• Nirav modi says he is innocent replying EDs application

પીએનબી ગોટાળો / નીરવ મોદીએ કહ્યું - તેણે કઈ ખોટું કર્યું નથી, સુરક્ષાના કારણથી ભારત આવી શકશે નહિ

Nirav modi says he is innocent replying EDs application

  • 13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપીએ નીરવે વિશેષ। કોર્ટને જવાબ મોકલ્યો
  • એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની અરજી પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ કોર્ટે નીરવનો જવાબ માંગ્યો હતો

Divyabhaskar.com

Jan 05, 2019, 01:43 PM IST

નવી દિલ્હીઃ 13,700 કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીએ વિશેષ કોર્ટને જવાબ મોકલ્યો છે કે તેણે કઈ પણ ખોટું કર્યું નથી. પીએનબી ગોટાળો બંને પક્ષોની વચ્ચેનો લેણ-દેણનો મામલો છે કે જેનું સમાધાન કરી શકાય છે. તેને વધારીને દર્શાવવામાં આવ્યો છે. નીરવે કહ્યું કે તે સુરક્ષાના કારણોથી ભારત નહીં આવી શકે. નીરવ હાલ યુકેમાં છે.

- એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ કોર્ટમાં નીરવ મોદીની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ઈડી ઈચ્છે છે કે નીરવને આર્થિક ભાગેડું અપરાદી કાયદો-2018 અંતર્ગત ભાગેડું જાહેર કરવામાં આવે. ઈડીની અરજી પર પીએમએલએ કોર્ટે નીરવ પાસે જવાબ માં ગ્યો હતો.

- ગત મહિને નીરવના વકીલે પણ સ્પેશિયલ કોર્ટમાં સુરક્ષા માટે દલીલ કરી હતી. તેણે કહ્યું હતું કે નીરવ મોદી જો ભારતમાં આવે તો તેમની પર મોબ લિન્ચિંગનો ખતરો છે. કોર્ટે આ દલીલને માનવાથી ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તેને અમારા મામલા સાથે કોઈ લેવાદેવા નથી. જો કોઈ ખતરો હોય તો નીરવે પોલિસ સુરક્ષા માંગવી જોઈએ.

X
Nirav modi says he is innocent replying EDs application

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી