ચાલો સિનેમા / ‘કલંક’ અને બીજું ઘણું બધું

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Apr 19, 2019, 03:35 PM IST

શો- બિઝનેસ અનુમાનોને ખોટા ઠેરવવા માટે જાણીતો છે. કોઈ સુપરસ્ટારની ફિલ્મ બોક્સઓફિસ પર હિટ જ જશે તેવા અનુમાનો ખોટા પડી ચૂક્યા છેે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ તાશકંદ ફાઈલ્સ’ રિલીઝ થશે કે કેમ તેની નિર્માતાને છેલ્લી ઘડી સુધી ખબર નહોતી. જો કે અંતે બધું સ્પષ્ટ થયું અને ફિલ્મ રિલીઝ થઈ ગઈ. હવે દર્શકોએ નક્કી કરવાનું છે કે ‘ધ તાશકંદ ફાઈલ્સ’ પ્રોપેગેન્ડા ફિલ્મ છે કે કેમ?!
હું નાની હતી ત્યારે મારા મમ્મી-પપ્પાને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન વિશે વાતો કરતા સાંભળ્યા હતા. પછી મારા મનમાં કેટલાક સવાલો જાગ્યા હતા. ફિલ્મ ‘ધ તાશકંદ ફાઈલ્સ’ના વિડિયો ફૂટેજ જોયા બાદ પણ મને અમુક સવાલોના જવાબ મળ્યાં નહીં. મારા અભિપ્રાય મુજબ ફિલ્મ બે મોરચે મજબૂત સાબિત થઈ છે. એક તો તલસ્પર્શી અભ્યાસ. જે વિડિયો અને ઈન્ટરવ્યૂ સચવાયેલા પડ્યા છે તે જોવા મળે છે. અને બીજું કે ફિલ્મની નાયિકા શ્વેતા બાસુ પ્રસાદ. આ એ જ શ્વેતા છે જેને આપણે ‘કહાની ઘર ઘર કી’માં સાક્ષી તંવરની દિકરીની ભૂમિકામાં જોઈ ચૂક્યાં છે. ફિલ્મોની વાત કરીએ તો તેણે બાળ કલાકાર તરીકે ‘મકડી’ અને ‘ઈકબાલ’ જેવી ફિલ્મોમાં અગત્યના પાત્રો ભજવ્યા હતા. જે ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને નસીરુદ્દીન શાહના પાત્રો સામે સવાલ ખડા કરે છે.

  • ફિલ્મ ‘ધ તાશકંદ ફાઈલ્સ’ રિલીઝ થશે કે કેમ તેની નિર્માતાને છેલ્લી ઘડી સુધી ખબર નહોતી. જો કે અંતે બધું સ્પષ્ટ થયું અને ફિલ્મ રિલીઝ થઈ ગઈ. ‘ધ તાશકંદ ફાઈલ્સ’ને સારા રિવ્યૂ મળ્યાં નથી. જો કે એમ તો ફિલ્મ ‘રો’ના પણ રિવ્યૂ સારાં નહોતા. એ વાત અલગ છે કે તેણે બોક્સઓફિસ પર આશ્ચર્યજનક દેખાવ કર્યો

‘ધ તાશકંદ ફાઈલ્સ’ને સારા રિવ્યૂ મળ્યાં નથી. જો કે એમ તો અગાઉના અઠવાડિયે આવેલી ફિલ્મ ‘રો’ના પણ રિવ્યૂ સારાં નહોતા. એ વાત અલગ છે કે તેણે બોક્સઓફિસ પર આશ્ચર્યજનક દેખાવ કર્યો. બે અઠવાડિયાનો તેનો વકરો 36.60 કરોડ રૂપિયા થયો. જેમાં તેણે 35 કરોડના બજેટનો ખર્ચો, પબ્લિસીટી અને જાહેરાતનો ખર્ચો કાઢી લીધો છે. જૂના વખતમાં ફિલ્મસર્જકો અને કલાકારો ફિલ્મ સફળ જાય તો નસીબ સારું તેમ ગણતા જ્યારે આજે લોકો સ્ટ્રેટેજી પર આધાર રાખતા થયા છે. પરિણામે કોઈને સાવ નુકશાન જતું નથી. ફિલ્મો આજે યોજનાબદ્ધ રીતે સાવચેતીપૂર્વક દિવસો અને સમય જોઈને રિલીઝ કરવામાં આવે છે. ફિલ્મની રિલીઝ ડેટ એક વર્ષ અગાઉ જાહેર કરી દેવામાં આવે છે. જેમાં સુપરસ્ટારો ફિલ્મ રિલીઝ માટે ચોક્કસ તહેવાર પસંદ કરી લે છે.
જેમ કે સલમાન ખાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થાય છે. શાહરુખ ખાનની દિવાળી પર રિલીઝ થાય છે. જ્યારે નાતાલ પર આમિર ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. કપિલ શર્માએ તેના શોમાં અક્ષયકુમારને રમૂજી સૂચન કર્યું હતું કે, તેણે અક્ષયતૃતીયાના દિવસે ફિલ્મ રિલીઝ કરવી જોઈએ. જ્યારે તાપસી પન્નુની સામાજિક જાગૃતિ ધરાવતી ફિલ્મો મોટેભાગે ‘વુમન્સ ઈન્ટરનેશનલ ડે’ પર રીલીઝ થાય છે. તાપસીએ ટૂંકા ગાળામાં ‘પિંક’,‘મુલ્ક’,‘મનમર્ઝિયાં’ અને ‘બદલા’ જેવી ફિલ્મો દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણે તાજેતરમાં અનુભવ સિંહાની ફિલ્મ ‘થપ્પડ’ સાઈન કરી છે જે આવતા વર્ષે 8 માર્ચે રિલીઝ થશે. થોડા દિવસો પહેલા અભિનેત્રી વિદ્યા બાલન અને દિગ્દર્શક ઝોયા અખ્તરે ‘ફિલ્મ ક્રિટીક્સ ગિલ્ડ’ તરફથી ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ્સના નોમિનેશનની જાહેરાત કરી હતી. આ એવોર્ડ પાન લેન્ગ્વેજીસમાં કામ કરતા અને પત્રકારત્વમાં વિશ્વસનીય નામ ગણાતા લોકોને આપવામાં આવશે. મારા મતે સિનેમાનું આ ખરું સેલિબ્રેશન છે.
આમ તો દર શુક્રવારે ફિલ્મ રિલીઝ થતી હોય છે પરંતુ આ અઠવાડિયે બુધવારે ‘કલંક’ રિલીઝ થઈ. ‘કલંક’ના પ્રમોશનમાં કોઈ કસર છોડવામાં આવી નથી. રિઆલિટી શોમાં આલિયા ભટ્ટે ફિલ્મનું પ્રમોશન કર્યું. આ ફિલ્મના નિર્માતા કરણ જોહર આમ પણ ફિલ્મપ્રમોશનમાં સ્માર્ટ છે. કરણને ઓડિયન્સ, માર્કેટ અને મીડિયાની સમજ છે. થોડા દિવસ પહેલા તેણે પોતાની અન્ય ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નું ટ્રેલર રિલીઝ કર્યું. ટૂંકસમયમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું છેલ્લું શિડ્યૂઅલ પૂર્ણ થશે. કરણ જોહર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
હું અહીંથી રજા લઉં તે પહેલા પૂછી લઉં કે, આજકાલ કઈ વેબસીરીઝ જોઈ રહ્યા છો? ઘણા બધાએ ‘મેડ ઈન હેવન’ અને ‘દિલ્હી ક્રાઈમ’ જોઈ લીધી હશે. રાજધાની દિલ્હીના નજીકના ભૂતકાળનું કલંકિત પ્રકરણ કહી શકાય તેવા નિર્ભયા કાંડ અને તેના ગુનેગારોને ઝડપી લેવાની વાત વેબસીરીઝ ‘દિલ્હી ક્રાઈમ’માં કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ ક્રૂ દ્વારા આ સીરીઝ બનાવવામાં આવી છે. જેમાં તપાસનીશ મહિલા પોલિસ અધિકારીના રોલમાં શેફાલી શાહનું પરફોર્મન્સ જોવાલાયક છે. સીરીઝના અન્ય કલાકારો પણ પ્રતિભાશાળી છે, જેમાં રસિકા દુગ્ગલનો સમાવેશ થાય છે. વેબસીરીઝ અદ્ભૂત છે અને જો તમે ન જોઈ હોય અને જોવા માંગતા હોય તો કાળજું કઠણ કરીને જોજો.
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી