સ્ટ્રેટેજી & સક્સેસ / પૂજારીમાંથી બન્યા સફળ ઉદ્યોગપતિ : નરેન્દ્ર રાવલ

Successful businessman turned politician: Narendra Rawal

ભાડાના વેરહાઉસમાં તેમણે સ્ટીલ સેન્ટરની સ્થાપના કરી અને પતિ-પત્ની કઠોર મહેનત કરીને પાંચ વર્ષમાં કેન્યામાં હાર્ડવેરના મોટા સપ્લાયર બની ગયાં

પ્રકાશ બિયાણી

May 08, 2019, 04:36 PM IST

બિઝનેસ વર્લ્ડમાં જ્યાં તક મળે, જે તક મળે તેને ઝડપી લેનારા જ શૂન્યથી શિખર પર પહોંચે છે. એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર રાવલ ઈ.સ. 1977માં 16 વર્ષની ઉંમરમાં જ સત્સંગ મંદિરના સહાયક પૂજારી બનીને નૈરોબી (પૂર્વ આફ્રિકા) પહોંચ્યા હતા. આજે તેઓ ત્યાં 65 કરોડ ડોલર અને 4500 કર્મચારીઓના દેવકી ગ્રૂપના સંસ્થાપક-ચેરમેન છે. કેન્યાના પ્રેસિડેન્શિયલ એવોર્ડથી નવાજવામાં આવેલા નરેન્દ્ર રાવલ પરોપકાર માટે પણ જાણીતા છે. આફ્રિકામાં ગુરુના આત્મીય અને આદરણીય સંબંધોનથી બોલાવાતા નરેન્દ્ર રાવલ કહે છે કે ગુજરાતી કર્મઠ છે. તેઓ જ્યાં પહોંચ્યા છે ત્યાં તેમણે પોતાની ઓળખ બનાવી છે.
1961માં ગુજરાતના સુરેન્દ્રનગરના માથક ગામમાં જન્મેલા નરેન્દ્ર રાવલ બાળપણમાં ખૂબ જ મસ્તીખોર હતા. કાચી ઉંમરમાં જ પૈસા કમાવાની ઇચ્છાથી તેમણે પૈતૃક દુકાન અને ખેતરમાં દાદા તથા પિતાની મદદ કરતા હતા. ગામમાં 5મા ધોરણ સુધીની સ્કૂલ હતી, તેથી તેઓ દસ વર્ષના થયા એટલે કાકાની પાસે જોડિયા મોકલી દેવામાં આવ્યા. બે વર્ષ પછી તેમને સુરેન્દ્રનગરની બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન અપાવ્યું. અહીં તેમણે સંસ્કૃત શીખી લીધું. ત્યાંથી તેઓ ભૂજના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચ્યા. અહીં અભ્યાસની સાથે કમાણી કરવા માટે તેઓ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોને યજ્ઞ-હવન કરાવવા લાગ્યા. અહીં તેમને નૈરોબીના સત્સંગ મંદિરમાં સહાયક પૂજારી બનવાની ઓફર મળી તો તેઓ પૂર્વ આફ્રિકા પહોંચી ગયા. અહીં તેમણે સ્થાનિક ભાષા સ્વાહિલી શીખી અને લગ્ન કરાવવાથી લઈને ઘર-ઓફિસના શુભારંભની પૂજા કરાવવા લાગ્યા. તે દિવસોમાં તેમણે પોતાના ભાઈને કોલેજના અભ્યાસનો ખર્ચ મોકલ્યો અને બહેનનાં લગ્ન પણ કરાવ્યાં. જ્યોતિષ તથા હસ્તરેખાના જાણકાર હોવાથી સ્થાનિક લોકો સાથે તેમનો સંપર્ક વધ્યો અને તેઓ તેમને ગુરુભાઈ તરીકે બોલાવવા લાગ્યા.
નરેન્દ્ર રાવલે આફ્રિકામાં જે તક મળી તેને ઝડપી લીધી. કેન્યાની સ્ટીલ રોલિંગ મિલના માલિક દયાભાઈ પટેલના કારખાનાંઓમાં તેઓ સ્ટીલ પ્રોડક્ટ બનાવવાનું અને બિઝનેસનું સંચાલન શીખ્યા. એક અન્ય ગુજરાતી મિત્ર અશોક પટેલની ફર્મમાં હાર્ડવેર બિઝનેસ શીખ્યા. 1985માં ક્વોલિફાઈડ કેમિસ્ટ નીતા સાથે તેમનાં લગ્ન થયાં. પછી નૈરોબીની રફ-ટફ લોકાલિટીમાં ભાડાના વેરહાઉસમાં તેમણે સ્ટીલ સેન્ટરની સ્થાપના કરી. પતિ-પત્ની કઠોર મહેનત કરીને પાંચ વર્ષમાં કેન્યામાં હાર્ડવેરના મોટા સપ્લાયર બની ગયાં. 1992માં તેમણે 70 હજાર ડોલરનું દેવું કરીને દેવકી સ્ટીલના નામે સ્ટીલ રોલિંગ યુનિટની સ્થાપના કરી અને ગેલ્વેનાઈઝ્ડ રોફિંગ શીટ્સ બનાવવા લાગ્યા. ત્યારબાદ ગુરુભાઈએ પાછું વળીને નથી જોયું. આજે તેમના ચાર સ્ટીલ પ્લાન્ટ અને બે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કારખાનાંઓ છે. તેઓ પોલીપ્રેપીલિન પેકેજિંગ બેગ્સ પણ બનાવે છે.
પોતાની આત્મકથા ‘અ લોંગ વોક ટુ સક્સેસ’માં ગુરુભાઈએ લખ્યું છે કે હું 12 વર્ષનો હતો ત્યારે ઈન્દિરા ગાંધી ચૂંટણીપ્રચાર માટે સુરેન્દ્ર નગર આવ્યાં હતાં. તેમનું હેલિકોપ્ટર જોઈને મેં સ્વપ્ન જોયું હતું કે ક્યારેક મારું પણ એરક્રાફ્ટ હશે. 2014માં મેં પ્રાઈવેટ પાઇલટનું લાયસન્સ લીધું અને પોતાનું એરક્રાફ્ટ ખરીદ્યું તો સૌથી પહેલાં 75 અનાથ બાળકોને હવાઈયાત્રા કરાવી. આજે નોર્થ વૂડ એજન્સીઝ લિમિટેડ દેવકી ગ્રૂપની એવિએશન કંપની છે.
ગુરુભાઈ મહાત્મા ગાંધીના એ કથન પર વિશ્વાસ કરે છે કે અમીરો સમાજની વેલ્થના ટ્રસ્ટી છે. તેમણે કમાણીનો એક ભાગ સમાજને પાછો આપવો જોઈએ. ગુરુભાઈ જે કહે અને વિચારે છે તે કરે છે. તેઓ પોતાની અડધી કમાણી પરોપકાર પર ખર્ચ કરે છે.⬛[email protected]

X
Successful businessman turned politician: Narendra Rawal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી