એક લિજેન્ડ જે લતા મંગેશકર તરીકે જાણીતા છે

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Sep 28, 2018, 01:47 PM IST

એક લિજેન્ડ વિશે લખવું સૌથી અઘરું અને સૌથી મુશ્કેલ હોય છે. આપણી સદીમાં જેમને સરસ્વતીદેવી સરીખું સન્માન મળ્યું છે તેવાં લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. દર વર્ષે આજના દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરે તેમના બર્થડેની ઉજવણીના ભાગરૂપે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા અને રેડિયો પર ઉજવણી કરવામાં આવે છે. તેમની કારકિર્દી અને પ્રદાનને લગતા લેખ અને કાર્યક્રમો જોવા મળતા હોય છે. અમુક એવી હસ્તીઓ હોય છે જેમના કામ વિશે જેમ જેમ વધુ જાણતાં જઈએ તેમ તેમ આપણું હૃદય આનંદથી ભરાઈ જતું હોય છે. એટલે એ જે જાદુ છે તેમનો તે જળવાઈ રહે અને જે આપણું ઇલ્યુઝન હોય તે જળવાઈ રહે તે માટે ક્યારેક અંતર રાખવાનું લોકો પસંદ કરતા હોય છે. લતા મંગેશકર મારા માટે એવું જ કરિશ્માઈ વ્યક્તિત્વ છે.

લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. આમ તો તેમનું નામ અને પ્રદાન એટલું મોટું છે કે તેમના વિશે કંઈ કહેવાની જરૂર જ નથી. એટલા તેઓ ખ્યાતનામ છે. એંશી વર્ષ વટાવી ગયેલા એક ગાયિકા આજે પણ કેટલી તાજગી સાથે ગાય છે અને લોકો સાથે ઈન્ટરેક્ટ કરે છે તે જોઈએ ત્યારે આશ્વર્ય થયા વિના રહે નહીં

મારી આટલી લાંબી કારકિર્દી દરમિયાન હું તેમને ઘણી વખત મળી છું અને આમ વાતચીત થઈ છે, પરંતુ ઇન્ટરવ્યૂ લેવાનું હોય એ રીતે ભાગ્યે જ વાત કરી છે. કદાચ એટલે કે હું ઇચ્છતી હતી કે મારા મનમાં જે ઇમેજ છે તે જળવાઈ રહે. આજે જ્યારે તેમનો જન્મદિવસ છે અને તેમના વિશે લખી રહી છું ત્યારે તેમની સાથેની ભૂતકાળની ક્ષણો ફરી વાગોળી રહી છું. એંશીના દશકમાં લતા નામથી પરફ્યૂમ લોન્ચ થયું હતું. તે કંપનીએ જાહેર કર્યું હતું કે લતા મંગેશકર વ્યક્તિગત રીતે સુગંધની પસંદગીમાં કઈ રીતે ઇન્વોલ્વ થયાં હતાં. લોન્ચિંગ માટે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જે તે વખતની બધી જાણીતી હિરોઇનો સ્ટેજ પર હતી અને લતાજી સાથે સંવાદ કરી રહી હતી. પછી એક વખત લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લતાજીનાં પ્રદાન વિશે તે સમયનાં ટોચનાં કલાકારો વાત કરી રહ્યાં હતાં. દાખલા તરીકે વહીદા રહેમાને સાઠના દશકમાં આવેલી તેમની ફિલ્મ ‘ગાઇડ’, હેમા માલિનીએ સિત્તેરના દશકમાં કરેલી ‘ખુશબૂ’નાં સંસ્મરણો વાગોળ્યાં. જ્યારે અમિતાભ બચ્ચને ‘સિલસિલા’ની પંક્તિઓ ‘યે કહાં આ ગયે હમ...’ને તે કાર્યક્રમમાં રજૂ કરી હતી અને દર્શકો તાળીઓનો ગડગડાટ કરતા થાકતા નહોતા.

પછી નેવુના દશકમાં આવેલી સુપરહિટ ફિલ્મ ‘હમ આપ કે હૈં કૌન’ની વાત આવી એટલે બધાંનું ધ્યાન માધુરી દીક્ષિત તરફ ગયું. પોતાની સીટ પર બેઠાં બેઠાં જ માધુરી ‘દીદી તેરા દેવર દીવાના...’ ગણગણી રહી હતી. લતા મંગેશકરની પ્રશંસા ચારેતરફ થઈ રહી હતી, પરંતુ તેમને જાણે આ પ્રશંસાઓની વર્ષા સ્પર્શી જ નહોતી અને કદાચ આ જ બાબત તેમને જિનિયસ બનાવતી હશે કે કશી પણ બાબતને વ્યક્તિગત ગણીને તેના ભાર નીચે દબાઈ ન જવું કે ફુલાઈ ન જવું.


આ કાર્યક્રમનાં અમુક વર્ષો બાદ સંગીતકાર મદન મોહનની સ્મૃતિમાં એક ઉજવણી રાખવામાં આવી હતી, જેમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું, કારણ કે કાર્યક્રમ મદન મોહનના પ્રદાનની ઉજવણીના માનમાં રાખવામાં આવ્યો હતો એટલે સિનિયર અને તે સમયના ટોચના ગાયકો અને સંગીતકારો ઉપસ્થિત હતા. મને યાદ છે તે દિવસ જ્યારે સુરૈયા જેવાં પ્રવેશે છે કે આશા ભોસલે અને લતા મંગેશકર બન્ને સામે જઈને તેમનું સ્વાગત કરે છે. દિગ્દર્શક મોહનકુમાર ‘અનપઢ’ ફિલ્મ માટે ‘આપ કી નઝરોં ને સમજા...’ ગીત ગાવા માટે લતાજીને કઈ રીતે મનાવ્યાં હતાં જે જાણવા જેવી ઘટના છે. લતા મંગેશકર યાદ કરતાં કહે છે કે, ‘જ્યારે હું રક્ષાબંધનના દિવસે મોહનભૈયાને રાખડી બાંધવા ગઈ ત્યારે તેમણે મારી મનગમતી વાનગી બનાવીને મને જમાડી હતી.’


વર્ષ 2000 પછીની વાત છે વીકલી મેગેઝિન ‘સ્ક્રીન’ દ્વારા એન્યુઅલ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની જવાબદારી મારા શિરે હતી. એક સ્પેશિયલ એવોર્ડ આપવા માટે લતા મંગેશકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાર પછીથી લતાજીએ એવોર્ડ સમારંભોમાં જવાનું બંધ કરી દીધું હતું. તે કાર્યક્રમમાં બન્યું જાણે એમ હતું કે, જ્યારે લતાજીએ સ્ટેજ પર જવાનું હતું તે પહેલાં ગ્રીનરૂમમાં એક હિરોઇને લતાજી સાથે તસવીર ખેંચાવવા માટે રીતસરની જીદ કરી હતી. તે સમયે હજુ મોબાઇલમાં કેમેરાની સગવડતા આજ જેવી નહોતી.


અમુક વર્ષો પહેલાં જાવેદ અખ્તરે લતાજી વિશે વાત કરતાં કહ્યું હતું કે, આપણે એક દેશ તરીકે આપણી મહાન હસ્તીઓ જ્યારે જીવંત હોય ત્યારે તેમની કદર કરવી જોઈએ. લતાજીના માનમાં એક મ્યુઝિયમ અને વર્લ્ડ સ્પેસ પર ‘લતા ચેનલ’ હોવી જોઈએ. જ્યારે મીડિયા સાથે સવાલ-જવાબની વાત આવે ત્યારે જે રીતે લતાજી જવાબ આપે છે તે જોતાં લાગે જ નહીં કે એક એંશી વર્ષ વટાવી ગયેલાં મહિલા જવાબ આપી રહ્યાં છે. જ્યારે એક વખત પત્રકારે લતાજીને સવાલ પૂછ્યો કે, તમારો સ્વર કઈ હિરોઇન પર સૌથી વધુ શોભે છે? ત્યારે જરાય વાર લગાડ્યા વિના લતાજીએ જવાબ આપ્યો કે, ‘બહોત સારે હૈ ઔર ઉનમેં સે દો હમારે બીચ મેં હૈં...’ એમ કહીને ઓડિયન્સમાં બેઠેલાં જયા બચ્ચન અને વહીદા રહેમાન સામે આંગળી ચીંધી હતી.

મેં જે સવાલ પૂછ્યો હતો, તે કંઈક આ મુજબ હતો, ‘અમે જ્યારે નિરાશ થઈએ ત્યારે તમારાં ગીતો સાંભળીને રાહત થાય છે તો પછી તમે નિરાશ થાવ કે લો ફીલ કરો ત્યારે શું સાંભળો છો?’ સવાલ બાદ એક શાંતિ પથરાઈ ગઈ. પછી લતાજીએ એક સ્મિત કર્યું અને કહ્યું કે, તેઓ જ્યારે લો ફીલ કરે છે ત્યારે તેઓ તેમના પિતાજીના તથા ગુરુ કે એલ સાયગલનાં ગીતો સાંભળે છે.
www.bhawanasomaaya.com

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી