Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-40
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- મનને મુક્ત કરીએ
- પક્ષપાત અને પૂર્વગ્રહોથી
- વહેમ અને અંધશ્રદ્ધાથી 
- લઘુતા અને ગુરુતાગ્રંથિથી પણ.... 
- સિદ્ધિ અને સફળતાના પોતીકાં લક્ષ્યો નક્કી કરીએ 
- લોકોના અભિપ્રાયોને આવકારીએ પણ પૂરો વિચાર કર્યા પછી ગાંઠે બાંધીએ

- વહાલાંને વહાલ જરૂર કરો પણ અપેક્ષાની બેડીઓમાં ન બાંધો
- બે દૃશ્યો: ક્યું ગમે? પિંજરમાં કેદ પંખી કે આકાશમાં ઊંચે ઊડતાં પંખી?! 
- બાળકને કેન્વાસ અને પીંછી આપો, આકાર રચવાનું ને રંગ ભરવાનું તેના પર છોડો! 
- દરેક સ્વજનના મૌલિક વ્યક્તિત્વનો સ્વિકાર અને આદર કરીએ

- તમારી ટીમને વિઝનની જરુર છે, રેડીમેઇડ રસ્તાની નહીં! 
- યાદ રાખો: બળજબરી અને મજબૂરીથી મળેલો સાથ-સહકાર લાંબું ટકતો નથી!
- પ્રગતિના ત્રિમંત્ર: 
મુક્ત વિચાર
મુક્ત અભિવ્યક્તિ અને
મુક્ત સંવાદ 

ગીતાના આદર્શો પર ઊભું થયેલું વ્યવસ્થાતંત્ર કેવું હોય ?

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

Gita Model for Journey 2 Excellence (3)
તમે માનશો? સાતસો મંત્રના મહાબોધ પછી યોગેશ્વર શ્રીકૃષ્ણ પાર્થને કહે છે, “મેં તમે જે કહ્યું તેના પર સ્વતંત્ર રીતે વિચાર કરીને પછી તને જે યોગ્ય લાગે તે કર!” સ્વતંત્ર વિચાર અથવા ફ્રી વિલ એ ભારતીય ફિલૉસોફીનો પાયાનો વિચાર છે. જ્યાં મુક્ત વિચાર નથી ત્યાં વિકાસ સંભવ જ નથી!

તમે લોકોના હાથ-પગને બાંધી રાખી શકો. એક જગ્યાએ બેસાડી શકો પણ તેના મનને દોડતું ન અટકાવી શકો. તો પછી તેના મનને સ્વસ્થ પથ પર મોકળાશથી દોડવા દેવું એ જ ઉત્તમ રસ્તો છે, ખરું ને?

ફ્રી વિલ અથવા મુક્ત વિચાર મોટિવેશનના પાયાની વાત છે. તમે લોકોના હાથ-પગને બાંધી રાખી શકો. એક જગ્યાએ બેસાડી શકો પણ તેના મનને દોડતું ન અટકાવી શકો. તો પછી તેના મનને સ્વસ્થ પથ પર મોકળાશથી દોડવા દેવું એ જ ઉત્તમ રસ્તો છે, ખરું ને?
મેનેજર મિત્ર! ગુણવત્તા માટે તમારા પોતાના માનાંકો નિર્ધારિત કરો. વળી આ માનાંકોને જડ પિંજરમાં કેદ ન કરો. તમારા સાથીઓને તેમના તેનાથી આગળ જવા પ્રેરણા આપો. જે તમે દોરેલી રેખાથી આગળ નીકળી જાય છે તેની પીઠ થાબડો. દરેક સહકર્મીને તેના પોતાના કામના ઉચ્ચ લક્ષ્યનું અનુસંધાન કરવાની સ્વતંત્રતા આપો.
કેવું પર્યાવરણ ગુણવત્તા માટે આદર્શ ગણાય?
યાદ રાખો કે જે સંસ્‍થામાં ભેદ, ભય અને ભ્રષ્‍ટાચાર નથી તે સ્‍વર્ગથી પણ અદકેરી છે. તમારો દરેક સાથી નિર્ભય બને. નિર્ભયતા નીતિમત્તાની જનની છે. સત્‍યને સાંભળવા અને સહન કરવાવાળો નેતા વિરલ છે. પરંતુ જેણે સતત આગળ વધતાં રહેવું છે તેના માટે તે અનિવાર્ય છે.
લોકો શા માટે તમારાથી સત્‍ય છુપાવે છે તે જાણો છો? કારણ કે તમે સત્‍યને સ્‍વીકારવાની હિંમત રાખો છો તે બાબતે હજુયે લોકોને વિશ્વાસ નથી બેઠો. બીજું, તમને ખોટી પ્રશંસા અને સુંવાળી વાતો સાંભળવી બહુ ગમે છે તેવો મત લોકોમાં પ્રચલિત છે. આવા સંજોગો તમારા પોતાના અને સંસ્‍થા બંને માટે ઘાતક છે.
બહાદૂરીપૂર્વક પોતાની ભૂલ સ્‍વીકાર કરવા સાથે તેનું પુનરાવર્તન ટાળવાનો નિષ્‍ઠાપૂર્વક સંકલ્‍પ કરનાર સહકર્મીને ક્ષમા આપવી. જે પોતાની કુટેવ કે પાપ તમારાથી છુપાવવાનો પ્રયત્‍ન કરે છે તેને ઉદાહરણીય રીતે દંડ કરો. થોડા સમયમાં વાતાવરણ બદલાઇ જશે. તમારી આસપાસ સાચા અને નિષ્‍ઠાવાન સાથીઓની એક મજબૂત સુરક્ષા ઢાલ તૈયાર થશે. જે તમારૂં રક્ષણ કરશે અને તમને વિજય અપાવશે.
ગીતાયાત્રા દરમ્‍યાન પળે પળે એવું લાગ્યા કર્યું છે કે આ વિષય વક્તવ્યનો નથી પણ કર્તવ્‍યનો છે. ગંભીર અને રચનાત્મક ચિંતન શ્રેષ્‍ઠ કર્તવ્‍ય માટેનો પૂર્વોપાય અવશ્ય બની શકે પણ વિકલ્‍પ કદાપિ ન બની શકે.
ખાલી વાતો કરીને મગજની ખંજવાળ મટાડવાને બદલે કોઇ નાનો એવો સંકલ્પ લઇ તેને સિદ્ધ કરવા મથીએ. સફળતા મળે તો ઉત્તમ. કદાચ નિષ્ફળતા મળે તો પણ જે શીખવા મળશે તે અમૂલ્ય હશે. ગીતા પોતે એક એવો મહાસાગર છે કે તેમાંથી દરેક મરજીવાને પોતાનું વિશિષ્ટ મોતી મળી આવે. આ જ તો ગીતા-વેદાંતની કમાલ છે અને કદાચ તેના અમર અને શાશ્વત હોવાનું મૂળ કારણ છે.
આવો, આટલું તો અવશ્ય કરીએ
આપણા અસ્‍તિત્‍વના મૂળાધાર રૂપ ગીતાના સંદેશને જીવનમાં ઉતારીએ. આ માટે એક બહુ સરળ ક્રિયા-યોગ સૂચવું છું.
રોજ શ્રીમદભગવદગીતાના એક અધ્‍યાયનો અભ્‍યાસ કરીએ. સંસ્‍કૃતના મૂળ મંત્ર સાથે તેનો ભાવાર્થ હોય તેવું પુસ્તક પસંદ કરીએ. વાહનમાં પ્રવાસ કરતી વેળા સારા કંઠે ગવાયેલ ઓડીયો સીડી પણ સાંભળી શકાય. તમારી બ્રિફકેસ, પર્સ કે કોટના ખિસ્‍સામાં રાખેલું ગીતાનું પુસ્‍તક રેડી રેફરન્‍સનું કામ કરશે. જ્યારે જરૂર પડે ત્યારે જોઇ લેવું.

રોજ શ્રીમદભગવદગીતાના એક અધ્‍યાયનો અભ્‍યાસ કરીએ. સંસ્‍કૃતના મૂળ મંત્ર સાથે તેનો ભાવાર્થ હોય તેવું પુસ્તક પસંદ કરીએ. વાહનમાં પ્રવાસ કરતી વેળા સારા કંઠે ગવાયેલ ઓડીયો સીડી પણ સાંભળી શકાય. તમારી બ્રિફકેસ, પર્સ કે કોટના ખિસ્‍સામાં રાખેલું ગીતાનું પુસ્‍તક રેડી રેફરન્‍સનું કામ કરશે.

ગીતાના માહાત્મ્યમાં કહ્યું છે, "જયાં ગીતા છે, ત્‍યાં સર્વ તીર્થોનો વાસ છે", જેમ જેમ અનુભવ થતો જશે તેમ એ વાકયમાં શ્રદ્ધા કેળવાતી જશે.
ગીતાનો કોઇ મંત્ર મનમાં વસી જાય તો તેને તમારા જીવનના કોઇ ક્ષેત્રમાં અપનાવો. તમારી અનુભૂતિઓને એક રોજનીશીમાં લખતા રહો. આ તમારા પોતાના માટે એક સ્‍વયં સંચાલિત ક્વૉલિટી એસ્‍યોરન્‍સ લેબોરેટરીનું કામ કરશે. થોડા સમય પછી તમારૂં મન શાંત, સ્‍થિર અને રચનાત્‍મક સંકલ્‍પોવાળું બની જશે. તમારા મન ઉપવનમાંથી મહેંકતા સત્‍ય, પ્રેમ, કરૂણા અને સંવાદિતાના પુષ્પોને તેમનું કામ કરવા દો. તમને જોઇતા બધા જ હકારાત્મક પરિબળો ભ્રમરની જેમ આપોઆપ ખેંચાઇ આવશે.
ગીતાનો કર્મયોગ મહાન છે. તેની ફળશ્રુતિ પણ તેટલી જ મહાન છે. ગીતામૃત માતાના દૂધ જેવું પોષક છે. જે તમારા તન-મન-ચિત્તથી લઇને અધ્‍યાત્‍મને શ્રેષ્‍ઠતાની એવી ઉંચાઇએ પહોંચાડશે જયાંથી આખુંયે વિશ્વ તમને કુદરતના એક સુઘડ લેન્‍ડસ્‍કેપ જેવું લાગશે !
holisticwisdom21c@gmail.com
સ્વ-અર્થ

- મનને મુક્ત કરીએ
- પક્ષપાત અને પૂર્વગ્રહોથી
- વહેમ અને અંધશ્રદ્ધાથી 
- લઘુતા અને ગુરુતાગ્રંથિથી પણ.... 
- સિદ્ધિ અને સફળતાના પોતીકાં લક્ષ્યો નક્કી કરીએ 
- લોકોના અભિપ્રાયોને આવકારીએ પણ પૂરો વિચાર કર્યા પછી ગાંઠે બાંધીએ

પરિવાર-સાર

- વહાલાંને વહાલ જરૂર કરો પણ અપેક્ષાની બેડીઓમાં ન બાંધો
- બે દૃશ્યો: ક્યું ગમે? પિંજરમાં કેદ પંખી કે આકાશમાં ઊંચે ઊડતાં પંખી?! 
- બાળકને કેન્વાસ અને પીંછી આપો, આકાર રચવાનું ને રંગ ભરવાનું તેના પર છોડો! 
- દરેક સ્વજનના મૌલિક વ્યક્તિત્વનો સ્વિકાર અને આદર કરીએ

મેનેજમેન્ટ-મર્મ

- તમારી ટીમને વિઝનની જરુર છે, રેડીમેઇડ રસ્તાની નહીં! 
- યાદ રાખો: બળજબરી અને મજબૂરીથી મળેલો સાથ-સહકાર લાંબું ટકતો નથી!
- પ્રગતિના ત્રિમંત્ર: 
મુક્ત વિચાર
મુક્ત અભિવ્યક્તિ અને
મુક્ત સંવાદ 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP