હળવાશ- જિગીષા ત્રિવેદી / જેના ઘેર રીનોરેસન એનું ડિનર કેન્સેલેસન

article by jigisha trivedi

Divyabhaskar.com

Dec 17, 2019, 06:38 PM IST
હળવાશ- જિગીષા ત્રિવેદી
‘બહુ લાઇટો ભૈસાબ.. બહુ લાઇટો. હવ આપ્ડાન તો ઢગલાબંધ લાઇટોની બહુ ટેવ ના હોય યાર. એટલે આંખો અંજઇ જાય.’ કંકુકાકીએ બાંકડે બેસતાંવેંત એબ્રબ જ ચાલુ કર્યું.‘હાચું, પ..ણ મન તો હજ્જી એક વાત નહીં જ હમજાતી, કે આ રીપ્સેસનો ન બડ્ડે પાલ્ટીઓમ આટલી લાઇટોનંુ કામ હુ?’ હંસામાસીએ પણ સંમત થતાં પોતાનો વાંધો નોંધાવ્યો. એટલે કલાકાકીએ જવાબ આપ્યો, ‘ધોળા લાગ્વા જ તો..’ ‘ના ના હવે. એ તો મેકઅપ કરે એટલે એમનેમ જ લગાય. એમાં લાઇટોની જરૂર નઇં. ખાલી ઘાટ્ટી મરૂન લિસ્ટિપ કરોન, એટલે ઘરની ટુબલાઇટમાં ધોળા જ લાગીએ.’ સવિતાકાકીએ કારણ નકારી કાઢ્યું. ‘અલા, એકાબીજાંન મોઢા હરખા દેખાય એટલે જ તો વરી.’ કલાકાકીએ બીજું કારણ આપ્યંુ, સવિતાકાકીને એમાંય મજા ના આઇ, એટલે કહે, ‘એ તો ટમટમિયંુ હોય, તોય દેખાય.’ ‘અલા, એ તો ભારે-ભારે હાડીઓમાં ડાયમંડોની ન બધી જાતભાતની સીરીજો લગાઇ હોય, હાચા-ખોટા મોતી મેલ્યા હોય અન એના ઉપર ઘાટ્ટી ધોળી, ન ઘાટ્ટી પીળી લાઇટો પડ ન તો જ એ ચમક અન તો જ બધાંન ધ્યાન ખેંચાય.’લીનાબેને લાઇટો બાબતે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું.‘ના ના હવે. કંઇક તીજંુ જ કારણ છે યાર.’ હંસામાસીને હજી સંતોષકારક જવાબ નહોતો મળ્યો. લીનાબેન પ્રેક્ટિકલ નોલેજ આપતાં પોતાને ઓટલે ગયાં. ત્યાંથી બરાડા પાડીને બોલવા લાગ્યાં, ‘અલા, સીધો જ હિસાબ છે યાર. જો, આપ્ડે ઘરમાં આપ્ડંુ વોલ્યૂમ ધીમું રાખીન બોલીએ, બરોબર! હવે તમે હામે તમાર ઓટલે ઊભા હો અને ચોક્ઠામંથી ઊભા ઊભા જ માર જોડે કસી વાત કરવી હોય, તો મોટેથી બૂમ પાડવી પડે કે નઇં? હવ જો ઘરમાં ધીમો અવાજ અને બહાર ખુલ્લામ મોટો અવાજ. એમ ઘરમાં ટુબલાઇટ અન ખુલ્લામ હોલોજન.’ ‘પણ યાર, ધોરી-પીરી મિક્સ લાઇટોને કારણે સંુ ખાવંુ અને સંુ ના ખાવંુ એની હજમણ નહીં પડતી યાર અને ખરો કલર ખબર ના પડે, તો ખાવું સું?’હંસામાસીએ મૂંઝવણ પ્રગટ કરી. ‘બીજી વાત, આ પ્રસંગોમાં જાતભાતની લાઇટો જોઇન હવે તો ઘરમાંય એની ખરાબ અસરો પડ છ અને અધૂરામ પૂરું પાછંુ એને બધાં ફેસનમાં ખપાવે છે. બોલો.’ કલાકાકીએ આડઅસરો તરફ ધ્યાન દોર્યંુ, પણ બધાંની આંખોમાં વાત ન સમજાયાનો ભાવ જોતાં, ઉદાહરણસહિત સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘તમે જોયંુ નઇં? આ સીમાડીએ દિવારીમ રીનોરેસન કરાયંુ, એમાં રીનોરેસનના નામે નકરી લાઇટો નખાઇ છે અને એમાં તો કે.....ટલંુ બધંુ અભિમાન કરે છે.’ ‘અચ્છા.. હવ હમજાયું, કે એરઇએ આમ અક્કડ થઇન કેમ ફરે છે.’ હંસામાસી સમજી ગયાં. ‘બે-પાંચ લાઇટો સું નખાઇ, એવી રીતે ફરે છે, જાણે સુધરીને ધૂળ થઇ ગઇ.’ સવિતાકાકીએય એગ્રીમેન્ટ ઉપર સહી કરી.‘અલા, હા, દરેક સાઇજની લાઇટો વસઇ છે. હરામ જો કોઇ દિ’ કરતાં હોય તો! મે’માન આવ, એટલે એન બતાબ્બા સીચો પાડવાની. લાઇટોના ખર્ચા ને વળી સીચોનાય ખર્ચા.’કલાકાકીએ આર્થિક નુક્સાન વિશે માહિતી આપી બીજી બાબત કહે,‘એકાદી લાઇટ તૂટીફૂટીન ભુક્કો થસે, ત્યારે કાચ વીણીવીણીન થાકી જવાની છે..’ ‘અલા, ધોળી લાઇટો તોય હારી, પણ પીળી લાઇટોનંુ એક મોટંુ દુ:ખ. દાળ-સાક પર આચ્છી પીળી ઝાંય પડે. એટલે કેવું લાગે, પહેલાંનાં પિચ્ચરોમાં ઇસ્ટમેનકલરમાં હીરો-હિરોઇનના કપડામાં કે ફર્નિચરમાં કે કુદરતી દૃસ્યોમાં બધું નારંગી કલર મિક્સ કર્યો હોય એવું ન’તંુ દેખાતંુ? આમાં બી એજ્જેટ એવું જ. બધંુય આચ્છું પીરું જ લાગ. સાક-દાર મોઢામ નાખ્યા પછી ખબર પડે, કે મરચું નાખ્યંુ છે કે નઇં.’ હંસામાસી પાછા ખાવાની બાબત પર આવ્યાં. ‘પણ ખરી તપ્લીક બટાકાપૌંઆ કે ઉપમામાં જ પડે અને જો આ બન્નેમાં જ એનો એજ્જેટ કલર ના ઓરખી સકો યાર, તો એ પીરી લાઇટોનંુ કરવાનંુ સું યાર.’ લાઇટોથી થતાં નુક્સાનના પ્રકારો જાણ્યા બાદ લીનાબેને જાહેરાત કરી, ‘જુઓ, આજથી નવો કાયદો જ કરી નાખીએ કે, જેના ઘેર રીનોરેસન એનાં ઘેર ડિનર કેન્સલેસન.’
X
article by jigisha trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી