તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનમાં જે જે ખેડૂતોની જમીન સંપાદન કરવાની જરૂર ઉદ્ભવી તે જમીનના માલિકોને વળતર પેટે રકમ ચૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બુલેટ ટ્રેનનું જ્યાં સ્ટેશન કાર્યરત થવાનું છે તે અંત્રોલી ગામની જમીન સંપાદનની કામગીરી હાલ ચાલી રહી છે. આ ગામના કુલ 48 ખેડૂતોએ પોતાની જમીન સંપાદન કરવા માટેની સંમતિ આપી દીધી છે. જે તમામને વળતરની રકમ ચૂકવાઈ રહી છે. જેમાંથી 18 ખેડૂતોને રૂ. 50 કરોડ ચૂકવાઇ ગયા છે. હવે બાકીના ખેડૂતોને બે દિવસમાં રૂ. 100 કરોડનું ચૂકવણું કરવામાં આવશે. આ બાબતે કલેક્ટર ડો. ધવલ પટેલે કહ્યું હતું કે વળતરની રકમ ચૂકવવાની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.