પરિક્રમા / બુરખા પરનો પ્રતિબંધ લોકશાહીનો અનાદર?

Burkha banned denial of democracy?

જમાનો ફરે તેમ પરંપરાગત પહેરવેશ પણ બદલાતા જાય છે અને બદલાવા પણ જોઈએ

નગીનદાસ સંઘવી

May 20, 2019, 05:03 PM IST

વર્ષે ખ્રિસ્તીઓના અતિ મહત્ત્વના ઇસ્ટર ધાર્મિક મહોત્સવ પ્રસંગે શ્રીલંકામાં ઇસ્લામી રાજવટે (IS) દેવળો અને હોટલોમાં બોંબ વિસ્ફોટ કરાવીને સેંકડો ખ્રિસ્તીઓની હત્યા કરી. માર્યા ગયેલા અને ઘવાયેલા લોકોના જે આંકડા શરૂઆતમાં અપાયા હતા તેમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, છતાં આ સંખ્યા નાનીસૂની નથી. ઇસ્લામી રિવાજ મુજબ સ્ત્રીઓના પહેરવેશ બુરખા પહેરીને પુરુષ ત્રાસવાદીઓ છટકી જાય છે તેવું જણાયા પછી શ્રીલંકામાં બુરખા પહેરવા પર પ્રતિબંધ મુકાયો છે અને મુસ્લિમ સ્ત્રીઓના પહેરવેશમાં મોટું પરિવર્તન આવ્યું છે. બુરખા પર પ્રતિબંધ મુકાયો તેની જોડાજોડ ઘૂંઘટ-ઘૂમટા પર પણ પ્રતિબંધ મુકાવો જોઇએ, કારણ કે ઘૂંઘટથી પણ મોઢું છુપાવી શકાય છે તેવો અભિપ્રાય કેટલાક મુસ્લિમ આગેવાનોએ દર્શાવ્યો છે.
ગમે તે બહાનું શોધીને મુસ્લિમ સમાજને ઉતારી પાડનાર હિન્દુત્વવાદીઓએ શ્રીલંકાના દાખલાનો દુરુપયોગ કર્યો છે. રાવણની લંકામાં બુરખા પર પ્રતિબંધ મુકાયો તો રામના ભારતમાં પણ આવો પ્રતિબંધ મુકાવો જોઇએ તેવી માગણી શિવસેનાએ કરી છે.
મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓએ બુરખા પહેરવાના રિવાજ સામે આધુનિક જમાનામાં ઘણો ઊહાપોહ થઇ રહ્યો છે અને આજની તારીખે દુનિયાના ચૌદ દેશોમાં બુરખા પર પ્રતિબંધ મુકાયો છે. ઘણા ખરા દેશો યુરોપના છે. ચાર દેશો આફ્રિકા ખંડના છે અને એક મધ્ય એશિયાઇ રાષ્ટ્ર છે. કોણે કેવાં કપડાં ક્યારે પહેરવાં કે ન પહેરવાં તે દરેક વ્યક્તિનો અધિકાર ગણવામાં આવે તો બુરખા પરનો પ્રતિબંધ લોકશાહીનો અનાદર છે. બુરખો પહેરવાનું ફરજિયાત બનાવનાર અફઘાનિસ્તાનના તાલિબાનો માનવહકનો ભંગ કરે છે તેમ ન પહેરવાનું ફરજિયાત બનાવવામાં માનવહકનો ભંગ થાય છે. જેને બુરખો પહેરવો હોય તે પહેરે, ન પહેરવો હોય તે ન પહેરે તેવી જોગવાઇ થવી જોઇએ.
પણ આ વાત દેખાય છે તેટલી સીધીસાદી નથી. બુરખો અગવડ રૂપ છે. તેમાં માત્ર નાનકડી જાળીમાંથી જોવાનું હોવાના કારણે સ્ત્રી આજુબાજુ જોઇ શકતી નથી અને અકસ્માત થવાનું જોખમ વધે છે. બુરખો અગવડરૂપ હોવાથી કોઇ સ્ત્રી આપમેળે બુરખો પહેરવા તૈયાર ન થાય, પણ કૌટુંબિક અને ધાર્મિક દબાણના કારણે તેણે બુરખો પહેરવો પડે છે. તેથી બુરખો જાતે જ વ્યક્તિ સ્વાતંત્ર્યનો અનાદર છે. બુરખો કશી અગવડરૂપ નથી અને પુરુષોની વિષય વાસનાની દૃષ્ટિ અને અડપલાંથી બચવા માટે ઉપયોગી છે તેવી દલીલ પણ કરવામાં આવી છે.
બુરખાનો રિવાજ આજે માત્ર મુસ્લિમ સમાજની આગવી ઓળખ બની ગયા છે, પણ થોડા વર્ષ અગાઉ ઇઝરાયેલમાં યહૂદી ધર્મના એક ફીરકાએ બુરખા પહેરવાનો આદેશ આપેલો અને તેનું પાલન પણ થયેલું. બુરખો ધાર્મિક આદેશ નથી, પણ સામાજિક રિવાજ છે તેવો ઘણા ખરા મુસ્લિમ વિદ્વાનોનો અભિપ્રાય છે અને કુરાનની આયાતોના અર્થઘટનમાં ઘણા મતભેદ છે. કુરાનમાં સ્ત્રીઓ અને પુરુષો બંને માટે શાલીનતાથી વર્તવાની સલાહ આપવામાં આવી છે અને સ્ત્રીઓ પોતાનાં અંગઉપાંગોનું પ્રદર્શન કરે તેની સામેની નારાજગી દાખવવામાં આવી છે, પણ બુરખા અંગેનો કોઇ સ્પષ્ટ આદેશ અપાયો નથી તેવું આ વિદ્વાનોનું અર્થઘટન છે, પણ ‘હીજાબ’ની ભલામણ કરવામાં આવી છે તેવું સહુ કોઇ કબૂલ કરે છે. બુરખો અથવા ચાદરમાં માથાથી પગ સુધીનું શરીર સ્ત્રીઓ ઢાંકે છે. હીજાબમાં માથું, ગરદન અને છાતી ઢાંકવામાં આવે છે, પણ ચહેરો, હાથને ઢાંકવામાં આવતા નથી.
બુરખો હીજાબનો રિવાજ ઇસ્લામની સ્થાપના અગાઉ ઘણી સદીઓથી ચાલતો આવે છે અને યવનો પાસેથી બાઇઝેન્ટાઇન સામ્રાજ્યમાં પણ આ રિવાજ હતો. બાઇબલમાં પણ બે જગાએ હીજાબનો આડકતરો ઉલ્લેખ થયો છે. મુસ્લિમોએ પશ્ચિમ એશિયાના પ્રદેશ જીતી લીધા ત્યાર પછીથી બુરખા-હીજાબનો રિવાજ પાળવાની શરૂઆત સર્વ સામાન્ય બની

X
Burkha banned denial of democracy?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી