પિતા ગુલઝાર સાથે પુત્રી મેઘનાનું આત્મીયતાભર્યું અનોખું બંધન

article by bhawanasomaaya

ભાવના સોમૈયા

Sep 07, 2018, 03:29 PM IST

ચાલો સિનેમા

મેઘના ગુલઝારનું કહેવું છે કે આજે પોતે જે કંઈ છે તે તેના પિતા ગુલઝારસાહેબને લીધે છે, જેમને એ પપ્પી કહે છે. જ્યારે ગુલઝાર મેઘનાને બોસ્કી કહેતાં જણાવે છે કે એ અેમનો શ્વાસ છે અને તેમનું જ પ્રતિબિંબ છે. એ ખુશ હોય ત્યારે પોતે ખુશ હોય છે અને એ ઉદાસ હોય ત્યારે પોતે પણ ઉદાસ થઈ જાય છે.


મેઘના એના કલાકાર પિતા સાથેના સંબંધો વિશે કહે છે, ‘અમે એકબીજાના એક્સટેન્શન સમાન છીએ, એકબીજાના પૂરક છીએ અને એકબીજા વિના અધૂરા છીએ.’


લેખિકા-દિગ્દર્શિકા મેઘના ગુલઝાર સાથે મારી મુલાકાત એણે પોતાના પિતાએ 2008માં લખેલી બાયોગ્રાફી પૂરી કરી અને એ બુક રિલીઝ કરી ત્યારે થઈ. હાર્પર એન્ડ કોલિન્સ દ્વારા પ્રકાશિત કરાયેલા પુસ્તકમાં તેઓએ મેઘનાને એના પિતા સાથેની સ્મૃતિઓ લખવા પણ જણાવેલું, પરંતુ એ ત્યારે એની ફિલ્મોમાં વ્યસ્ત હતી. પહેલાં ‘તલવાર’ અને પછી ‘રાઝી’ એ પછી એણે આ પુસ્તકને પૂરું કરવા માટે થોડા સમય માટે બ્રેક લીધો.

‘એમણે મને જીવનની દરેક બાબતોમાં સામેલ કરી છે, દરેક રચનાત્મક માધ્યમ જેમાં તેમણે સ્થાન મેળવ્યું હોય તેનાે મને પણ પરિચય કરાવ્યો છે અને કહ્યું છે કે તમે પ્રયત્ન કરો અને નિષ્ફળ નીવડો એ બરાબર છે, પણ તમે ક્યારેય પ્રયત્ન જ ન કરો અને પછી અફસોસ કરો તે યોગ્ય નથી.’

મેઘના કહે છે કે એના પુસ્તકમાં એણે જે માણસ વિશે સાંભળ્યું અને જે માન્યતાઓ પ્રવર્તે છે તેના બદલે એણે પોતે જે જોયું અને અનુભવ્યું છે, તે વિશે લખ્યું છે. એ કહે છે, ‘મારા પિતા સાથે વાત કરવી એ અનોખો અનુભવ છે, પણ આ પુસ્તક તેમના સાચા મિત્રો અને સંબંધિત લોકો જે ઘરે આવતા હતા અને હું તેમની સાથે તેમના બાર્બરથી લઈને તેમના ફેવરિટ એક્ટર વિશે વાતો કરું છું.’


ગુલઝાર કહે છે કે એ ઘણા પ્રશ્નો પૂછતી અને મારે અેને સાચા જવાબ આપવા પડતા. ચાહે એ વંશ સંબંધિત હોય કે પછી પત્ની રાખી સાથે અલગ થવાનું હોય કે પછી તેમની આંતરિક નિર્બળતા વિશે જ કેમ ન હોય! ‘પિતા પુત્રીમાંથી અમે બંને પ્રોફેશનલ્સ બની શકીએ છીએ. એ તેના પુસ્તક માટે હોય કે પછી હું એની ફિલ્મ માટે ગીતો લખતો હોઉં. મેં એક વાર ગીત લખીને આપી દીધું હોય પછી કોઈ ડિરેક્ટરે તેનું મુખડું ફરીથી લખવાનું કહ્યું નથી, પણ મારી પુત્રીએ એક જ ગીતને અનેક વાર મારી પાસે તેની ફિલ્મો માટે લખાવ્યું છે - ફિલહાલ, તલવાર અથવા રાઝી કોઈ પણ ફિલ્મ હોય અને મારે એનાં સૂચનો સ્વીકારવાં પડે છે, કેમ કે ગમે તેમ તો પણ એ મારી બોસ છે.’


મેઘના એમના હાવભાવ જોઈ સ્મિત કરતાં કહે છે કે આ જ કેટલીક સામાન્ય છૂટછાટ છે જે એ પુત્રી હોવાના લીધે લે છે અને ગુલઝારે તેનો ઉછેર જે નીડરતાથી કરી એને સક્ષમ બનાવી છે, તેનું પરિણામ છે. ‘એમણે મને જીવનની દરેક બાબતોમાં સામેલ કરી છે, દરેક રચનાત્મક માધ્યમ જેમાં તેમણે સ્થાન મેળવ્યું હોય તેનાે મને પણ પરિચય કરાવ્યો છે અને કહ્યું છે કે તમે પ્રયત્ન કરો અને નિષ્ફળ નીવડો એ બરાબર છે, પણ તમે ક્યારેય પ્રયત્ન જ ન કરો અને પછી અફસોસ કરો તે યોગ્ય નથી. આથી નાનપણમાં હું સિતાર, પિયાનો વગાડતાં શીખી, બેેલે ડાન્સ અને સ્વિમિંગ પણ કરતા શીખી. તેમણે મને હિન્દી, ઉર્દૂ, બંગાળી શીખવ્યું અને પેઇન્ટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરી, ગીત ગાવા અને કુદરતી રીતે લખવા માટે પણ પ્રોત્સાહિત કરી. એમણે કાયમ મારા માટે કવિતાઓ લખી છે, જ્યારે એમણે મારા માટે ગર્વ અનુભવ્યો હોય અને ત્યારે પણ જ્યારે એ મારા લીધે હતાશ થયા હોય. એમની તીવ્ર ઇચ્છા છે કે હું કવિતા લખું, નાની હતી ત્યારથી એ મને કહેતા રહ્યા છે કે હું એમને 100 કવિતાઓ લખીને આપું, પણ મેં ક્યારેય એ માન્યું નથી. એટલા માટે નહીં કે હું કવિતા નથી લખી શકતી, પણ મારી કવિતાઓ મારી અંગત લાગણી છે અને હું તેને જાહેર કરવા નથી ઇચ્છતી.’


ગુલઝાર કહે છે કે સંગીત અને ફિલ્મ બનાવવી એ રચનાત્મક પ્રક્રિયાનો એક ભાગ છે, ત્યારે એકમાત્ર પુસ્તક જ એવું છે જેના પર લેખકનો અધિકાર હોય છે અને તેથી તે વધારે સંતોષપ્રદ પ્રક્રિયા છે. મેં બોસ્કીને કહ્યું કે પુસ્તકોનું પણ જીવનમાં મહત્ત્વ છે અને તેણે લખવાને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવવો જોઈએ.’


મેઘના ફરી સ્મિત કરતાં કહે છે કે એના પિતા માને છે કે તેઓ જે અનુભવે છે તેમ કરવું સરળ છે. એ મને ક્રિએટિવ આર્ટિસ્ટ તરીકે, લેખિકા તરીકે આગળ વધવા પ્રોત્સાહિત કરતા રહે છે. એટલા માટે નહીં કે હું ફિલ્મમેકર છું, કેમ કે હું હંમેશાં ફિલ્મો બનાવવાનું વિચારતી હોઉં છું. મને આવું સારું જીવન મળ્યું તે સાચે જ આશીર્વાદ સમાન છે, કેમ કે મારું જીવન સમૃદ્ધિથી ભરપૂર છે, કેમ કે મારાં માતા-પિતા પણ સમૃદ્ધ છે.’

[email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી