તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ED Found That Money Was Found In Other Defense Deals.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EDનો દાવો મિશેલને અન્ય સંરક્ષણ સોદાઓમાં પણ નાણાં મળ્યાં હતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે મિશેલને 26 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
નવી દિલ્હી : વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં ધરપકડ કરાયેલા કહેવાતા વચેટિયા મિશેલને અન્ય સંરક્ષણ સોદાઓમાં પણ નાણાં મળ્યા હતા. ઇડીએ શનિવારે દિલ્હીની એક અદાલતમાં આવો દાવો કર્યો હતો. ઇડીની માંગણી બાદ કોર્ટે મિશેલને 26 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સ્પેશિયલ જજ અરવિંદકુમાર સમક્ષ ઇડીએ કહ્યું કે હેલિકોપ્ટર સોદામાં મિશેલને 24.25 મિલિયન યુરો અને 1.60 લાખ પાઉન્ડ મળ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અન્ય સોદાઓમાં પણ તેને નાણાં મળ્યા હતા અને તેની પણ તપાસ કરાશે. રોકડ મેળવવા મિલકત ખરીદવા આરોપીએ હવાલા મારફતે પણ નાણાની લેવડ દેવડ કરી હતી. ઇડીએ એવી રજૂઆત કરી હતી કે તેને કસ્ટડીમાં મોકલવામાં આવે નહીં તો દેશ છોડીને ભાગી જઈ શકે છે. 

રાહુલ ગાંધીએ શનિવારે આક્ષેપ કર્યો હતો કે રાફેલ મુદ્દે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ સવાલના જવાબ આપવામાં નિષ્ફળ ગયા છે આથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપવા જોઈએ. રાહુલે ટ્વિટ કરી હતી કે નિર્મલા બે કલાક બોલ્યા પણ મારા બે સરળ સવાલના જવાબ ન આપી શક્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser