• A 14 year old child has been convicted of fear of school examination in Ahmedabad

આપઘાત / અમદાવાદમાં સ્કૂલની પરીક્ષાના ડરથી 14 વર્ષનાં બાળકનો આપધાત

A 14-year-old child has been convicted of fear of school examination in Ahmedabad

  • ઘરમાં એકલો હતો ત્યારે સગીરે ફાંસો ખાધો

divyabhaskar.com

Jan 11, 2019, 12:48 AM IST

અમદાવાદ: મણિનગર વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સ્કુલમાં ઘોરણ 9 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મણિનગર પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા 13 વર્ષના સગીરવયનો વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમની સ્કુલમાં ઘોરણ 9માં અભ્યાસ કરતો હતો. ગુરુવારે બપોરે સ્કુલથી આવીને તે ઉપરના રૂમમાં ગયો હતો. આ સમયે તેની માતા નીચેના રૂમમાં કામ કરી રહ્યા હતા. થોડી સમય પછી તેના પરિવારે ઉપરના રૂમમાં તપાસ કરતા સગીર ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જયાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.


સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી સરળ સ્વભાવનો હતો અને છેલ્લા કેટલાક સમયથી અભ્યાસને લઈને ટેન્શનમાં હતો જો કે આ કારણોસર તેણે આત્મહત્યાનું પગલું ભર્યુ હોવાનું મનાય છે. બીજીતરફ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

X
A 14-year-old child has been convicted of fear of school examination in Ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી