Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-15
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

અંગત જીવનમાં શ્રમનિષ્ઠા
- પોતાની જાતનું શ્રમ ઑડિટ કરવું
- A: રોજિંદા જીવનમાં તમે કેટલા માનવકલાક બીજા પાસેથી શરીરશ્રમ લો છો? 
- B: રોજિંદા જીવનમાં તમે કેટલા માનવકલાક બીજા માટે શરીરશ્રમ કરો છો? 
- જો A – B પોઝિટીવ હોય તો તમારી જીવનપ્રણાલી અન્યાયી છે, જેની સજા તમારે અનારોગ્ય તરિકે ભોગવવી પડશે. 
- જો A – B નેગેટિવ હોય તો તમે સારી જીવનપ્રણાલીના માલિક છો, જેનું ફળ વ્યક્તિગત સ્વાસ્થ્ય તરીકે તમને મળશે  

પારિવારિક જીવનમાં શ્રમનિષ્ઠા
- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય પ્રમાણમાં કામની વહેંચણી (શ્રમવિભાજન) છે? 
- પરિવારના, ખાસ કરીને બાળ અને કિશોર, સભ્યોને પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડો છો?  
- પરિજનો અને સાથીઓના શારીરિક શ્રમનું યોગ્ય મૂલ્યાંકન અને કદર કરીએ છીએ? 
- પરિવારના સભ્યોનું અઠવાડિયે એક વાર રૉલ રિવર્સિંગ કરીએ, જેઓ ઑફિસ કામ કરે છે તે ઘરકામ કરે અને જે ઘરકામ કરે છે તે કોઇ બૌદ્ધિક કે વ્યાવસાયિક પ્રવૃત્તિ કરે   
પરિજનોના મૉર્નિંગ વૉક કે ગાર્ડનિંગ જેવા સમૂહશ્રમ દ્વારા પરિવારમાં એકતા અને સંપ વધે છે 

વ્યવસાયિક જીવનમાં શ્રમનિષ્ઠા
- તમારી સંસ્થાના પર્યાવરણમાં શ્રમનિષ્ઠાને પ્રોત્સાહન આપો, કામઢા માણસોની કદર કરો
- સાથીઓને રચનાત્મક પરિશ્રમ કરવા પ્રોત્સાહન આપો 
- બેઠાડુ વૃત્તિથી કામ કરતા સાથીઓને અઠવાડિયે એક વાર શ્રમદાન કરવા પ્રેરણા આપો 
- તમારા કાર્યસ્થળ, પડોશ, શહેર કે નજીકના કોઇ અગત્યના જાહેર સ્થળે સફાઇ, વૃક્ષારોપણ, જળસિંચન કે અન્ય ઉપયોગી પ્રવૃત્તિમાં પરિશ્રમ કરો. જેથી સંસ્થાની પ્રતિષ્ઠા વધવા -સાથે સામાજિક સૌહાર્દ કેળવાશે 

શરીરની સ્વસ્થતામાં વિહારનું શું મહત્ત્વ છે?

  • પ્રકાશન તારીખ28 Jul 2018
  •  
પહેલું સુખ તે જાતે નર્યા. સુખી થવાની ચાવી આરોગ્ય છે. યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે, "માણસે યોગ્ય આહાર લેવો જોઇએ. વળી બહુ ખાનાર કે સાવ ન ખાનાર અથવા બહુ ઉજાગરા કરનારા કે અતિ ઉંઘનારાને જીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા હાથ લાગતી નથી. જે યોગ્ય પ્રમાણમાં આહાર લે છે, આનંદ-પ્રમોદ કરે છે, જરુરી પરિશ્રમ કરે છે અને પૂરતી ઉંઘ લે છે, તેને માટે આ યોગ દુ:ખ હરનારો નીવડે છે. (6/16-17)" અહીંયા ગીતાકારે પ્રયોજેલો ચાવીરૂપ શબ્દ "યુક્ત" છે. યુક્ત એટલે યોગ્ય માત્રામાં. બહુ ઓછું કે વધારે નહીં પણ જેટલું જરૂરી હોય તેટલું. આ વાત જમવા, હરવા-ફરવા, પરિશ્રમ અને આરામ લેવા બાબતે આવશ્યક છે. કોઇપણ બાબતમાં અતિશયતા ટાળવી.

ચાલવા સિવાય પણ અનેક પ્રકારે પરિશ્રમ કરી શકાય. જેમ કે, સાઇકલિંગ, નાનાં મોટાં ઘરકામ અને ખેતીવાડી કે બાગકામ. આધુનિક સમયમાં શરીરશ્રમ ઘટતો ચાલ્યો છે. શરીરશ્રમ ન થાય તો ભૂખ ન લાગે.

વિહાર એટલે વિચરણ અથવા પગથી ચાલવું. વિકાસની શરૂઆતની અવસ્થામાં માણસ અન્ન એકઠું કરવા કે સલામત રહેઠાણ શોધવા જેવી વિવિધ મૂળભૂત જરૂરિયાતો માટે ખૂબ ચાલતો હશે. રમત ગમતમાં પણ ચાલવા અને દોડવા જેવી રમતોને પ્રાધાન્ય અપાયું છે. વિશ્વના પ્રાચીનતમ રમતોત્સવ ઑલિમ્પિકમાં સૌથી વધુ મેડલ દોડ-કૂદ (Athletics)ના જ છે. તે દર્શાવે છે કે ચાલવા અને દોડવાની શક્તિને માણસની શારીરિક ક્ષમતાનો મુખ્ય માપદંડ માનવામાં આવ્યો છે.
માણસ જેટલો પગનો ઉપયોગ કરે તેટલું સારું. ચાલવાથી માત્ર પગનાં હાડકાં અને સ્નાયુઓને કસરત મળે છે, તેવું નથી. ચાલવાથી પગથી માથા સુધીનાં લગભગ તમામ અંગોને વ્યાયામ થાય છે. પેટ અને ઉત્સર્ગ તંત્રનાં અવયવોની તંદુરસ્તી જળવાય છે. ભૂખ ઊઘડે છે. પાચન અને પ્રજનનશક્તિ વધે છે. સાથળ, પેટ અને કમરના ભાગે મેદ જામવાની શક્યતા ઘટે છે. ફેફસાં અને હૃદયને બળ મળે છે. ડાયાબીટિઝના દર્દીને ઝડપથી ચાલવાની સલાહ અપાય છે.
કેટલું ચાલવું તે બાબતે કોઇ સર્વમાન્ય ધોરણ ન આપી શકાય. દમ કે હૃદયરોગના દર્દીએ પરસેવો વળવાનો શરૂ થતાં સુધી ચાલવા અને ધબકારા સામાન્ય થાય ત્યાં સુધી થંભી જવું જોઇએ. તંદુરસ્ત માણસે પણ બે-એક કિલોમીટરથી શરૂઆત કરી ધીમી ધીમે શરીરની ક્ષમતા વધે તેમ અંતર વધારવું જોઇએ. આ વાત ચાલવાની ઝડપને પણ લાગુ પડે છે.
પ્રભાતના સમયે ઑઝોનનું સ્તર ઊંચું હોય ત્યારે ખુલ્લામાં ચાલવાથી લોહીની શુદ્ધિ થાય છે. એકાંત અને મૌન ચાલવાના ફાયદાને બેવડો કરે છે. મૌન સાથે લયબદ્ધ રીતે ચાલવાથી પ્રાણાયામ થાય છે. ચાલવા સાથે મંત્રજપ અથવા આસપાસના વાતાવરણમાં ધ્યાનમગ્ન થવાનું રાખીએ તો આખીયે ક્રિયા એક સુંદર યૌગિક વ્યાયામ થઇ જાય. આટલું ન થઇ શકે તો માત્ર આસપાસના નૈસર્ગિક સૌંદર્યને નિહાળતાં કોઇ રચનાત્મક વિચારણામાં ખોવાઇ જાઓ તો પણ કંઇ કેટલાયે નવા બૌદ્ધિક ચમત્કારોથી તમારું જીવન છલકાઇ જશે.
ચાલવા સિવાય પણ અનેક પ્રકારે પરિશ્રમ કરી શકાય. જેમ કે, સાઇકલિંગ, નાનાં મોટાં ઘરકામ અને ખેતીવાડી કે બાગકામ. આધુનિક સમયમાં શરીરશ્રમ ઘટતો ચાલ્યો છે. શરીરશ્રમ ન થાય તો ભૂખ ન લાગે.

યુક્ત એટલે યોગ્ય માત્રામાં. બહુ ઓછું કે વધારે નહીં પણ જેટલું જરૂરી હોય તેટલું. આ વાત જમવા, હરવા-ફરવા, પરિશ્રમ અને આરામ લેવા બાબતે આવશ્યક છે. કોઇપણ બાબતમાં અતિશયતા ટાળવી.

એક વાત કહું? ભૂખ વગરનું ભોજન શરીરને (જાતે આપેલા!!) ધીમા મૃત્યુદંડ બરાબર છે.
કોઇ દલીલ કરે કે શ્રમ તો આખરે શ્રમ જ છે ને? તે ઉપયોગી હોવો શાથી જરૂરી છે? ધારો કે એક માણસ એક કૂવામાંથી પાણી સીંચીને ઘડામાં ભરીને ઊંચકી લાવે અને તે બીજા કૂવામાં નાંખે છે. બીજા કિસ્સામાં તે આ પાણીથી વૃક્ષોનું સિંચન કરે છે. પ્રથમ કિસ્સામાં પરિશ્રમની કોઇ રચનાત્મક અસર નથી. જ્યારે બીજામાં પરિશ્રમથી પર્યાવરણમાં સકારાત્મક સ્પંદનો જાગૃત થાય છે, જેની સારી અસર શ્રમ કરનાર ઉપર અવશ્ય થશે. તમારો શ્રમ કોઇ સકારાત્મક પરિણામ લાવે તો તેને ઉપયોગી શ્રમ કહેવાય. તેનું કોઇ સીધું નાણાંકીય મૂલ્ય હોય અથવા ન પણ હોય.
કબૂલવું રહ્યું કે ગુલામી માનસિકતાથી પીડાતા આપણે લોકો શરીરશ્રમને હલકું ગણીએ છીએ. જે ઓછો પરિશ્રમ કરે તે મોટો! આવી મૂર્ખ સામાજિક રસમ જેટલી વહેલી દેશમાંથી વિદાય લે તેટલું સારું!
ત્રણ વસ્તુ ટાળવી......
ભૂખ વગર ભોજન, પસીના વગર સ્નાન અને ઊંઘ વગર શય્યા.
ત્રણ વસ્તુ આવકારવી.......
સારી સોબત, અઘરું કામ અને રચનાત્મક ટીકા.
holisticwisdom21c@gmail.com

સ્વ-અર્થ

અંગત જીવનમાં શ્રમનિષ્ઠા
- પોતાની જાતનું શ્રમ ઑડિટ કરવું
- A: રોજિંદા જીવનમાં તમે કેટલા માનવકલાક બીજા પાસેથી શરીરશ્રમ લો છો? 
- B: રોજિંદા જીવનમાં તમે કેટલા માનવકલાક બીજા માટે શરીરશ્રમ કરો છો? 
- જો A – B પોઝિટીવ હોય તો તમારી જીવનપ્રણાલી અન્યાયી છે, જેની સજા તમારે અનારોગ્ય તરિકે ભોગવવી પડશે. 
- જો A – B નેગેટિવ હોય તો તમે સારી જીવનપ્રણાલીના માલિક છો, જેનું ફળ વ્યક્તિગત સ્વાસ્થ્ય તરીકે તમને મળશે  

પરિવાર-સાર

પારિવારિક જીવનમાં શ્રમનિષ્ઠા
- પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય પ્રમાણમાં કામની વહેંચણી (શ્રમવિભાજન) છે? 
- પરિવારના, ખાસ કરીને બાળ અને કિશોર, સભ્યોને પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડો છો?  
- પરિજનો અને સાથીઓના શારીરિક શ્રમનું યોગ્ય મૂલ્યાંકન અને કદર કરીએ છીએ? 
- પરિવારના સભ્યોનું અઠવાડિયે એક વાર રૉલ રિવર્સિંગ કરીએ, જેઓ ઑફિસ કામ કરે છે તે ઘરકામ કરે અને જે ઘરકામ કરે છે તે કોઇ બૌદ્ધિક કે વ્યાવસાયિક પ્રવૃત્તિ કરે   
પરિજનોના મૉર્નિંગ વૉક કે ગાર્ડનિંગ જેવા સમૂહશ્રમ દ્વારા પરિવારમાં એકતા અને સંપ વધે છે 

મેનેજમેન્ટ-મર્મ

વ્યવસાયિક જીવનમાં શ્રમનિષ્ઠા
- તમારી સંસ્થાના પર્યાવરણમાં શ્રમનિષ્ઠાને પ્રોત્સાહન આપો, કામઢા માણસોની કદર કરો
- સાથીઓને રચનાત્મક પરિશ્રમ કરવા પ્રોત્સાહન આપો 
- બેઠાડુ વૃત્તિથી કામ કરતા સાથીઓને અઠવાડિયે એક વાર શ્રમદાન કરવા પ્રેરણા આપો 
- તમારા કાર્યસ્થળ, પડોશ, શહેર કે નજીકના કોઇ અગત્યના જાહેર સ્થળે સફાઇ, વૃક્ષારોપણ, જળસિંચન કે અન્ય ઉપયોગી પ્રવૃત્તિમાં પરિશ્રમ કરો. જેથી સંસ્થાની પ્રતિષ્ઠા વધવા -સાથે સામાજિક સૌહાર્દ કેળવાશે 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP