ચાલો સિનેમા / દાદીના રોલ ઓફર થવા લાગ્યા હતા: નીના ગુપ્તા

article by bhavna somaaya

ભાવના સોમૈયા

Mar 15, 2019, 03:21 PM IST

લાંબા સમય બાદ ફિલ્મમાં જોઈને આનંદ થયો.
હા. જો કે એક કલાકાર વિવિધ માધ્યમોમાં સક્રિય હોય તો તે ક્યારેય કામ વિનાનો/ વિનાની હોતી જ નથી. મારી પાસે નાટકો, સિરિયલ અને ફિલ્મોનો બહોળો અનુભવ છે. પણ હા છેલ્લા કેટલાક વખતથી મને મળતી ફિલ્મોમાં ઓટ આવી હતી. તેવામાં ‘બધાઈ હો’ ઓફર થઈ અને ફરી કરિઅરે ફિલ્મોમાં વેગ પકડી લીધો.

  • થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ‘બધાઈ હો’માં નીના ગુપ્તાનો અભિનય વધુ એક વખત વખણાયો. આ ફિલ્મ દ્વારા નીના ગુપ્તા ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. મેઈનસ્ટ્રીમ સિનેમાની ફિલ્મો ઉપરાંત નીના ગુપ્તા અર્થપૂર્ણ ફિલ્મો પણ અવારનવાર કરતી રહે છે

તો ટેલિવિઝન પર કામ કરવાનું ઓછું કરી નાખ્યું છે?
મેં સિરિયલ ‘ખાનદાન’થી ખલનાયિકા તરીકે શરૂઆત કરી હતી. ધીમે ધીમે મને માતાના રોલ મળવા લાગ્યા. જેમાં સિરિયલ ‘સાંસ’નો સમાવેશ કરી શકાય. પછી દાદીના રોલ ઓફર થવા લાગ્યા હતા એટલે મેં તે નકારવાનું શરૂ કરી દીધું.

ફિલ્મ ‘ધ થ્રેશોલ્ડ્’માં કામ કરવાનું સ્વીકાર્યું તેનું કારણ?
કારણ કે ફિલ્મનો પ્લોટ રસપ્રદ છે અને વળી બે જ પાત્રો છે. એટલે એક કલાકાર તરીકે મને આ બાબત પડકારજનક લાગી. વળી આ ફિલ્મના ડિરેક્ટર પુષણ ક્રિપલાનીએ અન્ય અભિનેત્રીઓ હોવા છતાં મને પ્રેફરન્સ આપ્યો અને બાઉન્ડ સ્ક્રિપ્ટ આપવાનું વચન આપ્યું હતું એટલે ના કહેવાનું કોઈ કારણ રહેતું નથી. બાકી મોટેભાગે સ્મોલ બજેટ ફિલ્મમાં બનતું એવું હોય છે કે, એક બાજુ શૂટિંગ ચાલતું હોય અને લોકેશન પર આગળના સીન લખાતા હોય. જે એક કલાકાર માટે તાણભરી પરિસ્થિતિ બની રહે છે. (બાઉન્ડ સ્ક્રિપ્ટમાં આખી ફિલ્મ લખાયેલી હોય છે અને શૂટિંગ પહેલા મળી જાય તો એક્ટરને તૈયારી કરવામાં સુગમ રહે છે.

મને એમ કે ઈમ્પ્રોવાઈઝેશનને કારણે ક્રિએટીવીટી ખીલતી હોય છે?
હા મોટેભાગે એમ થતું જ હોય છે. નાટકોમાં અમે મોટેભાગે ઈમ્પ્રોવાઈઝ કરતા રહેતા હોઈએ છીએ. પણ તે રિહર્સલ વખતે કરતા હોઈએ છીએ. જેમાં અભિનયની સૂક્ષ્મતામાં સુધારો કરવાની તક હોય છે. દિગ્દર્શક પુષણે રજિત કપૂર અને મારી સાથે વર્કશોપના ઘણા સેશન કર્યા હતા હતા, જેમાં અમારે જિંદગી અને લગ્નને લગતા અનુભવો રજૂ કરવાના હતા. કારણ કે ફિલ્મમાં અમે પતિ-પત્નીના પાત્રમાં છીએ એટલે અમારી વચ્ચેના સંબંધોમાં નિકટતા હોય, રમૂજ હોય અને એ રીતે અમારા પાત્રો વાસ્તવિક લાગવા જરૂરી હતા. એટલે મેં એક અનુભવની વાત કરતા કહ્યું કે, એક વખત હું બાથરૂમ ગઈ હતી પણ સલવારની ગાંઠ એવી ગૂંચવાયેલી હતી કે ખૂલી જ નહીં અને મારે મેળ પડ્યો જ નહીં. આ કિસ્સાને દિગ્દર્શકે ફિલ્મમાં વણી લીધો. અમારા કામની નોંધ લેતા તેમણે મારા અને રાજિતના નામનો સંવાદલેખક નિહારિકા સાથે રાઈટિંગ ક્રેડિટમાં ઉલ્લેખ કર્યો છે.

‘ધ થ્રેશોલ્ડ્’ની વાર્તા છે તમારા લગ્નજીવન સાથે કોઈ પ્રકારની સામ્યતા ધરાવે છે?
આમ જોવા જઈએ તો બધા દાંમ્પત્યજીવનમંા અમુક સામ્યતાઓ હોય અને છતાં દરેક લગ્નજીવન એકબીજાથી અલગ પડતું હોય છે. આ ફિલ્મની વાર્તા મારા કે રાજિતના લગ્નજીવન પર આધારીત નથી. પણ અમુક વર્ષોના લગ્નજીવનમાં જે ઘટનાઓ બનતી હોય છે તેનો સરવાળો છે. એક દૃષ્ટિકોણ છે. મહિલા શું અનુભવે છે અને પુરુષ શું વિચારે છે. પતિ-પત્નીના સંબંધોની એક જર્ની છે, એક પર્સનલ સ્પેસની શોધ માટેના પ્રયત્નોની વાત છે.

રિંકુનું જે પાત્ર ભજવ્યું છે તે પાત્રમાં પ્રવેશવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો?
મેં ઘણી રિંકુઓ જોઈ છે. મારો જ્યારે વિકાસ થઈ રહ્યો હતો ત્યારે મારા મમ્મી, માસીઓ અને કાકીઓ પાસેથી ગૃહસ્થજીવનને લગતી સમસ્યાઓની વાતો સાંભળેલી. કદાચ અલગ અલગ રીતે એ બધી રીંકુઓ હતી. હું મારી સંવેદનાઓથી પરિચિત હોઉં. પણ પાત્રને સાકાર કરવા માટે તેનું એક પોશ્ચર અને એક્સપ્રેશન બંને દૃષ્ટિએ વિશ્વાસનીય લાગે તે જરૂરી હતું. થોડી સ્થૂળ દેખાઉં એટલે ઉપરાઉપરી સ્વેટર પહેર્યા હતા અને નિરસ ચાલે ચાલવાનું હતું. એક સમયે મેં લિપસ્ટિક કરવાની ડિરેક્ટર પાસે પરમિશન માગી પણ તેઓ ઈચ્છતા હતા કે હું સ્ક્રીન પર દુ:ખી અને નિસ્તેજ દેખાઉં.

તમારા પતિએ આ ફિલ્મ જોઈ છે, તેમનો પ્રતિભાવ શો હતો?
આમ તો ફિલ્મ જુએ તે પહેલા મેં તેમને માનસિક રીતે તૈયાર કર્યા હતા પણ છતાં ફિલ્મની શરૂઆતમાં પોતાની સુંદર પત્નીને નિસ્તેજ રીંકુ રૂપે જોઈને નિરાશ તો થયા હતા. પણ જેમ જેમ ફિલ્મ સાથે અનુકૂળ થતા ગયા તેમ તેમ મારા પરફોર્મન્સને વખાણતા ગયા. પણ મારા દેખાવને લઈને તેમને છેક સુધી ફરીયાદ રહી. હવેથી આવું અનાકર્ષક પાત્ર નહીં ભજવું.

એક અભિનેત્રી હોવા છતાં આમ વિચારો છો?
હા અને તેમાં કશું ખોટું પણ નથી.
[email protected]

X
article by bhavna somaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી