ચાલો સિનેમા / એક દિવસ હું ફિલ્મ ચોક્કસ ડિરેક્ટ કરીશ : અર્જુન કપૂર

article by bhavna somaaya

ભાવના સોમૈયા

Apr 05, 2019, 04:28 PM IST

- તને એવું લાગે છે કે તંુ બહુ ઝડપથી આગળ વધી રહ્યો હોય?
પ્રામાણિકપણે કહુ તો પરીકથાની વાર્તા જેવી ઘટનાઓ મારા જીવનમાં બની છે. હું જ્યારે નાનો હતો અને કોઈ મને પૂછતું કે હંુ મોટો થઈને શું બનવા માગું છું તો હું કહેતો કે હું ફિલ્મસર્જક બનવા માંગુ છું. કારણ કે હું મારું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મનું છે. પછી મોટો થતો ગયો તેમ સલમાન ખાનના સંપર્કમાં આવ્યો. તેમને લાગ્યું કે હુું એક્ટર બનવા માંગુ છું પરંતુ સંકોચને કારણે કોઈને કહેતો નથી. તેમણે મારી ગ્રંથિઓ તોડી અને નિયમિત કસરત કરતો કર્યો. વાયઆરએફ બેનરની ફિલ્મથી મારી કારકિર્દીની શરૂઆત થઈ. અને ‘ઈશકઝાદે’ ફિલ્મ દ્વારા બ્રેક મળ્યો.
- પહેલી ફિલ્મમાં બેડબોય બન્યો હતો તો એ જ પ્રકારના રોલ ઓફર થશે તેવો ડર ન લાગ્યો?
હું એટલું લાંબુ વિચારતો નથી. મને આનંદ હતો કે હું હીરો તરીકે લોન્ચ થઈ રહ્યો છું. અને મને મારી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક પર ભરોસો હતો. પછી મારું બીજું સદ્નસીબ એ કે ‘ઔરંગઝેબ’ ફિલ્મમાં ડબલરોલ કરવાની તક મળી. જેમાં રિષિ કપૂર સાથે અભિનય કરવાની તક મળી. એ કલાકાર સાથે જેઓ નાનપણથી મારા પ્રેરણાસ્રોત હતા.

  • ફિલ્મ ‘ફાઈન્ડિંગ ફેની’ સાઈન કરી ત્યારે નર્વસ હતો કારણ કે ડાયલોગ ડિલીવરી અંગ્રેજીમાં કરવી એક પડકાર હોય છે

- ટોપ હરોળની હિરોઈનો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
‘ગુંડે’માં પ્રિયંકા ચોપરા સાથે કામ કર્યું. તેના શૂટિંગમાં હું રણવીર અને પીસી હતા એટલે ખૂબ સેટ પર મજા પડતી. ‘ટુ સ્ટેટ્સ’ ફિલ્મનો રોલ મારા માટે પડકારજનક એટલા માટે હતો કે ત્યાં સુધી કોઈએ મને રોમેન્ટિક હીરો તરીકે કન્સીડર નહોતો કર્યો. ફિલ્મ એ જ નામના પુસ્તક પર આધારીત હતી પરંતુ મેં તે પુસ્તક વાંચ્યું નહોતું કારણ કે મારું પાત્ર જે રીતે લખવામાં આવ્યું હતું તે હું મારી રીતે ભજવવા માગતો હતો. ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કામ કરવું મજાની ઘટના હતી.
- દીપિકા પદુકોણ સાથે ‘ફાઈન્ડિંગ ફેની’માં અભિનય કરવાના અનુભવ વિશે વાત કરીશ?
માત્ર દીપિકા જ નહીં પણ તેમાં ડિમ્પલ કાપડીયા, નસીરુદ્દીન શાહ અને પંકજ કપૂર જેવા ઉત્તમ કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી. ફિલ્મ સાઈન કરી ત્યારે નર્વસ હતો કારણ તે તેમાં અંગ્રેજીમાં સંવાદો બોલવાના હતા. ડાયલોગ ડિલીવરી અંગ્રેજીમાં કરવી એક પડકાર હોય છે. પણ એ ફિલ્મ કરવાને લીધે મારું અનુભવ ભાથું સમૃદ્ધ બન્યું.

  • હું અર્જુન કપૂરને માતાના ગર્ભથી ઓળખુ છું તેમ કહી શકું છું. સ્થૂળકાય છોકરામાંથી સ્નાયુબદ્ધ શરીર ધરાવતો અભિનેતા બનતો જોયો છે. તે આજે એક મહેનતુ અભિનેતા ગણાય છે. એકાદ વર્ષ પહેલાની વાત છે જ્યારે તેના પિતા બોની કપૂરના બીજા પત્ની શ્રીદેવીનું અવસાન થયું હતું. તે દુ:ખના સમયમાં ઓરમાન બહેનો જ્હાન્વી અને ખુશી કપૂરની પડખે અડીખમ ઉભો રહ્યો હતો. અત્યારે તેના ડેટિંગની વાતો ચાલી છે પરંતુ આ મુદ્દો આ ઈન્ટરવ્યૂનો મુખ્ય વિષય નથી

- તારા પપ્પાના હોમબેનરની ફિલ્મ ‘તેવર’માં કામ કરવા વિશે કશું કહીશ?
એક ચોક્કસ બજેટ ફિલ્મ માટે ફાળવવામાં આવ્યું હોય તે મર્યાદામાં રહીને કામ કરવાનું હોય છે. ગમે તેટલું અલગ કરવાની ઈચ્છા થાય પણ એક જે મર્યાદા રેખા આંકવામાં આવી હોય તેને ઓળંગી ન શકીએ. મારા પપ્પા આમ નિર્માતા ખરા પરંતુ સ્વભાવે એક ફિલ્મસર્જક છે. હું એ રીતે તેમના જેવો નથી. હું મારી મહેનતની કમાણી ફિલ્મ પ્રોડક્શનમાં રોકાણ ન કરું પણ હા એક દિવસ હું ફિલ્મ ચોક્કસ ડિરેક્ટ કરીશ.
- તારા લગ્ન વિશે જાતજાતની વાતો ફેલાઈ છે?
સબ ઉપરવાલે કી મર્ઝી સે હોતા હૈં, ખાસ તૌર પર શાદી. તો દેખતે હૈ મેરા નંબર કબ આયેગા.
- તારી ફિલ્મ ‘કિ એન્ડ કા’માં જેવી ભૂમિકા ભજવી હતી તેવું રિયલ લાઈફમાં કરવાનું આવે તો?
હા કેમ નહીં. મારા કુટુંબમાં કેટલીયે સશક્ત મહિલાઓ છે. આજે સમય છે કે આપણે આપણા સંબંધોને અલગ દૃષ્ટિકોણથી જોતા થઈએ. હું આ બાબતે કાયમ વિચારતો આવ્યો છું પણ આ ફિલ્મમાં કામ કર્યા બાદ વધુ સજાગ બન્યો છું.
[email protected]

X
article by bhavna somaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી