Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-2
 • સમગ્ર
 • સ્વ-અર્થ
 • પરિવાર-સાર
 • મેનેજમેન્ટ-મર્મ
 • વિચારો.......

 • મારા માટે શું સારું છે? તે બીજા બધા માટે પણ સારું છે?

 • બીજા મારા માટે શું શું કરે? તેને બદલે, મારે શું શું કરવું જોઇએ?

 • મન શું કહે છે? મનની વાત સાથે દિલ સંમત છે?

 • મન અને દિલ વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે મન કહે છે તેમ દિલ અનુસરે છે? કે દિલની વાતને મન અનુસરે છે?

 • વિચારો.......

 • માતા-પિતા અને ગુરુજનોના પ્રેમ અને હૂંફની કદર કરી શકું છું?

 • ભાઇ-બહેન, પતિ-પત્નિ, સંતાનો કે અન્ય પરિજનોની લાગણીઓને સમજી શકું છું?

 • હું પરિવારની સુખાકારી માટે સમય, શક્તિ અને સાધનોનો કેટલો ભોગ આપું છું?

 • મને મારા પારિવારિક જીવનની સંતોષ અને આનંદ છે? જો ના, તો આ મારે શું કરવું જોઇએ? અને શું ન કરવું જોઇએ?  

 • વિચારો.......

 • જુદા અથવા વિરોધી વિચારો અને અભિપ્રાયોની કદર અને સ્વિકાર કરી શકું છું?

 • મારી સુખાકારી માટે હું કેટલા જાણ્યા-અજાણ્યા માણસોનો ઋણી છું?

 • હું જ્યાં જ્યાંથી જેટલું લઉં છું તેમાંનું કેટલું પાછું વાળું છું?

 • મારા પર્યાવરણ માટે મારો વ્યવહાર ઘાતક (Liability) છે કે પોષક (Asset)?  

કર્તવ્ય એ જ ધર્મ

 • પ્રકાશન તારીખ15 Jul 2018
 •  

તમે ક્યો ધર્મ પાળો છો? એવો પ્રશ્ન પૂછાય એટલે હિન્દુ, ઇસ્લામ, ખિસ્તી, શીખ કે પછી જાતભાતના સંપ્રદાયોના નામો સાંભળવા મળે. આ બધા છે, સંસ્થાકીય કે સાંપ્રદાયિક ધર્મો. કોઇ ખાસ વિચારધારા કે માનવસમૂહોએ સ્વિકારેલી પરંપરાઓનો સંગમ એટલે ધર્મ.

ધર્મ શબ્દનું મૂળ ધારણ કરવાની ક્રિયામાં છે. જે પાળે-પોષે એ ધર્મ. ખાવું, પીવું, શ્વાસ લેવો, પ્રજનન કરવું કે વિસર્જિત થવું એ બધી નૈસર્ગિક ક્રિયાઓને ‘દેહધાર્મિક’ ક્રિયા કહે છે. ગીતાકાર સ્વધર્મ અથવા નિયત કર્મ એવો શબ્દ પ્રયોજે છે. “સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ:” (૩/૩૫). સ્વધર્મનું પાલન કરતાં આવે તો મોતને પણ સ્વિકારી લેવું પણ પરધર્મને તો વશ ન જ થવું.

ધર્મ અને અધ્યાત્મ બે જુદી જુદી બાબતો છે. સમય, સ્થળ અને સમુદાયોના સંદર્ભમાં સાંપ્રદાયિક ધર્મો વચ્ચે ભેદ રહેવાના. તેને લીધે માનવ સમાજે અનેક સંઘર્ષો અનુભવ્યા છે. અધ્યાત્મ એટલે આપણી અંદર રહેલી પરમ ચેતના. ચેતના તો એક અને માત્ર એક જ છે! ધર્મ આ વૈશ્વિક ચેતનાને પામવાનો પંથ છે. જુદા જુદા મારગ અંતે એક જ ઠેકાણે પહોંચાડે છે. એક જ સત્યને વિદ્વાનો અલગ અલગ નામથી પુકારે છે. ગીતાકારે તો વારંવાર આ વાતનો પડઘો પાડ્યો છે. “તું તારા ધર્મને અનુસર”! “દરેક જીવ પોતાના સ્વાભાવિક ધર્મને અનુસરીને સિદ્ધિને પામે છે”! વગેરે.

અધ્યાત્મને જીવમાત્રમાં વિલસતી ચેતના તરીકે સ્વીકારીએ તો માનવને જીવમાત્ર સાથે અતૂટ અનુસંધાન બંધાઇ જાય. જીવમાત્રનું મૂળ ઇરણ (મૉટીવેશન) સુખ અને શાંતિ છે. જેમ હું સુખી થવા ઇચ્છું છું, તેમ અન્ય જીવો આ જ સુખધર્મને અનુસરતા હશે. તો મારી સુખાકારી સાથે સાથીઓની સુખાકારીની ચિંતા મારે કરવી જ જોઇએ. દા.ત. તમને ભૂખ લાગી છે. તમે જમવા બેઠા છો. એ વખતે તમારા આંગણે કોઇ ભૂખ્યા અતિથિ આવી ચઢે છે. તમે શું કરશો? ભાણાંના બે ભાગ કરશો અને અતિથિ સાથે વહેંચીને જમશો. આવું કરવા તમારે કોઇ વેદમંત્ર કે ગુરુમંત્રના માર્ગદર્શનની આવશ્યકતા નહીં પડે. જીવનો મૂળ સ્વભાવ પ્રેમ, કરુણા અને આનંદ છે અને તે જ છે, ધર્મ.

“ધર્મ એટલે કર્તવ્ય”, આટલી ટૂંકી વાત ગાંઠે બાંધીએ તો પણ બેડો પાર! દરેક માણસ માટે વ્યવહારુ ધર્મનું સ્વરૂપ જુદું જુદું હોઇ શકે. યુદ્ધના મેદાનમાં લડતા સેનાની એકબીજાનો જીવ લેતાં અચકાશે નહીં પણ રેડ ક્રોસનો સ્વયંસેવક ઘવાયેલા સૈનિકની જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદ વગર સારવાર કરશે. જો સૈનિકનો ધર્મ પોતાના સમાજની રક્ષા માટે લડવાનો છે તો તબીબનો ધર્મ જીવ બચાવવાનો છે. આમ બે જુદી જુદી વ્યક્તિ માટે કર્તવ્ય ધર્મ અલગ અલગ છે.

એક પ્રશ્ન કરું છું. વાચક મિત્ર ગંભીરતાથી વિચાર કરે. જો ઇશ્વર હોય તો તે જુદા જુદા સમૂદાયો અને ધાર્મિક પરંપરાઓ મુજબ જુદા જુદા હોઇ શકે ખરા? જેમ કે હિંદુ ધર્મના ઇશ્વર ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મના અલ્લાહ કે ગૉડથી જુદા હોઇ શકે ખરા? તો પછી નામ અને કર્મકાંડોના ઝઘડાનો શો અર્થ?

ધર્મનું મૂળ તત્ત્વ જ “સત્યમ્-શિવમ્-સુન્દરમ્” છે. આવા પરિશુદ્ધ અને સૂક્ષ્મ અધ્યાત્મને “મૂળ માનવ-ધર્મ” કહી શકાય. આવો ધર્મ તો માત્ર જોડે, તોડવાનું કામ ક્યારેય ન કરે. ધર્મ શબ્દની સાચી સમજ ન હોવાથી વિવાદ થાય છે. જે ખરો ધાર્મિક છે, તે જાતિ-સંપ્રદાયના ભેદને ક્યારનોયે ભૂલી ચૂક્યો હોય છે. એ વૈષ્ણવજન તો બસ સકળમાં બસ વાસુદેવનું દર્શન કરે! (ગીતા, ૭/૧૯)

ધર્મને સમજવા મહર્ષિ કણાદનું વાક્ય ખૂબ જ કામનું છે, “યતોઽભ્યુદયનિ:શ્રેયસ:” એટલે કે ઋષિએ ધર્મના બે હેતુઓ મૂક્યા છે; એક છે, પ્રગતિ અને બીજું છે, કલ્યાણ. આ વ્યાખ્યા અનુસાર ધર્મ સમૃદ્ધિની સાથે સંસ્કૃતિનો સમન્વય છે. બીજી ભાષામાં કહીએ તો તે “પ્રૉસ્પેરિટી વિથ પીસ” છે! આધુનિકો જેને સંપોષિત વિકાસ અથવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે, તેના મૂળમાં ગીતાનો કર્તવ્ય ધર્મ છે. આજે માનવે વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી વિકાસનાં ઉચ્ચ શિખરો સર કર્યા છે ત્યારે માનવજાતની આ પ્રાગતિક યાત્રા જાળવી રાખવા શુદ્ધ આધ્યાત્મિક ધર્મ અનિવાર્ય છે.

બીજાને ભોગે જીવવું એ શોષણ. બીજાની સાથે જીવવું એ જીવન. બીજાના માટે જીવવું એ ધર્મ!

holisticwisdom21c@gmail.com​​

સ્વ-અર્થ
 • વિચારો.......

 • મારા માટે શું સારું છે? તે બીજા બધા માટે પણ સારું છે?

 • બીજા મારા માટે શું શું કરે? તેને બદલે, મારે શું શું કરવું જોઇએ?

 • મન શું કહે છે? મનની વાત સાથે દિલ સંમત છે?

 • મન અને દિલ વચ્ચે વિરોધાભાસ હોય ત્યારે મન કહે છે તેમ દિલ અનુસરે છે? કે દિલની વાતને મન અનુસરે છે?

પરિવાર-સાર
 • વિચારો.......

 • માતા-પિતા અને ગુરુજનોના પ્રેમ અને હૂંફની કદર કરી શકું છું?

 • ભાઇ-બહેન, પતિ-પત્નિ, સંતાનો કે અન્ય પરિજનોની લાગણીઓને સમજી શકું છું?

 • હું પરિવારની સુખાકારી માટે સમય, શક્તિ અને સાધનોનો કેટલો ભોગ આપું છું?

 • મને મારા પારિવારિક જીવનની સંતોષ અને આનંદ છે? જો ના, તો આ મારે શું કરવું જોઇએ? અને શું ન કરવું જોઇએ?  

મેનેજમેન્ટ-મર્મ
 • વિચારો.......

 • જુદા અથવા વિરોધી વિચારો અને અભિપ્રાયોની કદર અને સ્વિકાર કરી શકું છું?

 • મારી સુખાકારી માટે હું કેટલા જાણ્યા-અજાણ્યા માણસોનો ઋણી છું?

 • હું જ્યાં જ્યાંથી જેટલું લઉં છું તેમાંનું કેટલું પાછું વાળું છું?

 • મારા પર્યાવરણ માટે મારો વ્યવહાર ઘાતક (Liability) છે કે પોષક (Asset)?  

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP