Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-25
 • સમગ્ર
 • સ્વ-અર્થ
 • પરિવાર-સાર
 • મેનેજમેન્ટ-મર્મ
 • એક ટેવ કેળવો; ગુસ્સે થાઓ ત્યારે સચેત થઇ જવું, અનર્થનાં કમાડ ખૂલ્યાં છે, તેને જલ્દી બંધ કરો
 • મનને રુટિનથી હળવું કરવા કોઇ એક શોખ કેળવો;  રમતગમત, સંગીત, પ્રવાસ કે પર્યટન
 • કોઇ એક બિનઆર્થિક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લો, નિ:સ્વાર્થ સેવા ચિત્તને હળવું કરે છે  
 • તમારી સમસ્યાને તમારા સ્વજન કે મિત્ર સાથે શેર કરો
 • મિત્ર કે સ્વજનની સલાહ સાચી લાગે તો તેને ગંભીરતાથી અનુસરો
 • ઘર છે તો વાસણ ખખડે!
 • નાના મોટા મતભેદો અને સંઘર્ષોથી વિચલિત ન થાઓ
 • દરેક સમસ્યાનું કોઇ સુંદર સમાધાન હોય છે
 • સમાધાનનાં ચાર પાસાં છે;
 • સુણો, સંવાદ કરો, જતું કરો અને થોડી રાહ જુઓ!   
 • તમારી ક્ષમતા અને તમારી મહત્ત્વાકાંક્ષા એ બે વચ્ચે મોટી ખાઇ તો નથી ને?
 • લોકોની અપેક્ષા મુજબ નહીં પણ પોતાની ક્ષમતા અનુસાર લક્ષ્યનો નિર્ધાર કરો
 • સફળતા મળે તો આનંદ માણો, વધુમાં વધુ લોકોને જશ વહેંચો
 • નિષ્ફળ થાઓ તો તેનાં કારણોની પ્રામાણિકપણે તપાસ કરો, મોટી સફળતાના દરવાજા ખૂલશે    

 

તણાવ શાથી થાય છે? તેનો ઉપાય શો?

 • પ્રકાશન તારીખ07 Aug 2018
 •  

સ્થિતપ્રજ્ઞા: તણાવનો આંતરિક ઉપાય

ભારતીય દર્શનમાં સુખ અને શાંતિને એક જોડકાં તરીકે જોવામાં આવે છે. જ્યાં તણાવ છે, ત્યાં શાંતિ નથી અને જ્યાં શાંતિ નથી ત્યાં સુખ કેવું? દરેક પ્રાર્થના બાદ શાંતિમંત્ર ગાવાની પરંપરા પાછળ કેવું સબળ મનોવૈજ્ઞાનિક દર્શન છે!

આધુનિક માણસની મોટામાં મોટી ઉપલબ્ધિ કઇ? તેમજ મોટામાં મોટી સમસ્યા કઇ? આ બે પ્રશ્નો અંગે સોમાંથી નવ્વાણું જણ કહેશે કે સૌથી મોટી ઉપલબ્ધિ આઇ.ટી. અને અને સૌથી વિકટ સમસ્યા સ્ટ્રેસ છે.

તણાવ શું છે? અને તેના કારણો ક્યા છે?

તમને વાંચીને આશ્ચર્ય થશે કે ગીતાકારે હજારો વર્ષ પહેલાં આ રોગની ઉત્પત્તિ, નિદાન અને નિવારણની વાત કરી છે. "વિષયોના ચિંતનથી નીપજે સંગ, સંગથી થાય કામ, કામથી ક્રોધ નીપજે, ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિનાશ કરે અને સ્મૃતિલોપથી થાય સર્વનાશ." આમ આ મંત્રોમાં વિષય ચિંતન સંગ કામ ક્રોધ મૂઢતા વિનાશની આખીયે શ્રુંખલા પ્રક્રિયા વર્ણવવામાં આવી છે. (2/62, 63).

વિષય એટલે આકર્ષણ. આપણા ભૌતિક પર્યાવરણ તરફ આંખ-કાન-નાક જેવી જ્ઞાનેદ્રિયોનું ખેંચાણ. પર્યાવરણમાં પાંચ તત્ત્વો છે; પૃથ્વી, જળ, અગ્નિ/તેજ, વાયુ અને આકાશ. જેની પાંચ તન્માત્રાઓ અથવા ગુણધર્મો છે; ગંધ, રસ, રુપ, સ્પર્શ અને શબ્દ. જેની સાથે જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જોડાયેલી છે; પૃથ્વી-ગંધ-નાક, જળ-રસ-જીભ, તેજ-રૂપ-આંખ, વાયુ-સ્પર્શ-આંખ અને આકાશ-શબ્દ-કાન.

પર્યાવરણ સાથે ઇંદ્રિયોનો આ સંબંધ કુદરતી અને સ્વાભાવિક છે. તકલીફ ત્યારે થાય કે જ્યારે તેમાં અતિરેક અને અવિવેક પ્રવેશે. ગીતાકાર આ સંદર્ભમાં સંગ એટલે "બંધન" જેવો શબ્દ પ્રયોજે છે.

ત્રીજી કડી "કામ" છે. કામ એટલે ઇચ્છા. તેનો "જાતીય ઇચ્છા" એવો અર્થ રૂઢ થયો છે, કારણ કે જાતીય સંતોષને પ્રાણીની મૂળભૂત દૈહિક વાસના કહે છે. અહિંયા જાતીય કામેચ્છા સિવાયના બીજા અર્થ, જેમ કે અર્થલોભ, મહત્ત્વાકાંક્ષા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિની ભૂખ પણ લઇ શકો.

ગીતાકારે ધર્મસંમત કામની છૂટ આપી છે (7/11). જે નીતિ-સંમત હોય તે ધર્મ સંમત કામ. જે નીતિ વિરુદ્ધ હોય તે ધર્મ વિરુદ્ધ કામ. નીતિમત્તાના સંદર્ભમાં બે પ્રશ્નો પૂછી શકાય. પારિવારિક મૂલ્યો અને સામાજિક નીતિમત્તાનાં ધોરણો (કાયદાકીય જોગવાઇઓ તો ખરી જ!) આવી ઇચ્છા કે સંબંધને યોગ્ય ઠેરવે છે? જો આ બેઉનો ઉત્તર ‘હા’ હોય તો તેને ધર્મસંમત કામેચ્છા કહેવામાં હરકત નથી.

મનમાં ઊઠેલ કામના સંતોષાય નહીં તો શું થાય? અથવા તો ઇચ્છા નીતિવિરુદ્ધ હોય તો શું થાય? તો અશાંતિ અને ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધની કૂખે અનર્થ જ જન્મે. તેને લીધે શત્રુતા પણ પેદા થાય. ક્રોધમાં માણસ શું કરાય અને શું ન કરાય તે વિવેક ગુમાવે છે. ભાન ભૂલેલો માણસ ન કરવાનું કરી બેસે! આનો કોઇ ઉપાય ખરો? ગીતાકારે તેનો ઉપાય બતાવ્યો છે.

ક્રોધનું મારણ સ્થિતપ્રજ્ઞા (Wisdom):

ગીતાના સ્થિતપ્રજ્ઞા દર્શનનો (2/54-72) આધુનિક ભાવાર્થ લઇએ. જે જેવું છે, તેનો સ્વિકાર કરીએ. આપણી વ્યાખ્યા બીજા પર ન થોપીએ. અપ્રિય ઘટનાના કારણને સમજવાનો પ્રયાસ કરીએ. કારણ સમજાતાં ઘટનાનો સ્વિકાર અને નિરાકરણ સહજ બને છે. સ્વિકાર એટલે શાંતિ. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી હોય? તે શાંત હોય, હાર-જીતને સહેલાઇથી પચાવતી હોય, બીજાની પ્રશંસાથી ન ફૂલાઇ જાય કે નિંદાથી ન વિચલિત થાય, વગેરે.

આપણા પર્યાવરણમાં જુઓ. ગંગાના પાવન પ્રવાહ અને ઉકરડા બેયને પોતાનો સમાન પ્રકાશ આપતા સૂરજદાદા સ્થિતપ્રજ્ઞાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક એક તણખલું ચાંચમાં ઉપાડીને પોતાના નવજાત બચ્ચાં માટે માળો બાંધવા સંઘર્ષ કરતા પંખીડાંને જુઓ. દરેક જીવ અસ્તિત્વને ટકાવી રાખવાના સંઘર્ષમાં રત છે. માણસ તો ઘણો વિકસિત જીવ છે! તેણે શા માટે અધીરા કે અશાંત થવું જોઇએ?

અપંગ બાળકને સંભાળવાનો કે ઉછેરવાનો પ્રયાસ કરતી એક ગરીબ માતાને જોઉં છું ત્યારે બહુ મોટી પ્રેરણા મળે છે. તેની સરખામણીમાં આર્થિક રીતે સમૃદ્ધ અને સક્ષમ હોવા છતાં આપણે નાની મોટી નિષ્ફળતાથી શા માટે નિરાશ થઇ જવું?

આધુનિક યુગમાં સગવડ વધી છે પણ સુખ ઘટ્યું છે અને સંઘર્ષ વધ્યો છે. જાતિ, ધર્મ, સંપ્રદાયવાદ, આર્થિક એકાધિકાર અને ત્રાસવાદ જેવા પરિબળોએ અણમોલ રત્ન "શાંતિ"ને હરી લીધું છે. ત્યારે ગીતાનો શાશ્વત શાંતિવાદ આપણી મદદે આવે છે.

holisticwisdom21c@gmail.com

બે સરળ સમીકરણો જોઇએ.

(Ambition + Competition + Excellence) – Wisdom = Success with Stress

(Ambition + Competition + Excellence) + Wisdom = Success with Stress
સ્વ-અર્થ
 • એક ટેવ કેળવો; ગુસ્સે થાઓ ત્યારે સચેત થઇ જવું, અનર્થનાં કમાડ ખૂલ્યાં છે, તેને જલ્દી બંધ કરો
 • મનને રુટિનથી હળવું કરવા કોઇ એક શોખ કેળવો;  રમતગમત, સંગીત, પ્રવાસ કે પર્યટન
 • કોઇ એક બિનઆર્થિક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લો, નિ:સ્વાર્થ સેવા ચિત્તને હળવું કરે છે  
 • તમારી સમસ્યાને તમારા સ્વજન કે મિત્ર સાથે શેર કરો
 • મિત્ર કે સ્વજનની સલાહ સાચી લાગે તો તેને ગંભીરતાથી અનુસરો
પરિવાર-સાર
 • ઘર છે તો વાસણ ખખડે!
 • નાના મોટા મતભેદો અને સંઘર્ષોથી વિચલિત ન થાઓ
 • દરેક સમસ્યાનું કોઇ સુંદર સમાધાન હોય છે
 • સમાધાનનાં ચાર પાસાં છે;
 • સુણો, સંવાદ કરો, જતું કરો અને થોડી રાહ જુઓ!   
મેનેજમેન્ટ-મર્મ
 • તમારી ક્ષમતા અને તમારી મહત્ત્વાકાંક્ષા એ બે વચ્ચે મોટી ખાઇ તો નથી ને?
 • લોકોની અપેક્ષા મુજબ નહીં પણ પોતાની ક્ષમતા અનુસાર લક્ષ્યનો નિર્ધાર કરો
 • સફળતા મળે તો આનંદ માણો, વધુમાં વધુ લોકોને જશ વહેંચો
 • નિષ્ફળ થાઓ તો તેનાં કારણોની પ્રામાણિકપણે તપાસ કરો, મોટી સફળતાના દરવાજા ખૂલશે    

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP