ચાલો સિનેમા / ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રબીન્દ્રનાથ ટાગોરનું યોગદાન

article by bhavana somaaya

Divyabhaskar.com

Jun 14, 2019, 03:21 PM IST

- ભાવના સોમૈયા
વર્ષે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની 156મી જન્મજયંતીની ઊજવણી થઇ રહી છે. આ અવસર પર કચકડા પર કંડારાયેલી તેમની વાર્તાઓ વિશે જાણીએ.
1861માં જન્મેલા કબીગુરુ ટાગોરે અનેક લઘુકથાઓ, નવલકથા, નાટકો, કવિતાઓ લખ્યા છે અને તે કચકડે પણ કંડારાયા છે. જોકે તેમની લોકપ્રિયતા શરતચંદ્ર કે બંકિમચંદ્ર જેટલી નથી. એનું કારણ એ છે કે એમના પાત્ર વચ્ચે પ્રતિક્રિયા પરંપરાગત કહેવાય એ‌વી નથી.
તેમની કોઇ પણ ફિલ્મ તમે જુઓ - ‘ચારુલતા’ અથવા ‘ઘરેબાહિરે’. તમને ખ્યાલ આવશે કે તેમની વાર્તાઓમાં બાળપણના પ્રેમ, ભાઇઓ અલગ પડવા, ખલનાયક, વિશ્વાસઘાત અથવા દિલ તૂટવા જેવી મુખ્ય પ્રવાહના સિનેમામાં જે જોવા મળે છે, તેવું કંઇ જોવા નહીં મળે. અન્ય એક કારણ એ છે કે દરેક બાબત ગુરુદેવ સાથે સંકળાયેલી છે - તેમનાં ગીતો, નાટકો, વાર્તાઓ, કવિતાઓ વિશ્વભારતી યુનિવર્સિટી સંસ્થાને તેમણે પોતે જ આપેલી છે અને ફિલ્મમેકર્સને માટે તે માટેની પ્રક્રિયા કંટાળાજનક અને ન સમજાય તેવી હોય છે.
ટાગોરની લાક્ષણિકતા એ હતી કે એ જમીન સાથે સંકળાયેલા હતા. ફિલ્મમેકર્સ માટે ફિલ્મ બનાવવાની છૂટછાટ લેવામાં કેટલીક મર્યાદાઓ આવી જાય છે. તપન સિંહા દિગ્દર્શિત ‘કાબુલીવાલા’ વતન અંગેની સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતી વાત હતી અને ‘ક્ષિદિતો પાશ્ચાન’માં એક યુવાન કલેક્ટર બંગલામાં રહે છે અને ભૂતના પ્રેમમાં પડે છે તેની વાત હતી. આ બંને ફિલ્મ 1960માં રીલિઝ થઇ હતી. સત્યજીત રે ટાગોરની નવલકથા નાસ્તાનિર્હ વાંચીને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ‘ચારુલતા’ બનાવી.
પુસ્તકમાં અંત એવો આપ્યો છે કે પતિ આવીને બારણું ખખડાવે છે અને પત્ની ચૂપચાપ તે ખોલે છે અને પછી શું બને છે, તે વિચારવાનું પ્રેક્ષકો પર છોડી દેવામાં આવ્યું હતું. સત્યજીત રેને લાગ્યું કે ફિલ્મમાં આવો અંત પ્રેક્ષકો સ્વીકારશે નહીં. તેમણે ફિલ્મમાં માધબી મુખર્જીનો હાથ ખેંચતાં તેનેે ‘આશિ’ કહેતી દર્શાવી.
મૂળ વાત કરતાં આમાં સાવ નાનો એવો જ ફરક હતો, પણ જ્યારે ફિલ્મ રીલિઝ થઇ ત્યારે ટાગોરના પ્રશંસકોએ ક્લાઇમેક્સ અંગે ખૂબ ટીકા કરી અને સત્યજીત રેને અખબારમાં તેમના મુદ્દાને સમજાવતો ખુલાસો આપવો પડ્યો.
સત્યજીત રેએ રબીન્દ્રનાથ ટાગોર પર ડોક્યુમેન્ટરી અને તીન કન્યા (પોસ્ટમાસ્ટર, મોનિહારા અને સામાપ્તિ) પણ બનાવી અને તેના દાયકાઓ પછી ‘ઘરેબાહિરે’ બનાવી. રેને ‘ઘરેબાહિરે’ વાર્તા વાંચી ત્યારથી જ ગમી ગઇ હતી, પણ કોઇ પ્રોડ્યુસર આવા વિવાદાસ્પદ વિષય પર રોકાણનું જોખમ લેવા તૈયાર નહોતા. રેના મનમાંથી આ પ્લોટ દૂર થતો નહોતો. આખરે તેમણે પોતે જ પોતાનું આ સમણું સાકાર કર્યું. વિવેચકોએ આ ફિલ્મને રેની સૌથી નબળી ફિલ્મ ગણાવી. વાત સાચી પણ હતી કેમ કે તેની મુખ્ય અભિનેત્રી માધબી મુખર્જીના અદ્્ભુત પાત્ર સાથે મેળ ખાતી નહોતી, પણ રેને કોઇ પસ્તાવો નહોતો.
ટાગોરની મહિલાઓ હંમેશાં વાસ્તવિક અનેે ક્યાંક જોડાયેલી હોય છે, પછી તે કાબુલીવાલાની મિની હોય કે 1971માં સુધેન્દુ રોયના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ઉપહારની મૃણમોય હોય!
ટાગોરનું સિનેમા સાથેનું જોડાણ પણ રસપ્રદ વાત છે. પહેલાંના દિવસોમાં ટાગોર પરફોર્મ કરવા માટે ખૂબ પ્રવાસ કરતા અને પોતાની યુનિવર્સિટી માટે ફંડ એકત્રિત કરતા. એ દિવસોમાં તેમનું ટ્રૂપ સ્ટેજ પર નોટિર પૂજા પર આધારિત નૃત્ય નાટિકા ભજવતું હતું.
એક દિવસ ઓડિયન્સમાં થિયેટરના માલિક બીએન સિરકાર પણ હતા. સિરકાર આ બેલેની સુંદરતા અને ઊર્જાથી અભિભૂત થઇ ગયા અને તેમણે આ બેલે પરથી ફિલ્મ બનાવવાની અને તેમાં ગુરુદેવને કવિતા પઠન કરવાની તથા ફિલ્મમાં અપીયરન્સ માટેની ઇચ્છા વ્યક્ત કરી. ટાગોર સંમત થઇ ગયા કેમ કે આમ કરવાથી તેમની યુનિવર્સિટી માટે સારી એવી રકમ મળે એમ હતી.
ટાગોરના જીવન પર બનેલી કાવ્યાત્મક રચનામાં સંગીતનો રોલ મહત્ત્વપૂર્ણ રહ્યો છે, જે સ્વ. કાનન દેવી, પંકજ મલિક અને કે. એલ. સાયગલે લખ્યાં છે. એસ.ડી. બર્મન પણ ગુરુદેવથી પ્રભાવિત હતા અને તેનો ખ્યાલ તેમના ફિલ્મ ‘ગાઇડ’ અને ફિલ્મ ‘અભિમાન’માં
આવે છે.
[email protected]

X
article by bhavana somaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી