તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Muktaben Dagali Will Be Awarded With Padma Shree Award

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજ્ઞાચક્ષુ કન્યાઓના જીવનમાં ઉજાસ ફેલાવનાર આ ગુજરાતી મહિલાને મળશે પદ્મશ્રી એવોર્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીના આંકડીયા ગામમાં જન્મ લેનાર સેવાભાવી મહિલા મુક્તાબહેન ડગલી દેશના સર્વોચ્ય પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત થશે. તેઓએ અનેક અંધ કન્યાઓના જીવનમાં ઉજાસ પાથર્યો છે. સેવાકુંજ દ્વારા સેવાની ધૂણી ધખાવીને તેઓએ 200થી વધુ પ્રજ્ઞાચક્ષુ મહિલાનાં લગ્ન કરાવ્યા છે. માત્ર 7 વર્ષની ઉંમરે મેનેન્જાઇટીસના લીધે પોતાની બન્ને આંખો ગુમાવનાર મુક્તાબહેને ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. બાદમાં અમદાવાદની અંધ કન્યા પ્રકાશગૃહમાં રહી તેઓએ એસએસસી સુધીનો અભ્યાસ કર્યો. વર્ષ 1984માં પંકજભાઇ ડગલી સાથે લગ્ન થયા. લગ્ન બાદ દંપતીએ નિ:સંતાન રહી અંધ કન્યાઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનું બીડુ ઝડપ્યું. વર્ષ 1996માં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ

સંસ્થાની સ્થાપના કરી હતી. સ્થાપના કર્યા પહેલાં મુક્તાબહેન દ્વારા 31 દિકરીઓના લગ્ન કરાયા હતા. તેઓને વર્ષ 2001માં માતા જીજાબાઇ સ્ત્રી શકિત પુરસ્કાર, વર્ષ 2011માં ધરતીરત્ન એવોર્ડ સહિત 50થી વધુ એવોર્ડ મળી ચૂક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser