ચાલો સિનેમા / અભિનેત્રી મીનાકુમારી એક કવયિત્રી પણ હતા

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Apr 12, 2019, 05:53 PM IST

મીના...
ઔર જાતે હુએ સચમુચ
સારે જહાન કો તન્હા કર ગઈ,
એક દૌર કા દૌર અપને સાથ લેકર ચલી ગઈ. લગતા હૈ, દુઆ મેં થી. દુઆ ખત્મ હુઈ, આમીન કહા, ઉઠી ઔર ચલી ગઈ.
જબ તક ઝિન્દા થી, સરાપા દિલ કી તરહ ઝિન્દા રહીં. દર્દ ચુનતી રહીં,
બટોરતી રહીં ઔર દિલ મેં સમોતી રહીં
- ગુલઝાર

મારી પત્રકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દીમાં એક અભિનેત્રી મીનાકુમારી કેવા કવયિત્રી હતા તેને લગતા ઘણા કિસ્સા સાંભળ્યા છે. જેમાંથી અમુક અતિશયોક્તિભર્યા તો કેટલાક વાસ્તવિક પણ હતા પણ બધા રસપ્રદ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કહેવાય છે કે મીનાકુમારી જ્યારે આઉટડોર શૂટિંગ માટે જતા ત્યારે પુસ્તકો, ગમતી પેન અને કાગળ અચૂક સાથે લઈ જતા. અને જેવું શૂટિંગ પતે કે પોતાના રૂમમાં વિચારોને અને લાગણીઓને કાગળ પર ઉતારી દેતા. જ્યારે અંદરથી ખાલી થઈ જાય ત્યારે હોટેલના ગાર્ડનમાં જઈને ફરવા લાગશે. તેમને રાત્રે ચંદ્ર દર્શન કરવું અતિશય ગમતું. તેમની નજીકના મિત્રો કહેતા કે મીનાકુમારી પોતાની રચનાઓથી ખુશ થતા. જે કવિતાઓ લખતા તે લાંબા પત્રોમાં લખીને લેખક મિત્રોને મોકલતા અને તેમનો પ્રતિભાવ જણાવવાનું કહેતા. તેમના કવિમિત્રો પણ પત્રો દ્વારા પોતાના અભિપ્રાયો આપતા અને ક્યારેક તો લોકેશન પર રૂબરૂ મીનાકુમારીને મળી જતા.
આપણે જે સમયની વાત કરીએ છીએ તે જમાનો ટ્રંકકોલ અને ટેલિગ્રામનો હતો. લોનાવાલા અને ખંડાલા જેવા પર્વતીય આઉટડોર લોકેશન પર જવા માટે કલાકો ડ્રાઈ‌વ કરીને પહોંચાતું. મુંબઈમાં જુહુ દરિયાકિનારે મીનાકુમારી લાંબોવખત રહ્યા. કારણ કે તેમને સમુદ્ર મોજાનો નિનાદ બહુ ગમતો હતો. જ્યારે મીનાકુમારીએ શૂટિંગમાં ન જવાનંુ હોય ત્યારે પોતાની રચનાઓ કૈફી આઝમી અને વિશ્વામિત્ર, આદિલ અને પડોશીઓને વાંચવા આપતા. કૈફી આઝમી અને આદિલ હંમેશા તેમને મુશાયરાઓમાં તેમની રચનાઓનું પઠન કરવા પ્રોત્સાહિત કરતા. મીનાકુમારી એવા મુશાયરા અને પ્રસંગોની રાહ જોતા કે જ્યારે તેમને જાણીતા શાયરોની રચનાઓ સાંભળવા મળે. જો કે બધા શાયરો તેમના પ્રોત્સાહક સાબિત થયા નહોતા. કેટલાક જાણીતા અને વિખ્યાત શાયરો તેમની હાજરીને અવગણતા હતા. તેમની દલીલ હતી કે સાહિત્યિક મેળાવડાઓમાં ગ્લેમરસ અભિનેત્રીને કારણે તેની ગંભીરતા ઓછી થઈ જતી નથી. મીનાકુમારી આ કડવાશથી વાકેફ હતા પણ તેની અસર પોતાની રચનાત્મકતા પર ન પડવા દીધી. પોતાની શાયરીમાં મીનાકુમારી પોતાના વ્યક્તિત્વના પાસાની રજૂઆત કરતા. જ્યારે સ્ક્રીન પર અભિનયમાં પોતાના વ્યક્તિત્વના પાસાને વણી લેવાથી દૂર રહેતા.

  • મીનાકુમારી જ્યારે આઉટડોર શૂટિંગ માટે જતા ત્યારે પુસ્તકો, ગમતી પેન અને કાગળ અચૂક સાથે લઈ જતા. જેવું શૂટિંગ પતે કે એકાંતમાં જઈને લાગણીઓને કાગળ પર ઉતારી દેતા. મીનાકુમારીના અવસાન બાદ તેમના વિશે ઘણા પુસ્તકો લખાયા જેમાં અભિનેત્રી મીનાકુમારી રજૂ થતા રહ્યાં. માત્ર એક પુસ્તકમાં કવયિત્રી મીનાકુમારી વિશે વાત થઈ

મીનાકુમારીના અવસાન બાદ તેમના વિશે ઘણા પુસ્તકો લખાયા જેમાં અભિનેત્રી મીનાકુમારી રજૂ થતા રહ્યાં. માત્ર એક પુસ્તકમાં કવયિત્રી મીનાકુમારી વિશે વાત થઈ. એ પુસ્તક એટલે રોલી બુક્સ દ્વારા પ્રકાશિત ‘અ લાઈફ બિયોન્ડ સિનેમા’. જેમાં કવયિત્રી મીનાકુમારીનો પરિચય આપતા બે લબ્ધપ્રતિષ્ઠિત ઈતિહાસકાર ડૈઝી હસન અને ફિલિપ બાઉન્ડ્સે લખ્યું છે કે, મીનાકુમારીની કવિતાઓ ઈન્ડિયન પોપ્યુલર કલ્ચરની આકરી આલોચના છે. મીનાકુમારીની શાયરીઓ ઉર્દૂમાં પ્રકાશિત થઈ જેનો અંગ્રેજી અનુવાદ નૂરુલ હસને (‘થોમસ હાર્ડી: ધ સોશિયોલોજિકલ ઈમેજીનેશન’ના લેખક) કર્યો. તેમણે ફિરાક ગોરખપુરીની કવિતાઓનો પણ અનુવાદ કર્યો છે. હસને મીનાકુમારીને ‘કમીલિઅન પોએટેસ’ ગણાવ્યા છે. જ્યારે તમે નીચેના ફકરાઓ વાંચશો ત્યારે સમજાશે કે શા માટે આમ કહ્યું હતંુ...
ધ એમ્પ્ટી શોપ
વાય હેઝ ટાઈમ સ્પ્રેડ આઉટ ઈટ્સ વેઅર્સ બિફોર મી?
વેર આર ધ થીંગ્સ આ યુઝ્ડ ટુ બાય?
ધીઝ સ્પ્યૂરિઅસ ટોય્ઝ ઓફ પ્લેઝર
પેપર ઓફ ફેમ ધીઝ વેક્સ ડોલ્સ ઓફ વેલ્થ
લોક્ડ ઈન ગ્લાસ કેસીસ (ધેટ કેન મેલ્ટ એટ એનીવન્સ ટચ)
ધીઝ આર નોટ ધ થિંગ્સ આઈ વિશ ટુ બાય
અ હેન્ડસમ ડ્રીમ ઓફ લવ
ધેટ કેન કૂલ માય ઈન માય આઈઝ
અ મોમેન્ટ ઓફ પરફેક્ટ ઈન્ટિમસી
ધેટ કેન સૂધ માય રેસ્ટલેસ સોલ
આઈ કેમ લૂકિંગ ફોર નથિંગ બટ ધીઝ
એન્ડ ધ શોપ ઓફ ટાઈમ સપ્લાય્ઝ નન ઓફ ધીઝ થીંગ્સ.
અનસીન ફૂટસ્ટેપ્સ
આઈ વન્ડર હાઉ લોંગ અગો
ધ મૂન વોઝ બોર્ન લૂક ધ યંગ મૂનલાઈટ
હેઝ મેડ અ પાથવે
ઓન ધ ઓસન ઓન વીચ
આઈ સી નો ટ્રાવેલર
બટ હિઅર ધ સાઉન્ડ્સ ઓફ ફૂટસ્ટેપ્સ
એન્ડલેસલી ધ સાઉન્ડ ઓફ અનસીન ફૂટસ્ટેપ્સ.

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી