ચાલો સિનેમા / આજ સોચા તો આંસૂ ભર આયે

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Jan 03, 2019, 07:12 PM IST

ગીતકાર અને શાયર કૈફી આઝમીની જન્મ શતાબ્દીનું વર્ષ 2019 છે. એશિયામાં થઈ ગયેલા ઉર્દૂના ઉત્તમ ગજાના શાયરોમાંના એક એવા કૈફી આઝમી જે કાળમાં જીવ્યા તે સામાજિક પરિવર્તનનો તબક્કો હતો. ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના મિજવાનમાં જન્મેલા કૈફી આઝમીનું મૂળ નામ અખ્તર હુસૈન રિઝવી. પ્રથમ ગઝલ ‘ઇતના તો ઝિંદગી મેં કિસી કો ખલલ પડે’ લખી ત્યારે તેમની ઉંમર હતી માત્ર 11 વર્ષ. પ્રોગ્રેસિવ રાઇટર્સ મૂવમેન્ટના તેઓ પાયોનિયર હતા. ‘ઔરત’, ‘તાજ’ અને ‘મકાન’ તેમની ઉલ્લેખનીય ગઝલો રહી છે.

ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના મિજવાનમાં જન્મેલા કૈફી આઝમીનું મૂળ નામ અખ્તર હુસૈન રિઝવી. પ્રથમ ગઝલ લખી ત્યારે તેમની ઉંમર હતી માત્ર 11 વર્ષ. પ્રોગ્રેસિવ રાઇટર્સ મૂવમેન્ટના તેઓ પાયોનિયર હતા. શરૂ થયેલું 2019નું વર્ષ ગીતકાર અને શાયર કૈફી આઝમીની જન્મ શતાબ્દીનું વર્ષ છે

જ્યારે તેમનાં ગીતો જે ફિલ્મોમાં વખણાયાં તેમાં ‘કાગઝ કે ફૂલ’, ‘શોલા ઔર શબનમ’, ‘હસતે ઝખમ’, ‘હકીકત’ અને ‘અર્થ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓએ ‘હીર રાંઝા’ અને એમ.એસ. સથ્યુની ફિલ્મ ‘ગર્મ હવા’માં સ્ક્રીનપ્લે અને સંવાદ લખ્યા. આઝમીએ સાહિત્ય અને કવિતાના ઘણા પુરસ્કારો જીત્યા છે, જેમાં સાહિત્ય અકાદમી ફેલોશિપ, સાહિત્ય અકાદમી અને અન્ય એવોર્ડનો સમાવેશ થાય છે. કૈફી આઝમીને આબા કહેતા શબાના આઝમી અને સિનેમેટોગ્રાફર બાબા આઝમીએ પિતાની સ્મૃતિમાં આખું વર્ષ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

13 જાન્યુઆરી, 2019ની સાંજે કૈફી આઝમીની જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે ટાટા થિયેટરમાં રાગ શાયરીથી શરૂઆત કરવામાં આવશે. એનસીપીએ કોન્સર્ટમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાના કલાકારો પરફોર્મ કરશે. તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈન, સિંગર અને કમ્પોઝર શંકર મહાદેવન, ગીતકાર જાવેદ અખ્તર, એક્ટર શબાના આઝમી અને ફિલ્મમેકર ફિરોઝ અબ્બાસ ખાન ઉપસ્થિત રહેશે. આ જ શો ફંડ એકઠું કરવાના ભાગરૂપે 14 જાન્યુઆરીએ મિજવાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેન્ટ એન્ડ્રુઝ ઓડિટોરિયમ, બાંદ્રામાં આયોજિત થશે. તેના ત્રણ દિવસ બાદ એટલે કે 17 જાન્યુઆરીએ કોલકાતાના નઝરુલ મંચ પર આ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.


આ કાર્યક્રમના રિહર્સલ દરમિયાન મારે તે કલાકારો સાથે વાત કરવાનું બન્યું. તેઓએ જે કહ્યું તેના અંશો રજૂ કરી રહી છું. ‘અમે ઘણા બધા આઇડિયા પર કામ કર્યું અને પછી આ વિચાર સાથે એકમત થયા. આ જોકે મુશ્કેલ હતું, પરંતુ જ્યારે કશુંક બહુમૂલ્ય બનવાનું હોય ત્યારે સરળ હોવાનું પણ નથી.’ આ શબ્દો શબાના આઝમીના હતા. તેમના પિતાની કવિતાઓને સ્વર આપશે શંકર મહાદેવન.

વધુમાં શબાનાએ કહ્યું કે, ‘જાવેદ અખ્તર ઉર્દૂમાં કૈફી આઝમીની ગઝલો રજૂ કરશે જ્યારે હું તેનો અંગ્રેજી ભાવાનુવાદ રજૂ કરીશ અને ઉસ્તાદ ઝાકિર હુસૈન તબલા દ્વારા તેનું અર્થઘટન રજૂ કરશે એટલે એ રીતે આ આખો વિચાર યુનિક છે.’ જાવેદ અખ્તરે કૈફીસાહેબની શેરોશાયરી અને તેમના લખાણને ભાષાની સરહદો વટાવીને રજૂ કરવાનું નક્કી કર્યું હતું. ફિરોઝ અબ્બાસ ખાન કે જેઓ ‘તુમ્હારી અમ્રિતા’ નાટકનું દિગ્દર્શન કરી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, ‘અમે જે કરવાનું નક્કી કર્યું છે તે મારા માટે અલગ પડકાર છે અને નવો પ્રયોગ છે. બાકી સામાન્ય રીતે અમે કવિતા કે સંગીતની પ્રસ્તુતિ દ્વારા સ્ટેજ પર રજૂઆત કરતા હોઈએ છીએ, પરંતુ અહીં કવિતાના એક વિચારનું અર્થઘટન પરફોર્મન્સ દ્વારા રજૂ કરવું એ એક પડકાર છે. કૈફીસાહેબની જે શાયરી છે તેની અપીલ યુનિવર્સલ છે અને શાશ્વત છે.’ કાઉન્ટડાઉન જ્યારે શરૂ થઈ ગયું છે અને કલાકારોએ ટી બ્રેક લેવાનું નક્કી કર્યું ત્યારે ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથે વાત થઈ. તેઓએ કહ્યું કે, ‘મને લાગે છે કે આ પ્રકારની રજૂઆત પહેલી વખત આ રીતે થઈ રહી છે.

શબ્દો અને સુરાવલીઓ દ્વારા અમે એક મહાન કવિને જ નહીં, પણ એક ઉત્તમ માણસને પણ યાદ કરવા જઈ રહ્યા છીએ.’ આ વાતમાં ઉમેરો કરતાં શંકર મહાદેવને જણાવ્યું કે,‘કૈફી આઝમી માત્ર કવિ નહોતા, પણ એક ગીતકાર અને એક્ટિવિસ્ટ પણ હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા એટલે તેમની વાત થાય તો તે એક કરતાં વધુ પ્રકારે રજૂઆત થવી જોઈએ.’ કૈફી આઝમીનું જન્મશતાબ્દી વર્ષ હોઈ તેમની સ્મૃતિમાં મુશાયરા, નાટકો, સેમિનારો યોજાશે. ઉપરાંત ત્રણ પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આ‌વશે. આ બધું ખાસ હશે, કારણ કે જ્યારે સંતાનો સ્મૃતિસુમન અર્પણ કરતાં હોય ત્યારે ખાસ જ હોવાનું. કારણ કે પિતા હંમેશાં સંતાનો માટે ખાસ હોય છે.
[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી