ભાવવિશ્વ / કામ કરે કોઠી, જશ ખાય જેઠી

article by anil joshi

અનિલ જોશી

Mar 20, 2019, 03:22 PM IST

વિખ્યાત અભિનેતા દિલીપકુમારે એની યુવાનીના દિવસોમાં એટલે કે 1942ની આઝાદીની લડતમાં એક સરઘસની આગેવાની લીધી હતી. શિવાજી પાર્ક પાસે પોલીસે લાઠીમાર કર્યો એમાં દિલીપકુમાર પણ ઘાયલ થયા હતા એ વાત બહુ ઓછા જાણે છે, પરંતુ આ વિશે દિલીપસાહેબ બિલકુલ મૌન રહ્યા છે, પણ એક પત્રકારે દિલીપસાહેબને આ વિશે સવાલ પૂછ્યો ત્યારે તેમણે થોડીવાર મૌન રહીને જવાબ આપ્યો : ‘દેશને માટે જે કોઈ યોગદાન કર્યું હોય એનો ગામગોકીરો હોય નહીં. ચૂપ રહેવું જોઈએ.’ આજનો સિનારિયો તો એવો છે દેશ માટે કોઈ યોગદાન કર્યું નથી, જેનાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાતો નથી, ઝેડ પ્લસ સિક્યોરિટીમાં ફરતા બેવકૂફ નેતાઓ દેશભક્તિનો દેશગોકીરો કરી રહ્યા છે. સરહદ ઉપર લડતા બહાદુર સૈનિકો ક્યારેય દેશપ્રેમનો દેશગોકીરો કરતા નથી. શહીદ થઈ જાય છે.

અહીં મને અરબસ્તાનની એક કવયિત્રીએ લખેલી કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી જાય છે. તે વાંચો : ‘મને તમારું જૂઠ (અસત્ય) આપી દો. તમારા એ જૂઠને હું વોશિંગ મશીનમાં નાખીને સાફસૂતરું કરીને ઘડી વાળીને મારા હૃદયના કબાટમાં મૂકી દઈશ. એ પછી તે સત્ય થઈ જશે.’ - અલ-મસરી (અરબી કવયિત્રી)
હું યુરોપ અને અમેરિકામાં ખૂબ રખડ્યો છું. એટલે મને ખબર છે કે ત્યાંના રસ્તાઓ કે બ્રિજનાં નામો કોઈ રાજનેતાના નથી અપાતા, પણ જેમનું કંઈક યોગદાન છે એવી પ્રતિભાઓનાં નામ અપાય છે. વિશ્વયુદ્ધમાં શહીદ થઈ ગયેલા સૈનિકોનાં સ્મારકો મેં જોયાં છે, જ્યાં દેશપ્રેમી નાગરિકો ચૂપચાપ આવીને ફૂલનો બુકે મૂકી જાય છે અને આપણા દેશના શહેરોના અનેક રસ્તાઓ અને ચોકને કે ગલીકૂચીને અપાયેલાં નામોની તમે યાદી કરી જુઓ તો નેતાઓનાં નામં દેખાશે. કોઈ શહીદ થયેલા સૈનિકનું નામ નહીં દેખાય. અરે! એરપોર્ટ કે ઓવરબ્રિજનું નામ કયું રાખવું એ વિશે અનેક વિવાદો થશે. ગામગોકીરો થશે.
યુરોપમાં તો મેં વિખ્યાત સેનાપતિઓનાં સ્ટેચ્યૂ જોયાં છે. મુંબઈમાં શહીદ ભગતસિંહ રોડ છે. સેનાપતિ બાપટ માર્ગ છે એ વાત જુદી છે. ક્યાંક અપવાદ મળી શકે છે. ટૂંકમાં કહીએ તો સાચી દેશભક્તિ હાંસિયામાં છે. બાકી તો એક ગુજરાતી કહેવત યાદ આવે છે : ‘કામ કરે કોઠી ને જશ ખાય જેઠી’ ક્રેડિટખાઉ નેતાઓથી અવાજનું પ્રદૂષણ વધ્યું છે.
joshi.r.an[email protected]

X
article by anil joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી