Back કથા સરિતા
  • Home
  • Rasdhar
  • અસ્મિતા દર્પણ ગીતા

અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 23)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
  • સમગ્ર
  • સ્વ-અર્થ
  • પરિવાર-સાર
  • મેનેજમેન્ટ-મર્મ

- મારા ક્યા સાથીને જોઇને મને ખુશી થાય છે? શા માટે? 
- કોને જોઇને અણગમો થાય છે? શા માટે? 
- શું કરું છું ત્યારે અંતર સાચી ખુશીથી છલકાય છે? તેવું ફરી ફરી કરવા મનને તૈયાર કરું?  
- શું કરું છું ત્યારે મન ખચકાય છે? આ વેળા મનને રોકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીશ જ. 

- જ્યાં જ્યાં સદગુણ દેખાય ત્યાં આદર પ્રગટ કરીએ
- જ્યાં જ્યાં દુર્ગુણ દેખાય ત્યાં સ્પષ્ટ અને અસરકારક અણગમો દેખાડીએ
- યાદ રહે, ઘરના ખેતરમાં જે મૂલ્યોની વાવણી કરીશું, તેની જ લણણી કરવાની છે! 

 

- ઘર, મહોલ્લો, નગર કે રાષ્ટ્રનું પર્યાવરણ જ વિશ્વનું પર્યાવરણ ઘડે છે
- સંસ્થાને એક વિશ્વ માનો, સ્વતંત્ર સ્વાયત્ત અને ઈશ્વરીય ઊર્જાથી ભરપૂર! 
- સાથીની વિલક્ષણતાને સ્વિકારીએ અને સુષુપ્ત સર્જનામક ક્ષમતાને ઓળખીને નિખારીએ

વિશ્વગીતાઃ ગીતાનું વિભૂતિ અને વિશ્વરૂપ દર્શન

  • પ્રકાશન તારીખ16 Sep 2018
  •  

વિશ્વના સકળ સ્વરૂપનું દર્શન કરવાનો પ્રયાસ ગતાંકમાં કર્યો. માત્ર “પૂર્ણમદ: પૂર્ણમિદં” મંત્રના સહારે અને કોઇ ધારણા વગર કુદરતની અખિલાઇને અનુભવવી અઘરી તો છે જ! હું પૂર્ણ છું, તે પૂર્ણ છે, તેવું જપ્યે રાખવાથી પૂર્ણતાનો અહેસાસ ન થાય, ખરું ને? તેથી ગીતાકારે રૂપકોની વ્યવસ્થા કરી છે. હિંદુઓની સગુણ ઉપાસનાનો પાયો આ તત્ત્વજ્ઞાનમાં સમાયેલો છે.
તમે પોતે સગુણ છો તેથી તમારી આંખોને સગુણ સ્વરૂપને સારી રીતે જોઇ શકે અને સમજી શકે છે. નિર્ગુણ કે નિરાકાર સ્વરૂપને જોવું અઘરું લાગે છે. જેમ કોઇ લલિત કળાના વિદ્યાર્થીને અણુનું બંધારણ સમજવામાં તકલીફ થાય કે કોઇ આર્કિટેક્ટને છંદબંધારણમાં ટપ્પા ન પડે તેમ! એટલે ગીતાકારે વિશ્વના સ્વરૂપનું વર્ણન કરવા પ્રતિકોનો સહારો લીધો.

ઈશ્વરની વિભૂતિઓમાં માણસ, પશુ, પંખી, નદી, પર્વત, દેવ, દાનવ, જડ અને ચેતન એમ તમામ પ્રકારના જીવો-નિર્જીવોને સ્થાન મળ્યું છે, તે દર્શાવે છે કે પરમાત્મા કોઇપણ પ્રકારના પક્ષપાત કે પૂર્વગ્રહથી પરે છે!

ગીતાનું વિભૂતિ અને વિશ્વરૂપ દર્શન
ગીતાના દસમા અધ્યાય વિભૂતિદર્શનમાં જડ ચેતન પદાર્થોમાં પરમાત્મા કઇ કઇ વિભૂતિ રૂપે વિલસે છે, તેનું સુંદર વર્ણન છે. વિભૂતિ દર્શનના સમાપનમાં યોગેશ્વર કહે છે, "હે અર્જુન! સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ હું જ છું. એવું કોઇ ચર-અચર પદાર્થ કે પ્રાણી નથી જે પરમાત્મ તત્ત્વથી વંચિત હોય. મેં તને મારી દિવ્ય અને અનંત વિભૂતિનો બહુ જ ટૂંકમાં નિર્દેશ આપ્યો છે. જે જે ઐશ્વર્ય સંપન્ન, શોભાયમાન કે ઊર્જાવંત પદાર્થ છે, તેને તું પરમાત્માના અસીમ તેજની આંશિક અભિવ્યક્તિ જ સમજ. વધુ જાણીને તારે શું કામ છે? તું એટલું જાણી લે તો પણ પૂરતું છે કે પરમાત્મા સમગ્ર બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરે છે." (ગીતા ૧૦/૩૯-૪૨).
આ જ શ્રેણીમાં અગાઉ વિભૂતિ દર્શન અને વિશ્વરૂપની વિગતે વાત કરી છે. એટલે તેનો ઉપયોગી સાર લઇ લઇએ.
શ્રીકૃષ્ણ વિભૂતિના માધ્યમથી શું કહેવા માંગે છે?
સમગ્ર વિશ્વ કોઇ દિવ્ય ચેતનાની પ્રેરણાથી સંચારિત થાય છે
નિસર્ગની બધી રચનાઓ એકબીજા સાથે કોઇ અદૃષ્ટ તંતુથી બંધાયેલ છે.
ઈશ્વરની વિભૂતિઓમાં માણસ, પશુ, પંખી, નદી, પર્વત, દેવ, દાનવ, જડ અને ચેતન એમ તમામ પ્રકારના જીવો-નિર્જીવોને સ્થાન મળ્યું છે, તે દર્શાવે છે કે પરમાત્મા કોઇપણ પ્રકારના પક્ષપાત કે પૂર્વગ્રહથી પરે છે!
જ્યાં જ્યાં ઊર્જા, શ્રી અને ઐશ્વર્ય દેખાય ત્યાં પરમાત્માની હાજરી નજરે ચઢે!
જેમ કે કોઇ સારા અને પરોપકારી માણસમાં ઈશદર્શન કરવું સહેલું બને અને તેનાથી ઉલ્ટું, કોઇ શઠ માણસમાં પણ ઈશ્વર હશે તેમ ગળે ઉતારવું સહેલું નથી!
માણસ ગમે તેટલું ભણે તો પણ કુદરતની આ કરામતનો પાર ન પામી શકે! એટલે વિભૂતિ અને વિશ્વરૂપના માધ્યમથી તેનો સાર લેવો યોગ્ય ગણ્યો હશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે!
સંત કવિ શ્રી નરસી મહેતાનાં કાવ્યોમાં વેદ અને ઉપનિષદોના મંત્રોનો પડઘો સંભળાય છે. મહેતાજીએ આવો કોઇ ઔપચારિક અભ્યાસ નહોતો કર્યો. આમ છતાં તેમની રચનાઓમાં સૃષ્ટિની સકળતા અને સમગ્રતા દૃષ્ટિગોચર થાય જ છે ને? આમ તો કબીર કે દાસી જીવણ પણ કોઇ વિશ્વવિદ્યાલયનાં પગથિયાં ક્યાં ચઢ્યા હતા?
આવા અનેક સંતો અને બ્રહ્મજ્ઞાનીઓની વાણીમાં સમગ્રતાનું દર્શન થાય છે. સ્વાભાવિક રીતે તેમાંના મોટાભાગના કોઇ મોટી યુનિવર્સિટિમાં ભનવા નહોતા ગયા. તેનું કારણ શું હશે? તેનો ઉત્તર ગીતાકારે આપ્યો છે.
પુરુષોત્તમયોગમાં (૧૫/૧૫) કહ્યું છે, સર્વસ્ય ચાહં હૃદિસંનિવિષ્ટ: મત્ત: સ્મૃતિર્જ્ઞાનં"! “હું બધાના અંતરમાં વસું છું. બધું જ્ઞાન, વિવેક, સ્મૃતિ અને વિસ્મૃતિની શક્તિ સુદ્ધાં સમેટીને સહુના હૃદયમાં બેઠો છું” આમ, પરમાત્માએ દરેક માનવના હૃદયમાં પોતાની હાજરી રાખી છે. આપણી સંત પરંપરામાં અસંખ્ય દાખલાઓ છે કે જે આતમરામને સાદ દઇ શકે છે, તે કોઇ પોથીઓ પઢ્યા વિના આપોઆપ આત્મજ્ઞાની બને અને તેની વાણીમાં સાક્ષાત્ મા શારદા વિરાજમાન થઇ જાય છે! જેમની વાતોમાં રહેલ સત્યથી ભલભલા વૈજ્ઞાનિકો પણ વિસ્મય પામે છે!

આજે માણસ અભૂતપૂર્વ તણાવમાં છે. વિશ્વ પણ તણાવમાં છે. કારણ? તેનું કારણ એ છે કે માણસ પોતે અધૂરપનો અહેસાસ કરે છે. તે પોતાની જાતને પોતાના પર્યાવરણથી જુદી જુએ છે. સાથીઓ પર અધિકાર જમાવવા મથે છે.

“એકમ્ સત્” - વિશ્વ કલ્યાણનો મહામંત્ર:
"એકમ્ સદ્વિપ્રા: બહુધા વદન્તિ". અસ્મિતા દર્પણમાં આ મંત્રને વારંવાર યાદ કરીએ છીએ. તેને જુદાજુદા દૃષ્ટિકોણથી જોતાં રહો અને અનેક ચમત્કારિક ભાવસ્પંદનો માણતા રહો!
વિવિધતાઓ વચ્ચે મૂળભૂત એકતાનું દર્શન ભારતીય તત્ત્વજ્ઞાનનો પ્રતિનિધિરૂપ વિચાર છે. આ કોઇ કોરું બોધવાક્ય નથી પણ સબળ વૈજ્ઞાનિક દર્શન છે. આગળના અંકમાં આપણે ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક વિભાવનાઓથી આ સત્યનું દર્શન કર્યું છે.
આજે માણસ અભૂતપૂર્વ તણાવમાં છે. વિશ્વ પણ તણાવમાં છે. કારણ? તેનું કારણ એ છે કે માણસ પોતે અધૂરપનો અહેસાસ કરે છે. તે પોતાની જાતને પોતાના પર્યાવરણથી જુદી જુએ છે. સાથીઓ પર અધિકાર જમાવવા મથે છે. સમાજ, સભ્યતા, સંપ્રદાય, વિચારધારા કે રાષ્ટ્રવાદ જેવા જુદા જુદા અંચલાઓ ઓઢીને ફરતો માણસ ક્યારે બીજાં તરફ નફરત કરતો થઇ ગયો એ તેને પણ યાદ નથી રહ્યું! તેનું પરિણામ? બિનતંદુરસ્ત સ્પર્ધા, શોષણ, એકાધિકારની મથામણ અને ઠંડા-ગરમ કે પ્રત્યક્ષ-પરોક્ષ કે સશસ્ત્ર-નિ:શસ્ત્ર સંઘર્ષો! આ તમામ સંઘર્ષો ટાળવા શક્ય છે? ગીતા પોતે યુદ્ધના મેદાનમાં કહેવાઇ છે, ઓ તે શાંતિ અને કલ્યાણનો માર્ગ કઇ રીતે બતાવી શકે? આ બધા પ્રશ્નોની રસપ્રદ ચર્ચા અસ્મિતા દર્પણ અંતર્ગત વિશ્વગીતામાં કરીશું.
વાંચતા રહો, વિચારતા રહો અને હા, તમારા પ્રતિભાવ ખાસ આપતા રહો!
સ્વ-અર્થ

- મારા ક્યા સાથીને જોઇને મને ખુશી થાય છે? શા માટે? 
- કોને જોઇને અણગમો થાય છે? શા માટે? 
- શું કરું છું ત્યારે અંતર સાચી ખુશીથી છલકાય છે? તેવું ફરી ફરી કરવા મનને તૈયાર કરું?  
- શું કરું છું ત્યારે મન ખચકાય છે? આ વેળા મનને રોકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીશ જ. 

પરિવાર-સાર

- જ્યાં જ્યાં સદગુણ દેખાય ત્યાં આદર પ્રગટ કરીએ
- જ્યાં જ્યાં દુર્ગુણ દેખાય ત્યાં સ્પષ્ટ અને અસરકારક અણગમો દેખાડીએ
- યાદ રહે, ઘરના ખેતરમાં જે મૂલ્યોની વાવણી કરીશું, તેની જ લણણી કરવાની છે! 

 

મેનેજમેન્ટ-મર્મ

- ઘર, મહોલ્લો, નગર કે રાષ્ટ્રનું પર્યાવરણ જ વિશ્વનું પર્યાવરણ ઘડે છે
- સંસ્થાને એક વિશ્વ માનો, સ્વતંત્ર સ્વાયત્ત અને ઈશ્વરીય ઊર્જાથી ભરપૂર! 
- સાથીની વિલક્ષણતાને સ્વિકારીએ અને સુષુપ્ત સર્જનામક ક્ષમતાને ઓળખીને નિખારીએ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP