હિન્દી ફિલ્મોમાં ગજાનનને જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યા છે

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Sep 14, 2018, 01:32 PM IST

પબ્લિક પંડાલમાં જ્યાં ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હોય ત્યાં શંકર મહાદેવન, સુખવિન્દર સિંહ અને અનુપ જલોટાને પરફોર્મન્સ માટે આમંત્રણ આપવામાં આવે છે. ફિલ્મજગતની જાણીતી હસ્તીઓને ‘લાલબાગ ચા રાજા’ના દર્શન માટે આમંત્રણ આપવામાં આવે છે. સિનેજગતના કલાકારો અને કસબીઓ પણ ઉત્સાહપૂર્વક દાદાના દર્શને જાય છે, પણ ફિલ્મોમાં ગણપતદાદાની મર્યાદિત હાજરી જોવા મળે છે. ગણેશજીના બુદ્ધિચાતુર્યને પ્રોજેક્ટ કરતાં દસ યાદગાર દૃશ્યો યાદ કરવામાં મુશ્કેલી પડે. છતાં પ્રયત્ન કરું છું કે કઈ કઈ ફિલ્મોમાં ગણેશ મહોત્સવને દર્શાવવામાં આવ્યો છે. મને યાદ આવે છે ‘હમ સે બઢકર કૌન’ (1980) ફિલ્મ જેમાં બધા સમૂહમાં એકઠા થઈને ગણપતિ મહોત્સવની ઉજવણી કરે છે. એ ફિલ્મના ગીત ‘દેવા હો દેવા...’ એ જે તે વખતે ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી.


ઇવન આજે પણ આ ગીત પંડાલમાં જઈએ ત્યારે સાંભળવા મળે છે. ‘ટક્કર’ ફિલ્મમાં ખલનાયક લૂંટનો માલ મૂર્તિમાં છુપાવી દે છે, પણ ત્રણેય હીરો (જીતેન્દ્ર, સંજીવકુમાર અને વિનોદ મહેરા) ગાય છે ‘મૂર્તિ ગણેશ કી, અંદર દૌલત દેશ કી...’ અને એ રીતે વિલનની પોલ ખૂલે છે.


વર્ષ 1981માં આવેલી ફિલ્મ ‘કલયુગ’માં ગણેશ વિસર્જનની સવારીને દર્શાવવામાં આવી છે.

ફિલ્મજગતમાં સલમાન ખાન, રિશિ કપૂર, રણબીર કપૂર, એકતા કપૂર, નાના પાટેકર, શિલ્પા શેટ્ટી, સંજય લીલા ભણસાલી, અનિલ કપૂર, રવિના ટંડન, પદ્મિની કોલ્હાપુરે, સોનુ નિગમ ગણપતિની સ્થાપના કરે છે. રાજેશ ખન્ના અને સુનીલ દત્ત જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તેમના ઘરે અચૂક ગણપતિદાદાની પધરામણી કરવામાં આવતી હતી

જેમાં હીરો શશી કપૂર ઘરે જતા હોય છે અને ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. રસ્તા પર સવારી દરમિયાનની ભીડનો ઘોંઘાટ હીરોના અંતરમાં ઉઠતા તોફાનને પ્રતીકાત્મકપણે દર્શાવવામાં દિગ્દર્શક શ્યામ બેનેગલ સફળ રહ્યા છે. વર્ષ 1983માં રિલીઝ ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’માં ગણેશજીની આરાધના કરતું પાત્ર દર્શાવવામાં આવ્યું છે.

ફિલ્મમાં બેબી ખુશબૂ કોમામાં ચાલી જાય છે, પરંતુ તે સ્થિતિમાં ભગવાન ઘરે આવતા હોય તેવો ભાસ થાય છે. મરતી દીકરીની ઇચ્છા પૂરી કરવા તેના પિતા ગણેશજીની મૂર્તિને હોસ્પિટલમાં લાવે છે અને મૂર્તિનાં દર્શન બાદ તે દીકરી દેહ છોડે છે. મુકુલ આનંદની ફિલ્મ ‘અગ્નિપથ’ (1990)માં માંડવા નામના નાનકડા ગામમાંથી એક છોકરો મુંબઈ આવીને અન્ડરવર્લ્ડનો ડોન બની જાય છે. તેને ત્યાં કૌટુંબિક પરંપરા મુજબ ગણપતિદાદાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ફિલ્મમાં ડોન બનતો અમિતાભ બચ્ચન જ્યારે મૂર્તિનું વિસર્જન કરવા માટે સમુદ્રતટે જાય છે ત્યારે દુશ્મનો દ્વારા તેના પર હુમલો કરવામાં આવે છે.

વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘સત્યા’માં હીરો ગણપતિ વિસર્જન વખતે ટોળામાં જઈને ખલનાયક પર હુમલો કરે છે અને એ મુંબઈના સમુદ્રતટનો માહોલ દર્શાવવામાં રામગોપાલ વર્માએ કમાલ કરી છે. દસ દિવસ ચાલતા ગણપતિ મહોત્સવ દરમિયાન લોકોની એનર્જીમાં જાણે વધારો થઈ જાય છે. આ તહેવારના માધ્યમથી ફિલ્મોમાં વિવિધ ભાવો દર્શાવવામાં આવ્યા છે. કરુણા, વિજય, નાટકીય વળાંક અને ક્યારેક હિંમતભર્યાં કામો કરતાં પાત્રોને આ મહોત્સવ સાથે વણી લેવામાં આવે છે. ફિલ્મ ‘દિલ તો પાગલ હૈં’માં અરુણા ઇરાની ચાંદીના ગણપતિ ભેટરૂપે શાહરુખ ખાન અને માધુરી દીક્ષિતને આપે છે. હીરો અને હિરોઇન ફિલ્મમાં પોતાની લાગણી એકબીજાને જણાવી શકતાં નથી.


ફિલ્મ ‘માય ફ્રેન્ડ ગણેશા’ નાનકડા બાળકનો ગણપતિ દાદા સાથેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે અને આ વાત બાળક તેનાં માતા-પિતાથી છૂપી રાખે છે. ‘ડોન’ ફિલ્મની રિમેકમાં શેરીમાં ગણપતિની યાત્રા નીકળે છે ત્યારે શાહરુખ ખાન તેમાં નાચતો જોવા મળે છે. એ જ રીતે ‘અગ્નિપથ’ની રિમેકમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા ગજાનન ગણપતિનો મહોત્સવ ઊજવતાં જોવા મળે છે.


‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે પેશ્વીબાઈ બનતી પ્રિયંકા ચોપરા મસ્તાનીને ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપે છે. જેમાં સંજય લીલા ભણસાલી બે હિરોઇનોને નવવારી સાડીમાં નૃત્ય કરાવવાની તક ઝડપી લે છે. ગણપતિ બાપ્પાને મનાવવામાં મુંબઈવાસીઓ દસ દિવસ ઘેલા ઘેલા થઈ જશે અને પછી આવશે મા ભગવતીને રીઝવવાનો ઉત્સવ.

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી