તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ એક વખત પેપર ફૂટી જવાથી પરીક્ષા કેન્સલ કરાયા બાદ ફરી વખત લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં વધુ એક છબરડો બહાર આવ્યો છે. યુવતી દાહોદ જિલ્લામાં પરીક્ષા આપવા ગઇ ત્યારે તેને 100 માંથી માત્ર 43 પ્રશ્નો છપાયેલું પેપર મળ્યું . બાકીના 47 પ્રશ્ન વાળા પાના કોરા જ મળ્યા હતા. આ અંગે યુવતીએ સુપવાઈઝર તેમજ સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરી હોવા છતાં કોઇ જ પગલાં નહીં લેવાતા આખરે તેણે પોલીસ ભરતી બોર્ડમાં અરજી કરી છે.
પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના નાગલોદના રહેવાસી બારિયા ગીતાબહેન નરેશકુમારે તા.7 - 01 - 2019 ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડના ડાયરેક્ટરને અરજી કરી હતી. જેમાં લખ્યું હતું કે લોકરક્ષક દળની તા.6 જાન્યુઆરીએ લેવાયેલી પરીક્ષામાં તેમનો નંબર બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદમાં આવ્યો હતો. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 15 પાનાનું હતું. જેમાં 100 સવાલ પૂછવામાં આવ્યા હતા.
જેમાંથી તેમની પાસે જે પ્રશ્નપત્ર આવ્યું તેમાં 1 થી 23 સવાલ અને 81 થી 100 સવાલ જ પ્રિન્ટ થયેલા હતા. 15 પાનાના પ્રશ્નપત્રમાંથી તેની પાસે આવેલા પ્રશ્નપત્રમાં માત્ર 4 જ પેજ ઉપર સવાલ પ્રિન્ટ થયેલા હતા. જ્યારે 11 પેજ કોરાં હતાં. પ્રશ્નપત્ર હાથમાં આવતા ચકાસણી કર્યા બાદ ગીતાબહેને સુપરવાઈઝર મહિલાને ફરિયાદ કરી હતી.
જેથી તેમણે તેને કહ્યું હતું કે હું સરને કહું છું, તે નવું પ્રશ્નપત્ર આપશે, જે વાતને 20 થી 25 મિનિટ થઇ ગઇ હોવા છતાં સર બીજું પ્રશ્નપત્ર લઇને આવ્યાં નહીં. આ ઘટનાને 30 મિનિટ થઇ જતાં હવે પ્રશ્નપત્ર બદલી ના શકાય તેવું બહાનું કાઢીને નવું પ્રશ્નપત્ર આપ્યું ન હતું.
ગીતાબહેને તેમની અરજીમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે એલઆરડીની પરીક્ષામાં દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેથી જો તેના ક્લાસના સીસીટીવી ચેક કરવામાં આવે તો તેમણે સુપરવાઈઝર સહિતના લોકો સમક્ષ જે રજૂઆતો કરી તેમજ તેને જે રીતે કોરું પ્રશ્નપત્ર મળ્યું હતું તે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેથી જો સીસીટીવી ચેક કરવામાં આવે તો આખી ઘટના જાણી શકાય છે.
પેપર પ્રિન્ટિંગ માટે જે પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે પગલા લેવામાં આવે. આટલું જ નહીં ક્લાસ સુપરવાઈઝરે મને નવું પ્રશ્નપત્ર આપવાના બદલે ખભા ઊંચા કરીને છટકી ગયા હતા. જેના કારણે મારું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે. જો પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું કોર્ટ રાહે લડત આપીશ.
ગીતાબહેન બારિયા, અરજી કરનાર ઉમેદવાર
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.