંત કદી હોય જ નહીં.’ લીનાબેને મંજુબેનના વિકલ્પોને વખોડી કાઢ્યાં.‘પૂંઠાનંુ મોટ્ટું લંબચોરસ બિસ્કિટ બનાઇ ને હાથમાં દૂધનો ગ્લાસ આલી દેવાનો.’ હંસામાસીએ એમના શરીર જેવી જ એમની બુદ્ધિ છે તે સાબિત કરતો વિચાર આપ્યો. ‘પણ ડાયલોગના લોચા પડે.’ મંજુબેને એમાં મુશ્કેલી તરફ ધ્યાન દોર્યું એટલે હંસાબેન કહે, ‘આમાં ડાયલોગ હોય જ નઇ. ખાતી-પીતી વખતે ના બોલાય, અંતરસ જાય એટલી તો બધાંને ખબર પડે.’ (વાત નાખી દેવા જેવી નથી) ‘પૂંઠાંનંુ એના માપનું ચોરસ ખોખું કરો.

એક સાઇડ વોટ્સેપનુ ચિત્ર, બીજી સાઇડ ફેશબુક, તીજી સાઇડ કેન્ડીક્રસ સાગા.. ઉપર ‘ખરું’ જેવંુ દોરવાનંુ લાલ રંગથી અને વાંહે મગજનું ચિત્ર શોધીને, ચોંટાડીને એના પર પીંછીથી લાલ રંગનુ મોટ્ટું ચોકડંુ મારી દેવાનંુ. ડાયલોગની જરૂર જ નઇ. સ્ટેજ ઉપર આઇને ગોર-ગોર ફરીને એક્જીટ. હૌ પોતપોતાની રીતે ડાયલોગ મનમાં જ સેટ કરી લે.’ આમાં મંજુબેનને બહુ મહેનત લાગી એટલે આ વિકલ્પને આવકાર ના આપ્યો. ‘જાડ્ડો કાગળ લઇને એના માપનો મોટ્ટો પાવર બનાવો.

એક હાથમાં નાની દીવાલ-ઘડિયાળ અથવા રીમોટ અને બીજા હાથમાં ઘંટડી આલી દો.’ લીનાબેને મંજુબેનને માઇન્ડબ્લોઇંગ આઇડિયા આપ્યો. ‘પણ ડાયલોગ?’ ‘ટિપીકલ સાસુના ડાયલોગો આલી દેવાના. સાસુઓ આમેય આ બે જ કામ કરે અને પાછી ‘પાવર’ જ કરતી હોય ને..’ મારી પોળની સુપર ક્રિએટિવ પબ્લિક! દરેક પ્રશ્નના એકથી એક ચડિયાતા ઉકેલ. ખરેખર હોં, આ લોકો જો ગૂગલની સામે કોમ્પિટિશનમા ઊતરે ને, તો ગૂગલના ચણાય ના આવે!

X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી