Back કથા સરિતા
Home » Rasdhar » અસ્મિતા દર્પણ - ગીતા
અસ્મિતા દર્પણ - ગીતા
અશોક શર્મા

અશોક શર્મા

પુરાણ (પ્રકરણ - 72)
અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.
પ્રકરણ-1
 • સમગ્ર
 • સ્વ-અર્થ
 • પરિવાર-સાર
 • મેનેજમેન્ટ-મર્મ

ગીતા અને વ્યક્તિગત જીવન

 • આદર્શ (Ideals) અને વ્યવહાર (Practical) નું સંતુલન સાધવું
 • જ્ઞાન (Knowledge), કર્મ (Action) અને ભક્તિ (Dedication)ના સમન્વય દ્વારા સફળતા અને સંતોષ હાંસલ કરવા
 • સફળતાને જીરવવા અને નિષ્ફળતાનો સામનો કરવાની સમતા કેળવવી 
 • અનાસક્ત કર્મયોગ દ્વારા સ્પર્ધાના યુગમાં તણાવથી મુક્ત રહેવું 
 • નૈતિક મૂલ્યોના અનુસરણ દ્વારા આત્મવિશ્વાસ કેળવવો 

ગીતા અને પારિવારિક જીવન

 • વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા 
 • વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા 
 • કામ, ક્રોધ, દ્વેષ કે અહંકાર જેવી નેગેટીવ ઊર્જાઓથી બચવાનો બોધ મેળવવો 
 • ગીતા રણમેદાનનો બોધ છે, પરિવારમાં આવે પડેલી કટોકટીને ખાળવા અદ્ભૂત જડીબુટ્ટી છે
 • નિ:સ્વાર્થ સેવા, કરુણા અને પ્રેમ દ્વારા પારિવારિક સુખ-શાંતિ કેળવવા  

ગીતા અને વ્યવહારુ જીવન

 • આદર્શ (Ideals) અને વ્યવહાર (Practical) નું સમાયોજન 
 • નીતિમત્તા (Values) જાળવીને સમગ્રતાલક્ષી સફળતા (Holistic success) હાંસલ કરવી 
 • સામાજિક-આર્થિક પડકારોનો સામનો કરવા હિંમત અને ધીરજ કેળવવા
 • મૂલ્યવર્ધક નેતૃત્વ (Value Adding Leadership) કેળવવું
 • ઉદાર જીવનમૂલ્યો (Openness) દ્વારા વ્યાપક દૃષ્ટિકોણ (Broader Perspective) ખીલવવો

અસ્મિતા દર્પણ: ગીતા

 • પ્રકાશન તારીખ14 Jul 2018
 •  

શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વય. મહારથી અર્જુનથી લઈને મહાત્મા ગાંધી સુધીના મહાનુભાવોને આ ગીતાએ જીવનની વિવધ વિટંબણાઓ વચ્ચે સાચો માર્ગ બતાવ્યો છે. અંગત અને જાહેર જીવનમાં ગીતાના માર્ગદર્શનથી કઈ રીતે જીવન અને રાષ્ટ્રનું નક્કર નિર્માણ કરી શકાય તે દર્શાવતી જડીબુટી એટલે આ લેખશ્રેણી ‘અસ્મિતા દર્પણઃ ગીતા’

વાચક મિત્રો! અસ્મિતા દર્પણના પ્રથમ મણકામાં આપનું સ્વાગત છે. અસ્મિતા એટલે આપણું ડીએનએ! અસ્મિતા એટલે હું અથવા હોવાપણાનો ભાવ. હું, તમે અને આપણે સહુ કોણ છીએ? સેંકડો પેઢીઓથી જે ઉદાત્ત જીવનમૂલ્યોને ભારતીય સમાજ સંવારતો આવ્યો છે, તે આપણું કુળ અથવા ડીએનએ છે. આપણને સહુને સામૂહિક ચેતનાના એક તાંતણે બાંધી રાખતો દોરો એટલે આપણી સંસ્કૃતિ. એવું કહે છે કે જે સભ્યતા પોતાની અસ્મિતા ગુમાવી દે છે તે ક્યારેય મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકતી નથી. સદીઓની ગુલામી દરમ્યાન વિદેશી તાકતોએ ભારતીયતાને તોડવા સાંસ્કૃતિક ધરોહર છિન્નભિન્ન કરવા પ્રયાસ કર્યો, તે છતાં અડીખમ રહેલી સંસ્કૃતિમાં કંઇક તો એવું છે જે ભારતીયતાને અખંડ રાખે છે, ખરું ને? આપણી એ અખંડ ભારતીયતા, સાંસ્કૃતિક ચેતના કે અસ્મિતાને જીવંત રાખવાનો દિવ્ય ભાસ્કરનો પ્રયાસ એટલે અસ્મિતા દર્પણ. દર્પણ શબ્દ યોજવા પાછળ એક ખાસ ઉદ્દેશ છે. દર્પણ આપણા વ્યક્તિત્વને છતું કરે છે. તે જ રીતે અસ્મિતા દર્પણ દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનો આપણો નમ્ર પ્રયાસ રહેશે.

આધુનિક યુગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તો ગીતાને પોષક માતા સાથે સરખાવતાં ત્યાં સુધી કહ્યું છે કે તેમને જ્યારે કોઇ બાબતે શંકા થતી તો તેમણે ગીતાનું શરણું લીધું છે

હિંદુ ધર્મમાં અનેક પંથ, વિચારધારાઓ અને સંપ્રદાયો છે. જો કોઇ એક સર્વમાન્ય ધર્મગ્રંથનું નામ પૂછવામાં આવે તો બેધડક તમે કહી શકો, શ્રીમદભગવદગીતા. જેને ટૂંકમાં ગીતા પણ કહે છે. ભારતના જ નહીં બલકે સમગ્ર વિશ્વનું પ્રાચીનતમ તત્ત્વજ્ઞાન એટલે વેદ. વેદનો જ્ઞાનભાગ અથવા તત્ત્વજ્ઞાન એટલે વેદાંત કે ઉપનિષદ. આ ઉપનિષદોનું દોહન કરી યોગેશ્વર શ્રીકૃષ્ણે ગીતાનું દર્શન કર્યું છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિકો, તત્ત્વવેત્તાઓએ ગીતાને વિશ્વના સર્વશ્રેષ્ઠ જ્ઞાનકોષ તરીકે માન્યતા આપી છે. આધુનિક યુગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તો ગીતાને પોષક માતા સાથે સરખાવતાં ત્યાં સુધી કહ્યું છે કે તેમને જ્યારે કોઇ બાબતે શંકા થતી તો તેમણે ગીતાનું શરણું લીધું છે. લોકમાન્ય બાળ ગંગાધર ટીળકજીએ માંડલેના જેલવાસ દરમ્યાન લખેલ ગીતારહસ્ય અથવા કર્મયોગશાસ્ત્ર તો અદભુત તત્ત્વજ્ઞાન છે. ગાંધીના અંતેવાસી અને ભૂદાન વિચારધારાના પ્રણેતા વિનોબા ભાવેનાં ગીતા પ્રવચનો પણ સ્વાતંત્ર્ય ચળવળના જેલવાસ (ધૂળિયા) દરમ્યાન લખાયાં છે! આમ ગીતાનું પ્રાકટ્ય મહાભારતના રણમેદાનમાં થયું છે, તો ગીતા પરનાં બે શ્રેષ્ઠ આધુનિક ભાષ્યો પણ સ્વાધીનતા સંગ્રામના લડવૈયાઓએ જેલવાસ દરમ્યાન લખ્યાં છે! આ માત્ર યોગાનુયોગ નથી. ગીતાજીવનના હરએક તબક્કે અને ખાસ કરીને કટોકટીના કાળમાં અત્યંત ઉપયોગી છે, તેનાં જીવતાં જાગતાં પ્રમાણ છે.

ગીતાના સંદર્ભમાં રાષ્ટ્રધર્મની મીમાંસા કરીએ તે વેળા મહર્ષિ શ્રી અરવિંદ અને સ્વામી વિવેકાનંદ ભૂલાય તે કેમ ચાલે? શ્રી અરવિંદના રાષ્ટ્રધર્મ અંગેના ક્રાંતિકારી વિચારો "ભારતનો પૂનર્જન્મ" નામના પુસ્તકમાં સંકલિત થયા છે. મહાભારતના ધર્મયુદ્ધમાં ઊભેલો પાર્થ જ્યારે કરુણતાના ભાવાવેશમાં સ્વધર્મ ભૂલે છે ત્યારે શ્રી કૃષ્ણ જેવી જ ટકોર શ્રી અરવિંદ કરે છે, "ગીતા કહે છે કે યુદ્ધ કરવાની અનિચ્છા દર્શાવી અર્જુન વીરને ન છાજે એવી નિર્બળતામાં સરી પડ્યો. આર્ય યુદ્ધવીરની અનુકંપા એના ક્ષાત્રધર્મ કે પૌરુષને અનુરુપ છે. ઘાસનું તણખલું સરખું તોડતાં તે અચકાય છે, પરંતુ નિર્બળ, કચડાયેલા, દીનદલિત અને ઇજાગ્રસ્તને મદદ કરવા કે તેનું રક્ષણ કરવા સદા તત્પર છે. જોરાવર, જુલ્મી અને ક્રૂર આક્રમણખોર ઉપર તે તૂટી પડે તેમાં ઔચિત્ય છે. દયાના દૈવી ગુણોનો તેમાં ભંગ નથી."

"શિવજ્ઞાનથી જીવસેવા"નું સૂત્ર આપનાર સ્વામી વિવેકાનંદ અધ્યાત્મ-બોધથી સમાજસેવા અને તે દ્વારા રાષ્ટ્રના સર્વાંગી ઉત્થાનના પુરસ્કર્તા હતા. "ફૂટબોલ રમીને તમે ગીતાને વધુ સારી રીતે સમજી શકશો." તેવા મતલબનું વિધાન તેમના સંનિષ્ઠ કર્મયોગી હોવા તરફ ઇંગિત કરે છે. તત્કાલીન ભારતમાં વ્યાપ્ત અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સામાજિક અસંગઠિતતા જેવી નબળાઇઓ સામે સ્વામીજીએ જીવનભર સંઘર્ષ કર્યો. શિકાગોની આંતર-રાષ્ટ્રીય ધર્મ પરિષદમાં ભારતના ભવ્ય આધ્યાત્મિક વારસાનું સચોટ નિદર્શન કર્યું.

ઓગણીસમી અને વીસમી સદીના ચિંતકો, સમાજસુધારકો અને સ્વતંત્રતાના ચળવળકારો માટે પણ ગીતાનો કર્મયોગ હાથવગી જડીબુટ્ટી સાબિત થયો છે ત્યારે એકવીસમી સદીમાં ત્રાસવાદ, પર્યાવરણનો હ્રાસ, ભ્રષ્ટાચાર અને નૈતિક અધ:પતન જેવા અનેક પડકારોને ભરી પીવા માટે યોગેશ્વર શ્રી કૃષ્ણ ફરી આપણી પીઠ થાબડી રહ્યા છે, "હે માનવ, ઊઠ, ઊભો થા; ખંખેર આળસ; જડમૂળથી ઉખાડીને ફેંકી દે તન-મનની નિર્બળતા; સત્ય અને ન્યાયની વેદી પર શૌર્યનું ગાંડીવ ધારણ કરીને શાશ્વત આર્ય મૂલ્યોનો વિશ્વવિજય કર!"

ગીતાને ચિંતકો જ્ઞાન, કર્મ અને ભક્તિનો સમન્વયયોગ કહે છે. આપણું જીવન પણ આ જ ત્રણ ઊર્જાનો સરવાળો છે. જ્ઞાન એટલે શું કરવું? કર્મ એટલે કઇ રીતે કરવું અને ભક્તિ એટલે કોના માટે અથવા શા માટે કરવું? આ ત્રણ બાબતે જ્યારે મન ચોક્કસ થાય ત્યારે સફળતાની સીઢીનું નિર્માણ થાય. આધુનિક યુગમાં જ્યારે સાયન્સ અને ટેક્નોલોજી અને માહિતીના બેવડા વિસ્ફોટ સાથે નૈતિક મૂલ્યોના સમાયોજનનો પડકાર માનવ સામે આવીને ઊભો છે ત્યારે ગીતાનો આદર્શ વ્યવહારવાદ અથવા પ્રાગ્મેટિક ફિલોસૉફી સંપોષિત વિકાસનું ઉત્તમ ભાથું પૂરું પાડશે તેમાં કોઇ શંકા નથી.

ગીતાના પ્રકાશમાં આપને વ્યક્તિગત જીવન, પારિવારિક મૂલ્યો અને વ્યવહારુ બાબતે ઉપયોગી તત્ત્વો તારવવાનો પ્રયાસ કરીશું. જેથી આબાલવૃદ્ધ સૌને પોતપોતાના જીવનમાં સાત્ત્વિક આનંદ અને સાર્થકતાનો અહેસાસ કરાવી શકાય. તે સાથે શારીરિક અને માનસિક આરોગ્ય કેળવવાના પાઠો શીખીશું. આપના ભાવનાત્મક સંબંધો સ્વસ્થ અને હૂંફાળા બને તે માટે સજ્જ થઇશું. પ્રૉફેશનલ મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઉપયોગી પ્રેક્ટિકલ ટિપ્સ મેળવીશું. આ બધા સાથે સંગઠિત રાષ્ટ્રના નિર્માણ માટે ગીતાનો આદર્શ સમજવા પ્રયાસ કરીશું. અંતે એક સ્વસ્થ, સમગ્ર અને સુખી માનવવિશ્વના નિર્માણની કૂંચી ખોળીશું. અને આ બધું ગીતાના જ્ઞાનના ઉજાસમાં શક્ય બનશે! આજે આપણે ગીતાનાં તત્ત્વજ્ઞાન અને મહત્તાનું વિહંગાવલોકન કર્યું. તેમજ નીચે આપેલાં કોષ્ટકો દ્વારા ગીતામાંથી અંગત, કૌટુંબિક અને વ્યવહારુ જીવનમાં લેવાની ‘ટેક અવે’ પ્રકારની પ્રેક્ટિકલ ટિપ્સ માણીશું, જે તમે તમારા ડેશ બૉર્ડ પર મૂકી શકો. આવતા અંકોમાં આપણે જીવનના જુદા જુદા વિષયોમાં ગીતાનું દર્શન કરવા સાથે માનવ જીવનના ત્રણેય સ્તરે તેની ઉપયોગિતા જોઇશું.

સ્વ-અર્થ

ગીતા અને વ્યક્તિગત જીવન

 • આદર્શ (Ideals) અને વ્યવહાર (Practical) નું સંતુલન સાધવું
 • જ્ઞાન (Knowledge), કર્મ (Action) અને ભક્તિ (Dedication)ના સમન્વય દ્વારા સફળતા અને સંતોષ હાંસલ કરવા
 • સફળતાને જીરવવા અને નિષ્ફળતાનો સામનો કરવાની સમતા કેળવવી 
 • અનાસક્ત કર્મયોગ દ્વારા સ્પર્ધાના યુગમાં તણાવથી મુક્ત રહેવું 
 • નૈતિક મૂલ્યોના અનુસરણ દ્વારા આત્મવિશ્વાસ કેળવવો 
પરિવાર-સાર

ગીતા અને પારિવારિક જીવન

 • વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા 
 • વ્યક્તિગત ચારિત્ર્ય નિર્માણ દ્વારા પરસ્પર વિશ્વાસના તાણાવાણા મજબૂત કરવા 
 • કામ, ક્રોધ, દ્વેષ કે અહંકાર જેવી નેગેટીવ ઊર્જાઓથી બચવાનો બોધ મેળવવો 
 • ગીતા રણમેદાનનો બોધ છે, પરિવારમાં આવે પડેલી કટોકટીને ખાળવા અદ્ભૂત જડીબુટ્ટી છે
 • નિ:સ્વાર્થ સેવા, કરુણા અને પ્રેમ દ્વારા પારિવારિક સુખ-શાંતિ કેળવવા  
મેનેજમેન્ટ-મર્મ

ગીતા અને વ્યવહારુ જીવન

 • આદર્શ (Ideals) અને વ્યવહાર (Practical) નું સમાયોજન 
 • નીતિમત્તા (Values) જાળવીને સમગ્રતાલક્ષી સફળતા (Holistic success) હાંસલ કરવી 
 • સામાજિક-આર્થિક પડકારોનો સામનો કરવા હિંમત અને ધીરજ કેળવવા
 • મૂલ્યવર્ધક નેતૃત્વ (Value Adding Leadership) કેળવવું
 • ઉદાર જીવનમૂલ્યો (Openness) દ્વારા વ્યાપક દૃષ્ટિકોણ (Broader Perspective) ખીલવવો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP