મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર / માર્કેટ સેગ્મેન્ટેશન - 2

article by bn dastur

Divyabhaskar.com

Jan 09, 2020, 05:48 PM IST
મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર
સેગ્મેન્ટેશન અંગે અગાઉ જરૂરી માહિતી મેળવી હતી. હવે આપણે ચર્ચા કરીએ વિવિધ પ્રકારનાં સેગ્મેન્ટેશન્સની.
1. જિઓગ્રાફિકલ સેગ્મેન્ટેશન
જિઓગ્રાફિકલ સેગ્મેન્ટેશનમાં માર્કેટને અલગ-અલગ લોકેશનમાં વહેંચવામાં આવે છે.
આની પાછળનો તર્ક એ છે કે એક જ લોકેશનમાં રહેતા લોકોની જરૂરિયાતો, ઇચ્છા અને અપેક્ષાઓ ઓછેવત્તે અંશે સરખી હોય છે.
એક જ ક્લાઇમેટ(Climate)માં રહેતા લોકોની જરૂરિયાતો પણ લગભગ સરખી હોય, રાજસ્થાન અને કાશ્મીરમાં રહેતા ક્ન્ઝ્યુમરોની જરૂરિયાતો સરખી હોતી નથી.
સેટેલાઇટ ટેલિવિઝન, ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક જેવી બે-ચાર બાબતોને બાદ કરતાં, જિઓગ્રાફિકલ સેગ્મેન્ટેશન કરવું આજે જરૂરી જ નહીં, ફરજિયાત બનતું જાય છે.
જિઓગ્રાફિકલ સેગ્મેન્ટેશનની સ્ટ્રેટેજીથી પેપ્સી, કોકાકોલા, એપલ જેવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ, આપણા દેશને અનુરૂપ પ્રમોશન અને એડવર્ટાઇઝિંગ સ્ટ્રેટેજી
બનાવે છે.
અમેરિકાની ફૂડ ચેઇન્સ આપણા દેશમાં વેજિટેરિયન બર્ગર, પિઝા વગેરે ઓફર કરે છે.
2. ડેમોગ્રાફિક (Demographic) સેગ્મેન્ટેશન
કન્ઝ્યુમરોની ઉંમર, નીતિ, શિક્ષણ, ઇન્કમ, ઓક્યુપેશન જેવી ડેમોગ્રાફિક બાબતોને લક્ષમાં રાખી ડેમોગ્રાફિક સેગ્મેન્ટેશનની સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવતી હોય છે.
ડેમોગ્રાફિક્સ અટપટું સાયન્સ છે જેની મદદથી વસ્તી વિશે જરૂરી માહિતી એકઠી કરવામાં આવે છે. ત્યાર બાદ ટાર્ગેટ માર્કેટ પસંદ કરી, એ માર્કેટની સાઇકોલોજિકલ, સોશિયોકલ્ચરલ અને સોશિયોઇકોનોમિક લાક્ષણિકતાઓને આધાર બનાવી માર્કેટિંગ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવે છે.
આજના કન્ઝ્યુમરોની બિહેવિયરનો તાગ મેળવવો આસાન નથી. કેટલીક વાર તો એ કયા કારણથી ઝડપથી બદલાય છે તે પૂરેપૂરું સમજાતું નથી. આજની યુવા પેઢીને, પહેલાં બચાવી ખર્ચ કરવો કે ખર્ચ કર્યા બાદ જે બચે એને ઇન્વેસ્ટ કરવું તે સમજાતું નથી. ઉંમર બદલાય તેમ કન્ઝ્યુમરની જરૂરિયાતો અને અપેક્ષાઓ બદલાતી રહે. 50 વર્ષની આસપાસના કન્ઝ્યુમરો, પોતાનાં બાળકો માટે ખરીદી કરતા હોય છે.
પુરુષો અને સ્ત્રીઓની જરૂરિયાતો અલગ હોય છે, પણ કોસ્મેટિક માર્કેટમાં આ તફાવત આજે ઓછો થતો જણાય છે. બાળકો વધારે એસર્ટિવ બનતા જાય છે. મારી કારની પસંદગી મારી પૌત્રીએ કરેલી અને એની દીકરી મને અને મારી પત્નીને મોઇશ્ચરાઇઝિંગ ક્રીમની ગિફ્ટ આપે છે.
આજનાં ઘરોમાં પત્ની પણ નોકરી કરે છે કે પ્રોફેશનલ બને છે અને ‘ડ્યુઅલ ઇન્કમ હાઉસહોલ્ડ’ ડેમોગ્રાફિક સેગ્મેન્ટેશન ઉપર અસર કરે છે.
કન્ઝ્યુમરની ઇન્કમ (Income) ઉપર સેગ્મેન્ટેશન કરવું પહેલી નજરે વાજબી લાગે છે. જેની ઇન્કમ વધારે છે એના માટે અલગ અને ઓછી છે એના માટે અલગ પ્રોડક્ટ્સ, કિંમત, પ્રમોશન અને પ્લેસમેન્ટ કરવાના શિરસ્તામાં ફાયદો તો છે જ, પણ એ સમજવું જરૂરી છે કે ફક્ત ઇન્કમના બેઝિસ પર માર્કેટ સેગ્મેન્ટેશન, ગ્રાહકની ખર્ચ કરવાની શક્તિ (Ability) ઉપર આધારિત છે. ખર્ચ કરવાની શક્તિ હોવા છતાં તમારી પ્રોડક્ટ ખરીદવાની જરૂરિયાત, ઇચ્છા અને ઓથોરિટી ન હોય તો કન્ઝ્યુમર તમારી પ્રોડક્ટ નહીં ખરીદે.
આજનો કન્ઝ્યુમર જરૂરિયાત હોવા છતાં એવી પ્રોડક્ટ નથી ખરીદતો જેમાં જોખમ (Risk)નું પ્રમાણ એ વધારે પર્સિવ કરે.
}પ્રોડક્ટ નાણાંનું વળતર આપે છે?
}પ્રોડક્ટ વાપરવામાં કોઈ શારીરિક નુકસાનની શક્યતા છે?
}પ્રોડક્ટ સામાજિક (Social) જરૂરિયાતો પૂરી કરી શકશે? દોસ્તોમાં વટ પડશે? પાડોશી અદેખો થશે? ગર્લફ્રેન્ડ ઇમ્પ્રેસ થશે?
}પ્રોડક્ટ સાઇકોલોજિકલ સંતોષ આપી શકશે? વાપરવામાં આનંદની અનુભૂતિ થશે?
}પ્રોડક્ટ આસાનીથી મળી જશે? (ક્રમશ:)
[email protected]
X
article by bn dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી